ફક્ત ચાર પ્રકારના આધાર કાર્ડ છે વેલીડ, UIDAI એ સાથે આપી આ સલાહ.

આધાર કાર્ડને લઈને ચાલી રહેલી અફવાહો પર UIDAI એ કરી ચોખવટ, આ તમારે જાણી લેવી જોઈએ. આધાર કાર્ડ બહાર પાડનારી સંસ્થા યુનિક આઈડેંટીફીકેશન અથોરીટી ઓફ ઇંડિયા (UIDAI) એ આધાર કાર્ડને લઈને બહાર પડેલી અફવાઓ અટકાવવા માટે લોકોને જાગૃત કર્યા છે.

આધાર કાર્ડ બહાર પડનારી સંસ્થા યુનિક આઈડેંટીફીકેશન અથોરીટી ઓફ ઇંડિયા (UIDAI)એ આધાર કાર્ડને લઈને બહાર આવેલી અફવાઓ અટકાવવા માટે લોકોને જાગૃત કર્યા છે. યુઆઈડીએઆઈના કહેવા મુજબ કે આખા દેશમાં ચાર પ્રકારના આધાર કાર્ડ માન્ય છે. તનો ઉપયોગ ક્યાય પણ કરી શકાય છે.

આ ચાર પ્રકારના આધાર કાર્ડ માન્ય : દેશમાં જે ચાર પ્રકારના આધાર કાર્ડ માન્ય છે, તેમાં પીવીસી કાર્ડ, આધાર લેટર, ઈ-આધાર અને એમ-આધાર સામેલ છે. તેના ઉપયોગ ઉપર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. આમ તો પીવીસી આધાર કાર્ડ કોઈ ખાનગી એજન્સી માંથી બનેવેલું માન્ય નથી. જો તમે ઓનલાઈન આધારની વેબસાઈટ ઉપર જઈને પીવીસી કાર્ડ માટે અરજી કરો છો, તો તે કાર્ડ માન્ય રહેશે.

કોઈ પણ વ્યક્તિ બનાવરાવી શકે છે પીવીસી કાર્ડ : UIDAI એ હાલમાં જ ક્રેડીટ અને ડેબીટ કાર્ડ જેવું દેખાતું આધાર કાર્ડ બહાર પાડ્યું છે. આ આધાર કાર્ડ સાચવવામાં સરળ રહે છે અને તેનું આયુષ્ય પણ લાંબુ રહે છે. આ પ્રકારના કાર્ડ બનાવવા માટે લોકોને 50 રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે. UIDAI મુજબ કોઈ પણ વ્યક્તિ પીવીસી આધાર કાર્ડ બનાવરાવી શકે છે. UIDAI ની વેબસાઈટ uidai.gov. in કે resident. uidai.gov.in દ્વારા પીવીસી કાર્ડ ઓર્ડર કરી શકો છો. સ્પીડ પોસ્ટથી પીવીસી કાર્ડ ઘરે બેઠા ડીલીવરી આવશે. પીવીસી આધાર કાર્ડમાં હોલોગ્રામ, Guilloche Pattern, ઘોસ્ટ ઈમેજ અને માઈક્રોટેક્સ્ટ જેવા લેટેસ્ટ સિક્યોરીટી ફીચર્સ સાથેના હોય છે. જે પ્લાસ્ટિકના બનેલા હોય છે.

e-Aadhaar : ઈ-આધારને તમે UIDAIની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, સાથે જ તમે તેની પ્રિન્ટ કાઢીને કોઈ પણ યોજના કે સરકારી પરિચય પત્ર તરીકે ક્યાય પણ ઉપયોગ કરી શકો છો. તે પણ સંપૂર્ણ રીતે માન્ય છે.

આધાર લેટર પણ માન્ય : આધાર લેટર તે આધાર કાર્ડ છે, જે અરજી કર્યા પછી પોસ્ટ ઓફીસ દ્વારા તમારા ઘરે મોકલવામાં આવતા હતા. પરંતુ પોસ્ટમાં મોડું થવાથી ઘણી વખત તે સમયસર પહોચતું ન હતું. એટલા માટે UIDAIએ નાગરિકોને આધાર કાર્ડની સોફ્ટ કોપી ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. તે સંપૂર્ણ રીતે માન્ય છે અને ક્યાય પણ ઉપયોગ કરી શકાય છે.

M-Aadhaar પણ સંપૂર્ણ રીતે માન્ય છે. ત્યાં સુધી કે તમારે કલર પ્રિન્ટની પણ જરૂર નથી. સાથે જ તમારે અલગથી આધાર કાર્ડ લેમીનેશન કે પ્લાસ્ટિક આધાર કાર્ડની જરૂર નથી. જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો તમે તેને મફતમાં https://eaadhaar.uidai. gov. in ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.