બિહાર-ઝારખંડની ટેસ્ટી વાનગી “લિટ્ટી ચોખા” ની સરળ રેસિપી જાણી લો, એકવાર ખાશો તો દિવાના થઈ જશો

આ રીતે બનાવો બિહાર-ઝારખંડની ફેમસ વાનગી “લિટ્ટી ચોખા”, નોંધી લો તેની રેસિપી

આજે અમે તમને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી અને શરીર માટે પૌષ્ટિક એવી લિટ્ટી ચોખાની રેસિપી જણાવવા જઈ રહ્યા છે..

૧) લિટ્ટી બનાવવા માટે :-

જરૂરી સામગ્રી-

લિટ્ટીનો લોટ બાંધવા જરૂરી સામગ્રી

૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ (૨ કપ જેટલો)

૧/૨ ટીસ્પૂન મીઠું

૧/૪ ટીસ્પૂન બેકિંગ સોડા

૧/૨ ટીસ્પૂન અજમો

૨-૩ ટેસ્પૂન તેલ

લોટ બાંધવા જરૂર મુજબ પાણી

લિટ્ટીના પુરણ માટેની જરૂરી સામગ્રી.

૧ નંગ કાંદો

૪-૫ નંગ લીલા મરચા

૬-૭ કળી લસણ

૧૨૫ ગ્રામ બેસન અથવા સત્તુંનો લોટ (એક કપ)

૧ ટીસ્પૂન આમચૂર પાઉડર

૧/૪ ટીસ્પૂન મીઠું

૧/૪ આદુ મરચાની પેસ્ટ

૨ ટીસ્પૂન તેલ

થોડી લિલી કોથમીર

દેશી ઘી

લિટ્ટી બનાવવા માટેની રીત-

સ્ટેપ ૧

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો. પછી તેમાં બેકિંગ સોડા ઉમેરો ત્યાર બાદ અજમાને બંને હાથની હથેળીથી મસળીને ઉમેરો પછી તેમાં તેલ નાખીને સરખું મિક્સ કરી દો. લોટને હાથની મુઠ્ઠીમાં લો. જો લોટ મુઠ્ઠી પડે એવો હોય તો પાણી નાખીને લોટ બાંધી લો. જો મુઠ્ઠી ના પડે તો બીજું તેલ ઉમેરીને લોટ બાંધો.

આ લોટને મસળીને કુમળો કરી ૧૫-૨૦ મિનિટ માટે સેટ થવા મૂકી દો.

સ્ટેપ -૨

મિક્સર જારમાં એક મીડીયમ સાઈઝનો સમારેલો કાંદો, ૪-૫ નંગ લીલા મરચા અને ૬-૭ લસણની કળી તેમજ ૨-૩ ચમચી પાણી ઉમેરીને બારીક પેસ્ટ બનાવી લો.

હવે એક બાઉલમાં બેસન લો, તેમાં મીઠું, આમચૂર પાઉડર, તૈયાર કરેલ કાંદા લસણની પેસ્ટ, આદુની પેસ્ટ,૨-૩ ચમચી તેલ, કોથમીરના થોડા પત્તાં નાખી પુરણ તૈયાર કરો.

જો તમને પુરણ સૂકું લાગે તો તમેં થોડું પાણી ઉમેરી શકો છો.

નોંધ- પુરણમાં વધારે પાણી ઉમેરવુ નહિ.

સ્ટેપ -૩

હવે સેટ કરવા મુકેલ બાંધેલા લોટને જોઈ લો.

આ લોટ માંથી થોડો લોટ હાથમાં લો.

બંને હાથને અંગુઠાની મદદથી લોટને વાટકી નો આકાર આપો.

હવે આ વાટકી આકાર આપેલા લોટમાં એક ચમચી પુરણ નાખી તેને હલકા હાથથી દબાવતા જશું. પછી, ફરી એક ચમચી પુરણ ઉમરેશું અને તેને દબાવતા ચારે બાજુથી લોટને એકબાજુ લઈને બંધ કરી, વધારાનો લોટ ઉપરથી કાઢી લઈને ગોળ આકાર આપશુ.

