પાદવાથી કર્મચારીને કોર્ટમાં ધસેડયો, લાખ્ખોના નુક્શાનની કરી માંગણી. શું આવશે ચુકાદો એ જોવું રહ્યું.

ઓસ્ટ્રેલિયામાં એક એન્જિનિયર એ એક ચિત્ર વિચિત્ર કેસમાં આરોપ લગાવ્યો છે કે તેમના એક પૂર્વ સુપરવાઇઝર તેમની તરફ હવા અથવા ગેસ છોડી તેમને ત્રાસ આપતા હતા.

ડેવિડ હિંગસ્ટે આરોપ લગાવ્યો કે તેમના ભૂતપૂર્વ સહકાર્યકર ગ્રેગ શોર્ટ દિવસમાં છ વખત તેમની તરફ વળીને ગેસ છોડતા હતા.

તેમનું કહેવું છે કે સુપરવાઇઝર તેમને નોકરી માંથી કાઢી નાખવા માંગતા હતા, જેના માટે જ તેઓ આ હરકત કરતા હતા.

તેમણે આ બાબતને લઇને ગયા વર્ષે પોતાની કંપની ઉપર આશરે 90 લાખ રૂપિયાના વળતરનો દાવો કર્યો હતો, પરંતુ અદાલતે એવું કહીને કાઢી નાખ્યો કે આ બુલીંગ એટલે ડરાવવા ધમકાવવાનો કેસ નથી બનતો.

હિંગ્સ્ટને નિર્ણયને પડકાર આપ્યો છે, જેની ઉપર હવે શુક્રવારના રોજ નિર્ણય આવશે.

માનસિક પીડા :-

56 વર્ષના ડેવિડ હિંગસ્ટનું કહેવું છે કે તેમના ભૂતપૂર્વ સુપરવાઇઝરની હરકતને કારણે તેમને ઘણી ‘માનસિક પીડા’ ઉઠાવવી પડી હતી. તેમણે સમાચાર એજંસી ઓસ્ટ્રેલીયન એસોસીએટેડ પ્રેસને કહ્યું, હું દીવાલ તરફ મોઢું કરીને બેઠો હતો અને તે રૂમમાં ગેસ છોડીને જતો રહેતો હતો. તે ઓરડો ખૂબ જ નાનો હતો અને તેમાં કોઈ બારી પણ ન હતી.”

હિંગસ્ટ અનુસાર, તે દિવસ દરમિયાન પાંચ અથવા છ વખત આવું કરતો હતો.

જોકે કોર્ટેને આ આરોપોને માન્ય રાખ્યા ન હતા અને કહ્યું કે જો ક્યારેય એવું થયું પણ હોય તો તે કોઈ ઇરાદાપૂર્વક ન હતું.

ઘણા લોકો ખરેખરમાં આવું કરતા હશે અને આ વાંચ્યા પછી એ પોતે પણ મનમાં હસતા હશે પણ ખરેખર આવી હસવાની વાતો જે આપણને લગતી હોય એ ક્યારેક મોટુ સ્વરૂપ લે છે. આપણે વિચારી શકતા પણ નથી કે આ શું થઇ ગયું? માટે અપના મર્યાદામાં રહીને આવા કૃતો કરવા જોઈએ. ખાસ મિત્રો હોવા છતાં આવી બાબતો ક્યારેક વિખવાદનું કારણ બનતી હોય છે.

આવી હરકતો કરવામાં ઘણાને ખુબ મજા આવતી હોય છે પણ આવા સમયમાં સામેવાળા પર શું વીતે છે એ કોઈ જણાતું નથી. વધુ સમય સ્પ્રિંગ દબાયેલી રહેતા જયારે છટકે છે ત્યારે ખુબ માઠા પરિણામ ભોગવવાનો વારો આવે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.