OIC Summit : 57 દેશો વચ્ચે સુષ્મા સ્વરાજ ને બનાવવામાં આવ્યા ચીફ ગેસ્ટ, તો ઈર્ષા થી બળી ગયું પાકિસ્તાન

ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ઇસ્લામી સહયોગ સંગઠન એટલે કે આઇઓસીના દેશોના વિદેશ મંત્રીની બેઠકમાં શામેલ થવા માટે ગુરુવારે રવાના થઇ ગઈ છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ભારતનો પક્ષ મજબૂતીથી રાખવા માટે જાણવામાં આવે છે. સુષમા સ્વરાજ પોતાના કડક તેવર માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે.

જણાવી દઈએ કે આઇઓસીના દેશોમાં વિદેશ મંત્રીની આ બેઠક અબુ ધાબીમાં થશે, જેના માટે સુષમા સ્વરાજ ગુરુવારે જ રવાના થઇ ચુકી છે. આ મંચ પર સુષમા સ્વરાજ પાકિસ્તાનને દિવસમાં તારા દેખાડશે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

ઇસ્લામી સંગઠન એટલે કે આઇઓસીમાં થવા વાળી વિદેશ મંત્રીની બેઠકમાં સુષમા સ્વરાજને મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા છે. જેનાથી પાકિસ્તાન સંપૂર્ણ રીતે બેકફૂટ પર આવી ગયું છે. જણાવી દઈએ કે આ પહેલી વાર થયું છે, જયારે ભારતના કોઈ વિદેશ મંત્રીને આઇઓસીમાં થવા વાળી બેઠકમાં મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા છે. અને એ પણ એવા સમયમાં જયારે પાકિસ્તાન પોતાને ઇસ્લામી સહયોગ સંગઠનના માલિક જણાવતું રહે છે. એવામાં સુષમા સ્વરાજને મુખ્ય અતિથિ બનાવવા પાકિસ્તાન માટે કોઈ ઝટકાથી ઓછું નથી.

આઇઓસીની બેઠકમાં મુખ્ય અતિથિ બની સુષમા :

આ આઇઓસીની 46 મી બેઠક છે, જેમાં મુખ્ય અતિથિ ભારતની વિદેશ મંત્રી એટલે કે સુષમા સ્વરાજ બની છે. આ ભારત માટે સમ્માન અને ગર્વની વાત છે. પરંતુ પાકિસ્તાનને આ વાત પચી રહી નથી. પાકિસ્તાન અત્યાર સુધી એ વિચારી નથી શકતું કે સુષમા સ્વરાજને મુખ્ય અતિથિ શા માટે બનાવવામાં આવ્યા છે?

જણાવી દઈએ કે આ બેઠકમાં 57 દેશોના વિદેશ મંત્રી શામેલ થવાના છે. જેમાં ભારતના વિદેશ મંત્રીને મુખ્ય અતિથિના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. અને આ ભારતના ઇતિહાસમાં પહેલી વાર થઇ રહ્યું છે.

સુષમાના મુખ્ય અતિથિ બનવા પર ચિડાયું પાકિસ્તાન :

અબુ ધાબી તરફથી સુષમા સ્વરાજને મુખ્ય અતિથિનું આમંત્રણ મળતા જ પાકિસ્તાન સંપૂર્ણ રીતે ચિડાય ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ નિવેદન આપતા કહ્યું હતું કે, અમે આ સંમેલનમાં શામેલ નહિ થઈએ, કારણ કે એમાં ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજ આવશે. એના સિવાય પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આગળ કહ્યું કે મેં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના વિદેશમંત્રી સાથે વાત કરી છે, અને સુષમા સ્વરાજને મુખ્ય અતિથિ બનાવવા પર આપત્તિ જણાવી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ :

જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. ફેબ્રુઆરી મહિનામાં પુલવામામાં થયેલા હુમલા પછી ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીથી પાકિસ્તાન બોખલાય ગયું હતું. તેમજ બુધવારે આપણા પાયલટ અભિનંદનને કેદી બનાવી લીધા હતા. જો કે આજે અભિનંદનને પાકિસ્તાન મુકત કરવાનું છે. એવામાં અભિનંદનની વતન વાપસી બપોરે થશે એવું જણાવ્યું હતું. અને દેશ એમના આવવાની રાહ જોઈ રહ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.