જાણો શું છે OPD હેલ્થ ઈન્શ્યોરન્સ કવર, કેમ તે સામાન્ય વીમા કવરથી વધારે ફાયદાકારક છે?

સામાન્ય વીમા કવરથી વધારે ફાયદાકારક રહેશે OPD હેલ્થ ઈન્શ્યોરન્સ કવર, તેનાથી સારવાર ખર્ચનો તણાવ થશે ઓછો. કોરોના મહામારીએ લોકોને હેલ્થ ઇન્શ્યોરન્સનું મહત્વ સમજાવી દીધું છે. તેને લીધે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી લેવા વાળાની સંખ્યામાં છેલ્લા થોડા મહિનામાં વધારો જોવા મળ્યો છે. તેવામાં જો તમે પણ હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો, તો રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી લેવાને બદલે ઓપીડી (આઉટ પેશેન્ટ ડીપાર્ટમેન્ટ) હેલ્થ ઇન્શ્યોરન્સ લેવું તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. અમે તમને ઓપીડી હેલ્થ ઇન્શ્યોરન્સ વિષે જણાવી રહ્યા છીએ.

ઓપીડી કવર લેવાના ફાયદા : રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સમાં કવર માત્ર હોસ્પિટલમાં દાખલ થવા ઉપર જ મળે છે. ઓપીડી અને ડેંટલ કેયરનો ખર્ચ મોટાભાગની કંપનીઓ તેમની પોલીસીમાં સામેલ નથી કરતી. ઓપીડી કવરમાં પોલીસી હોલ્ડરને સામાન્ય તાવ, દાંતની સારવાર, ડાયગ્નોસ્ટીક ટેસ્ટ, એનુઅલ હેલ્થ ચેક-અપ અને ડોક્ટરની ફી ઉપરાંત દવાઓ, કોન્ટેક્ટ લેંસ, ચશ્માં વગેરેના ખર્ચનું કવર મળે છે. ઓપીડી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી હેઠળ જો મેડીકલ કંસલટેશન માટે પણ હોસ્પિટલ જઈ રહ્યા છો, તો તેની ઉપર પણ ઇન્શ્યોરન્સ કવર મળી જાય છે.

કવરમાં કઈ કઈ વસ્તુ હોય છે કવર? તેમાં મેડીકલ સલાહ અને કોઈ બીમારી માટે વ્યક્તિના આરોગ્યની તપાસની ફી સામેલ છે. તેમાં x-ray, બ્રેન અને શરીર સ્કેન અને દવાઓ સામેલ રહે છે. તે ઉપરાંત માઈનર સર્જરી જેવી કે POP, અકસ્માત માટે ડ્રેસિંગ અને જાનવર કરડવા ઉપર OPD ની પ્રક્રિયા ઉપર કવર મળે છે.

કેવી રીતે કરાવી શકો છો ક્લેમ : ઓપીડી ખર્ચનો દાવો કરવા માટે ડોક્ટરનો પ્રિસ્ક્રીપ્શન અને મેડીકલ ખર્ચની માહિતી પોલસીધારકે આપવાની રહે છે. આમ તો મોટાભાગની કંપનીઓ ઓપીડી ખર્ચની રકમ કુલ વીમા રકમ માંથી ઘણી ઓછી નક્કી કરે છે. જો 3 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ છે, તો વીમા કંપનીઓ 8 થી 10 હજાર રૂપિયા ઓપીડી ઉપર ખર્ચ કરવા માટે નક્કી કરે છે.

તેનું પ્રીમીયમ રહે છે વધુ : આમ તો રેગ્યુલર હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસી મુજબ ઓપીડી કવર વાળી પોલીસી ફાયદાકારક છે, પરંતુ તેના માટે તમારે વધુ પ્રીમીયમની ચુકવણી કરવી પડશે. તેમાં પ્રીમીયમ 20 થી 30 % સુધી વધુ હોઈ શકે છે.

ટેક્સ છૂટના લાભ : રેગ્યુલર હેલ્થ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસીની સરખામણીમાં ઓપીડી કવર વાળી હેલ્થ પોલીસી લેવા ઉપર પોલીસી હોલ્ડર વધુ ટેક્સ છૂટનો લાભ લઇ શકે છે. ઇન્કમ ટેક્સ સેક્સન 80D હેઠળ પોલીસી લેવા વાળા ડોક્ટરની ફી અને દવાઓ માટે આ કવર નથી મળતું.

આ વાતનું ધ્યાન રાખો : એ જરૂરી નથી કે OPD કવરમાં તમામ ડે-કેયર પ્રક્રિયા સામેલ હોય, એટલા માટે તમે જેની પાસેથી ઇન્સ્યોરન્સ કીધું છે, તેની પાસે ચેક કરી લેવું કેમ કે ક્યારે બેનિફીટ મળશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.