22 સપ્ટેમ્બરની રાતે 18 વર્ષ પછી રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં કરશે પ્રવેશ, આ રીતે 12 રાશિઓ પર થશે તેની અસર.

રાહુ-કેતુના રાશિ પરિવર્તનના કારણે બધી રાશિઓ પર પડશે અસર, આ રાશિઓએ સંભાળીને ચાલવું પડશે. આ મહિનામાં બે છાયા ગ્રહ રાહુ-કેતુ 18 મહિના પછી રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આ રાશિ પરિવર્તન 22 અને 23 સપ્ટેમ્બરની મધ્ય રાત્રીમાં થશે. રાશિ પરિવર્તનની તારીખને લઈને પંચાંગ ભેદ પણ છે. શની પછી રાહુ-કેતુ જ એક રાશિમાં સૌથી વધુ સમય સુધી રોકાય છે. તે બંને ગ્રહ હંમેશા વક્રી રહે છે. એટલા માટે પાછળની તરફ ચાલે છે. રાહુ મિથુનમાંથી વૃષભ રાશિમાં અને કેતુ ધનુમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.

ઉજ્જેનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ રાહુ-કેતુ 18 વર્ષ પછી ક્રમશઃ વૃષભ અને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. અને આગળના 18 મહિના એટલે કે 14 માર્ચ 2022 સુધી રાશિ નહિ બદલે. રાહુનો પ્રવેશ વૃષભમાં થશે, તેના સ્વામી શુક્ર છે. શુક્ર રાહુના મિત્ર છે. કેતુનો પ્રવેશ વૃશ્ચિક રાશિમાં થશે. તે રાશિના સ્વામી મંગળ છે, જે કેતુ માટે અનુકુળ છે. જાણો તમામ 12 રાશિઓ ઉપર રાહુ-કેતુની કેવી અસર થવાની છે.

મેષ : રાહુ-કેતુને કારણે આવક સારી રહેશે, પરંતુ ત્વચા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. કુટુંબમાં વિવાદ થઇ શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

વૃષભ : રાહુનો પ્રવેશ આ રાશિમાં થશે અને કેતુની દ્રષ્ટિ રાશિ ઉપર રહેશે. આ સમય ફરીથી ઉઠીને સ્થિર થવાનો રહેશે. તકલીફો વધશે, પરંતુ આત્મવિશ્વાસમાં ઘટાડો નહિ થાય. ચિંતાઓ ઉપર વિજય પ્રાપ્ત થશે. હિંમત જળવાઈ રહેશે. રોગોમાં વધારો થઇ શકે છે.

મિથુન : રાહુ આ રાશિમાંથી નીકળી જશે. શાંતિ અનુભવશો અને કુટુંબમાં આનંદની પ્રાપ્તિ થશે. આર્થિક બાબતમાં પ્રગતિ થશે અને સંતાન તરફથી પણ ખુશીઓની પ્રાપ્તિ થશે. નવી કાર્ય યોજનાઓ ઉભી થશે.

કર્ક : રાહુ અને કેતુના કારણે જ વિશેષ ફરક નહિ પડે. કોઈ તકલીફ ઉભી થવાની સંભાવના નથી. અજ્ઞાન ભય ઉભો થશે. રાહુ વિવાદોમાં વિજય અપાવશે અને કેતુથી ધન પ્રાપ્તિની શક્યતા છે.

સિંહ : રાહુ અને કેતુ ચતુર્થ હોવાથી નિર્માણ કાર્યમાં વ્યય થવાની શક્યતા છે. અજાણ્યા કાર્ય કરવા પડશે. કોઈ નજીકના વ્યક્તિ સાથે વિવાદ થવાની શક્યતા છે. વીજળીના ઉપકરણોથી સાવચેત રહો. વેપારમાં પણ દગો મળી શકે છે. વિવાદિત બાબતોમાંથી બહાર નીકળવું પડશે.

કન્યા : રાહુ-કેતુને કારણે જ નિરાશા દુર થશે અને છુટા પડેલા લોકોને ભેગા થવાની તક પ્રાપ્ત થશે. વિદેશમાં રહેતા લોકોને લાભ થશે અને આવકમાં સુધારો થશે. દેવામાંથી મુક્તિ મેળવવાના ઉપાય પ્રાપ્ત થશે. ઘરમાં સુધારો થશે અને વિવાદોનો ઉકેલ આવશે. સંપત્તિથી લાભ પ્રાપ્ત થશે.

તુલા : રાહુ-કેતુને કારણે જ થોડી સમસ્યા વધી શકે છે. નિરાશા છવાયેલી રહેશે અને કાર્ય સમયસર પુરા નહિ થાય. વાહન વગેરેના પ્રયોગમાં સાવચેતી રાખો અને વિવાદોથી દુર રહો. ઘરના વિવાદ બહાર આવી શકે છે. જોખમ વાળા કાર્યથી દુર રહેવાનો પ્રયત્ન કરો.

વુશ્ચિક : આ રાશિમાં કેતુનો પ્રવેશ થશે અને રાહુની દ્રષ્ટિ રહેશે. આ યોગમાં ઘણા પ્રકારના કાર્ય એક સાથે કરવા પડશે. યોજનાઓ સફળ થશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ થશે. જવાબદારીઓમાં વધારો થશે. સંતાન તરફથી આનંદની પ્રાપ્તિ થશે. નાક-કાનમાં ઈજા કે રોગ થવાની શકયતા છે.

ધનુ : કેતુ રાશિમાંથી નીકળી જશે અને રાહુની દ્રષ્ટિ પણ સમાપ્ત થઇ જશે. સમય બધી રીતે અનુકુળ રહેશે. દુશ્મનો માથું ઉંચું કરવાનો પ્રયાસ કરશે, અને તેમનું દમન પણ થશે. ચિંતાઓ દુર થશે અને ધાર્મિક કાર્યમાં જોડાયેલા રહેશો. પ્રવાસના યોગ પણ ઉભા થશે. નવા મકાન ખરીદવા અંગે આયોજન થશે.

મકર : રાહુ અને કેતુની કોઈ ખરાબ અસર નહિ થાય. આ સમય અનુકુળ જ રહેશે. થોડી માનસિક ચિંતાઓ ઉભી થઇ શકે છે, તે ઉપરાંત ગોઠણમાં દુઃખાવો અને અજ્ઞાત ભય, ચિંતા રહેશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે અને જમીન વગેરે ખરીદવાનો વિચાર થઇ શકે છે.

કુંભ : રાહુ-કેતુને કારણે જ આર્થીક રીતે થોડી મુશ્કેલીઓ આવી શકે છે. ગોઠણ, સાંધાના રોગ દુઃખી કરી શકે છે. ઊંઘ વધુ આવશે. કુટુંબનો સહકાર ઓછો મળશે. સંતાન દુઃખી કરવાવાળા હોઈ શકે છે. ડીસેમ્બર પછી ધનની આવકમાં વધારો થશે.

મીન : રાહુ નોમથી લાભની સ્થિતિ વધુ રહેશે. આ સ્થિતિ ખરાબ ટેવો તરફ આકર્ષિત કરશે, સાવચેત રહેવું પડશે. પ્રવાસ વધુ રહેશે. પ્રમોશન સાથે બદલીના યોગ ઉભા થશે. કામ કાજ વધારવાની ઈચ્છા થશે, પરંતુ નુકશાની વધવાથી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.