ઓપરેશન પહેલા ખાવાની એમ જ ના પાડવામાં આવતી નથી, જાણો શું છે એની હકીકત.

સર્જરી પહેલા આ કારણથી ખાવાનું ન ખાવાની ડોક્ટર્સ આપે છે સલાહ

ભોજન કરવાથી થઇ શકે છે કાંઈક આવું

ફેફસા સુધી બળી શકે છે.

ઓપરેશન પહેલા દર્દીને કાંઈ પણ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. જે દિવસે સર્જરી થવાની હોય તેની એક રાત પહેલા કે સવારથી દર્દીને ખાલી પેટ રહેવાનું કહેવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવું કેમ કહેવામાં આવે છે? તેની પાછળ શું કારણ હોઈ શકે છે? આજે અમે તમને ખાલી પેટ રહેવા વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

એ તો સૌ જાણે જ છે કે સર્જરી પહેલા દર્દીને બેભાનની દવા એનેસ્થીસિયા આપવામાં આવે છે. તેની અસરથી શરીરની મુખ્ય તંત્રિકા તંત્ર કે Reflex system થોડું સુસ્ત થઇ જાય છે. તેવામાં શારીરિક ક્રિયાઓ ધીમી ગતીથી થવા લાગે છે. એનેસ્થીસિયાને લીધે દર્દીના શ્વાસ લેવાની ગતી પણ ઓછી થઇ જાય છે. એટલા માટે ઓપરેશન વખતે દર્દીને વેંટીલેટર ઉપર રાખીને શ્વાસ લેવાની પ્રક્રિયાને નોર્મલ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે.

એનેસ્થીસિયાની અસર પાચન ક્રિયા ઉપર પણ પડે છે. જેમ કે આપણેને ખબર છે કે ભોજન પછી જયારે ખાવાનું પેટમાં દાખલ થાય છે, તો તમામ એસીડસ કે અમ્લના સંસ્પર્શમાં આવીને તે ખાવાનું પચે છે.

સર્જરી પહેલા ખાવાનું ખાવાથી જો આ એસીડ યુક્ત ખાવાનું ભોજન અન્નનળીથી થઇને ફેફસામાં જતુ રહે તો તેનાથી ફેફસા બળી શકે છે. એ કારણે જ ઘણી વખત સર્જરી પહેલા દર્દીને Antacid આપવામાં આવે છે.

આમ તો પાચન ક્રિયા ધીમી પડી જાય છે, તેને કારણે જ શક્યતા જળવાઈ રહે છે કે પેટમાં રહેલુ ભોજન પાછુ એસોફેગસ (ભોજન નળી)માં જતું રહે. તેનાથી શ્વાસ લેવાના રસ્તે અવરોધ થઇ શકે છે. જેથી દર્દીનું મૃત્યુ થઇ શકે છે.

હવે સમજી ગયા હશો કે શા માટે ડોકટર સર્જરી કરતા પહેલા ખાવાની ના પાડે છે ક્યારે પણ આપણે ડોકટરને પૂછવાનો વિચાર કે પ્રયત્ન નથી કર્યો ખરુંને?

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.