એક દેશ, એક રાશન કાર્ડ યોજનામાં જોડાયા આ 4 નવા નિયમ, જાણો તેના વિષે સંપૂર્ણ જાણકારી

એક દેશ- એક રાશન કાર્ડમાં જોડાયેલા 4 નવા નિયમો વિષે સંપૂર્ણ જાણકારી, જાણવા ક્લિક કરો

કેંદ્રીય ખાદ્ય મંત્રી રામ વિલાસ પાસવાને હાલમાં જ કહ્યું કે, જમ્મુ-કશ્મીર, મણિપુર, નાગાલેંડ અને ઉત્તરાખંડ પણ ‘વન નેશન – વન રાશન કાર્ડ’ યોજનામાં શામેલ થઈ ગયા છે. તેની સાથે આ યોજનામાં શામેલ થવાવાળા રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોની સંખ્યા 24 થઈ ગઈ છે.

કેંદ્રીય ખાદ્ય મંત્રીએ કહ્યું કે, તેની સાથે હવે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) અંતર્ગત આવતા કુલ લાભાર્થીઓમાં 80 ટકા અથવા લગભગ 65 કરોડ લાભાર્થી આ 24 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં ક્યાંયથી પણ સબ્સિડીવાળું રાશન લઈ શકે છે.

માર્ચ 2021 સુધી આ યોજનાના ક્ષેત્રમાં દરેક રાજ્ય શામેલ :

કેંદ્રીય ખાદ્ય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે, બાકી રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને માર્ચ 2021 સુધી આ યોજનાના ક્ષેત્રમાં શામેલ કરી લેવામાં આવશે. વન નેશન – વન રાશિન કાર્ડ યોજના અંતર્ગત પાત્ર લાભાર્થી રાશન કાર્ડનો ઉપયોગ કરીને દેશની કોઈ પણ સરકારી રાશનની દુકાનમાંથી એનએફએસએ અંતર્ગત પોતાનું રાશન લઇ શકે છે.

4 રાજ્ય શામેલ :

કેંદ્રીય ખાદ્ય મંત્રીએ કહ્યું કે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગે જમ્મુ-કશ્મીર, મણિપુર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડની તકનીકી તત્પરતાને ધ્યાનમાં રાખતા આ ચાર રાજ્યો/કેંદ્ર શાષિત પ્રદેશોને રાષ્ટ્રીય પોર્ટેબિલિટી માટે હાલના 20 રાજ્યો/કેંદ્ર શાસિત પ્રદેશો સાથે જોડ્યા છે.

65 કરોડ લોકોને મળશે લાભ :

હાલમાં 24 રાજ્યો સાથે આવવાથી સરકારે આ યોજના દ્વારા લગભગ 65 કરોડ (80 ટકા) લાભાર્થીઓ સુધી પહોંચ બનાવી લીધી છે.

વન નેશન – વન રાશન કાર્ડ યોજનામાં કયા કયા રાજ્ય શામેલ છે?

વન નેશન – વન રાશન કાર્ડ યોજના 24 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં લાગુ થઈ ચુકી છે. તે રાજ્ય ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, આંદ્ર પ્રદેશ, તેલંગણા, મધ્ય પ્રદેશ, ગોવા, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, કેરળ, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, કર્ણાટક, નાગાલેંડ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, મણિપુર, દાદરા નગર હવેલી અને દીવ દમણ શામેલ છે.

સબ્સિડી વાળું અનાજ :

આ યોજના અંતગર્ત રાશનકાર્ડ લાભાર્થી દેશના કોઇ પણ ભાગમાં રાશનની દુકાનો પરથી સબ્સિડીવાળું અનાજ ખરીદી શકે છે. તેના માટે તેમણે નવા રાશન કાર્ડ માટે પણ અરજી નહિ કરવી પડે. આ વ્યવસ્થા લાગુ થતા જ દેશના કોઈ પણ રાજ્ય (જેમાં યોજના લાગુ છે) માંથી સબ્સિડીવાળું રાશન લઈ શકાય છે. જણાવી દઈએ કે રાશન કાર્ડ દ્વારા સસ્તા દર પર અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.