આવી રીતે બધી લિટ્ટી બનાવીને તૈયાર કરી લો.

સ્ટેપ -૪

એક કડાઈમાં ત્રિપાઇ આવે એવું સ્ટેન્ડ કે જાળી મૂકીને કડાઈને ઉપરથી બંધ કરી ધીમા તાપે પ્રિહિટ કરવા મુકીશું.

૫-૬ મિનિટ સુધી પ્રિહિટ કરીને કડાઈ ગરમ થઇ જાય એટલે આપણે તૈયાર કરેલ બંધી લિટ્ટીને સ્ટેન્ડ કે જાળી ઉપર મૂકી દેશું.

જો તમે ઇચ્છો તો કડાઈના બદલે કુકરનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં નીચે સ્ટેન્ડ મૂકી ને ઉપર બધી લિટ્ટી ગોઠવી દો.

યાદ રહે કે આ કડાઈ કે કુકરમાં પાણીનો ઉપયોગ કરી લિટ્ટી શેકવાની નથી.

૫-૬ મિનિટ પછી બધી લિટ્ટી ને ફેરવી લો જેથી લિટ્ટી બધી બાજુ થી સરખી રીતે શેકાઈ જાય.

ફરી લિટ્ટીને ૮-૧૦ મિનીટ માટે શેકવા મુકો. લિટ્ટી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી સેકો.

બધી લિટ્ટી શેકાઈ જાય એટલે તેને એક ડિશમાં કાઢી લો.

હવે આ લિટ્ટીને બંને હાથથી ભાર આપી તિરાડ પડે એમ તોડો પછી તેના પર ચોખ્ખું ઘી રેડો.

૨) ચોખા બનાવાની રીત.

ચોખા બનાવવા જરૂરી સામગ્રી

રીંગણ ૨૦૦ ગ્રામ (આશરે એક નાનું અને એક મોટું રીંગણ)

ટામેટા ૪ નંગ

મીડીયમ સાઈઝના બાફેલા બટાકા -૩ નંગ

ઝીણી સમારેલી કોથમીર- ૧/૨ કપ

છીણેલું આદુ- એક ઇંચ

ઝીણા સમારેલા મરચા -૨ નંગ

ઝીણો સમારેલ કાંદો-૧ નંગ

મીઠું-૧ ટીસ્પૂન

તેલ-૨ ટીસ્પૂન

ચોખા બનાવવાની રીત

સૌ પ્રથમ રીંગણને નીચેથી કાપીને જોઈ લો કે તે સડેલું નથી ને.

ટામેટાને સીધા ગેસ પર શેકવામાં તકલીફ ના પડે તે માટે એક ગોળાકાર શેકવા માટે વપરાતા વાયર પર મૂકી ને ટામેટા અને રીંગણ ને શેકી લો. તમે રીંગણને સીધુ ગેસ પર મૂકીને પણ શેકી શકો છો.

ચારે બાજુથી રીંગણ અને ટામેટા શેકાય તે માટે તેને વચ્ચે વચ્ચે ફેરવતા રહો.

રીંગણ માં ચપ્પુ નાખી જોઈ લેવું કે તે સરખું શેકાયું છે કે નહીં.

ટામેટા અને રીંગણ શેકાઈ જાય એ પછી તેને એક ડિશ માં કાઢી લો.

રીંગણ અને ટામેટા ઠંડા થાય એ પછી પાણી વાળો હાથ કરીને તેની છાલ છોલી લેવી.

હવે બાફીને છાલ છોલેલા બટેકા, શેકીને છાલ કાઢેલ ટામેટા અને રીંગણને મોટા ચમચાથી દબાવીને એકદમ છુંદી લો.

તમારી પાસે મેશર હોય તો તેની મદદથી મેશ કરી શકો છો.

સરખી રીતે છુંદીને તેમાં કોથમીર, આદુ, મરચા, મીઠું, સમારેલ કાંદો અને તેલ ઉમેરીને સરખી રીતે મિક્સ કરી પીરસો.

તૈયાર છે ચોખા.

ગરમાંગરમ લિટ્ટી પર ઘી રેડી ચોખા સાથે સર્વ કરો.

વિડીયો 1 :

વિડીયો 2 :