આત્મનિર્ભર બનવાની તક, ફક્ત 5000 રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, દર મહિને કમાઓ લાખો રૂપિયા.

બનો આત્મનિર્ભર : 5 હજાર રૂપિયામાં તમે પણ શરુ કરો આ બિઝનેસ, કમાણી એટલી કે વિચાર્યું પણ નઇ હોય. કોરોના કાળ પછી દરેક દેશોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આત્મનિર્ભર બનવાનો મંત્ર આપ્યો છે. એટલા માટે તમારો બિજનેસ શરુ કરીને આ સંકટની ઘડીને સફળતામાં બદલી શકો છો.

નાનું રોકાણ અને દર મહીને સારી કમાણી. એવો કોઈ બિજનેસ હોય તો કોણ ન કરવા માંગે? કોરોના સંકટને કારણે જ ઘણા લોકોના બિજનેસમાં પ્રભાવિત થયા છે. સાથે જ નોકરી ધંધાને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો છે. તેવામાં હવેનો સમય આત્મનિર્ભર બનવાનો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આત્મનિર્ભર બનવાનો મંત્ર આપ્યો છે. એટલા માટે તમારો બિજનેસ શરુ કરીને આ આર્થિક સંકટની ઘડીને સફળતામાં બદલી શકો છો. એવો બિજનેસ જેમાં રોકાણ ઘણું નાનું છે અને કમાણી લાખો રૂપિયા સુધી થઇ શકે છે.

શરુ કરો મશરૂમ ફાર્મિંગ : સારી કમાણી કરવા માટે માત્ર 5 હજાર રૂપિયાનું રોકાણ કરીને મશરૂમ ફાર્મિંગનો બિજનેસ શરુ કરી શકો છો. તેના માટે ઘણા વધુ સાધનોની પણ જરૂર નહિ પડે. દેશમાં નાનાથી લઈને મોટા લેવલ સુધી મશરૂમ ફાર્મિંગ કરી શકાય છે. શરુઆતમાં તેના માટે તમારે ઘણા વધુ પૈસા કે જગ્યાની પણ જરૂર નહિ પડે.

ખર્ચ કરવા પડશે 5 થી 6 હજાર રૂપિયા : તમે આ બિજનેસ માત્ર એક રૂમથી પણ શરુ કરી શકો છો. તેના બિજનેસ માટે તમારે માત્ર 5 થી 6 હજાર રૂપિયા ખર્ચ કરવાના રહેશે. મશરૂમ ફાર્મિંગ માટે તમે 30 થી 40 ગજના પ્લોટમાં રહેલા રૂમમાં કમ્પોજટ (મશરૂમ ઉગાડવાની માટી અને બીજનું મિશ્રણ) રાખવાનું હોય છે.

20 થી 25 દિવસમાં ઉગી જાય છે મશરૂમ : તમને માર્કેટમાં આ કમ્પોજટ સરળતાથી મળી જશે. તે ઉપરાંત તમે પેકેટ વાળા એટલે કે પહેલાથી તૈયાર કમ્પોજટ પણ ખરીદી શકો છો. આ પેકેટને તમારે છાયામાં કે પછી રૂમમાં રાખવાના હોય છે. ત્યાર પછી 20 થી 25 દિવસની અંદર તેમાં મશરૂમ ઉગવાના શરુ થઇ જાય છે.

માર્કેટ કે પછી ઓનલાઈન કરી શકો છો સેલ : મશરૂમ ઉગી ગયા પછી તમે તેને ઘરની અંદર જ પેક કરી માર્કેટ કે પછી ઓનલાઈન કોઈ કંપની સાથે ભાગીદારી કરીને વેચી શકો છો. કે પછી તમે તમારી પોતાની એપ બનાવીને પણ તેનો બિજનેસને મોટા પાયા ઉપર શરુ કરી શકો છો. તમે તમારી આર્થિક શક્તિ મુજબ, તેમાં વધુ પૈસા લગાવી શકો છો.

ટ્રેનીંગ લઈને પણ શરુ કરી શકો છો બિજનેસ : આ સમયમાં બજારમાં એક કિલોગ્રામ મશરૂમના પેકેટ લગભગ 100 થી 150 રૂપિયા વચ્ચે મળે છે. તો આ રીતે તમે ઓછા ખર્ચમાં પણ વધુ નફો મેળવી શકો છો. તે ઉપરાંત ઘણી સંસ્થા આ પ્રકારની ફાર્મિંગ તાલીમ પણ આપે છે, તો તમે તાલીમ લઈને પણ આ બિજનેસ શરુ કરી શકો છો.

આ માહિતી ઝી બિઝનેસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.