નાના દુકાનદારો અને મજૂરોનું પણ પૂરું થશે ઘરનું સપનું, બેંક આપશે આટલા લાખ સુધીની લોન.

હવે મજૂરો અને નાના દુકાનદારો પણ બનાવી શકશે પોતાનું સપનાનું ઘર, બેંક આપશે તેમને લોન.

સરકારી નોકરી કરતા લોકોને સરકાર તરફથી ઘણી સુવિધાઓ મળે છે. સાથે જ દર મહિને ફિક્સ પગાર મળવાને કારણે તેમનું ભવિષ્ય ઘણી હદ સુધી સુરક્ષિત માનવામાં આવે છે. પણ પ્રાઇવેટ સેક્ટરમાં એવું નથી. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર (Unorganized Sector Workers) માં કામ કરતા લોકો માટે બેંક લોન લેવી મુશ્કેલ હોય છે. કારણ કે તેમની આવકનો સ્ત્રોત નક્કી નથી રહેતો

પણ આવા લોકો માટે ICICI હોમ ફાઇનાન્સ ‘અપના ઘર ડ્રીમ્સ’ (Apna Ghar Dreamz) સ્કીમ લઈને આવી છે. તેમાં લોકોને 2 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મળી શકે છે.

હવે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોનું પણ ઘરનું સપનું પૂરું થઈ શકે છે. આ સ્કીમ અંતર્ગત શહેરમાં કામ કરતા સુથાર, ઇલેક્ટ્રિશિયન, દરજી, પેન્ટર, વેલ્ડિંગનું કામ કરવાવાળા, પ્લમ્બર, વાહન મિકેનિક, ઉત્પાદનના મશીનો ચલાવવાવાળા, આરઓ રીપેર કરવાવાળા, લઘુ અને મધ્યમ કારોબાર કરવાવાળા અને કરિયાણાના દુકાનદાર જેવા લોકો લોન લઇ શકે છે. યોજનાની સારી વાત એ છે કે, તેના માટે ઘણા વધારે દસ્તાવેજ દેખાડવાની જરૂર નથી.

house
house

લોન માટે જરૂરી વાતો :

‘અપના ઘર ડ્રીમ્સ’ યોજનાનો લાભ લેવાવાળા અરજદારે દસ્તાવેજના રૂપમાં ફક્ત પાન કાર્ડ અને આધાર કાર્ડ આપવો પડશે. તેના સિવાય 6 મહિનાનું બેંક ખાતાનું સ્ટેટમેન્ટ આપવું પડશે. જો તમને 5 લાખ સુધીની લોન જોઈએ તો તમારા ખાતામાં લઘુત્તમ 1500 રૂપિયા બેલેન્સ હોવું જોઈએ. તેમજ 5 લાખ રૂપિયાથી વધારેની લોન માટે લઘુત્તમ 3000 રૂપિયા તમારા ખાતામાં હોવા જોઈએ.

આ સ્કીમમાં બેંક તરફથી વધુમાં વધુ 50 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી શકે છે. આઈસીઆઈસીઆઈની આ સ્કીમમાંથી લોન લેવા પર પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાઈ) નો પણ લાભ ઉઠાવી શકો છો. તેમાં અરજી કરનાર વધુમાં વધુ 2.67 લાખ રૂપિયા સુધીની સબસીડી પ્રાપ્ત કરી શકે છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.