પગની બળતરા દુર કરવાના આ છે રામબાણ નુસખા, રોજ વપરાતી ફક્ત એક વસ્તુ બંધ કરી પરિણામ જુઓ.

પગમાં બળતરા થવી સામાન્ય છે. તે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઇ શકે છે. બળતરા હળવી કે ઓછી પણ થઇ શકે છે. આ સમસ્યા તંત્રિકા તંત્રમાં નુકશાનને કારણે થાય છે. તે ઉપરાંત આ પ્રકારની સમસ્યા વિટામીન બી, ફોલિક એસીડ, થીમાઇન કે કેલ્શિયમની ખામી, એથલીટ ફૂટ, જીવાતનું કરડવું, ઈજા, ક્રોનીક કીડની રોગ વગેરેથી પણ થઇ શકે છે. ડોકટરી સારવાર ઉપરાંત અમે થોડા ઘરેલું ઉપાય અપનાવીને પણ તેનાથી છુટકારો મેળવી શકીએ છીએ.

આપણે બધાને ક્યારેકને ક્યારેક તો હાથ, પગ અને તળિયામાં બળતરા, ઝણઝણાટ કે કીડી કરડવા જેવો અનુભવ થાય છે. સામાન્ય રીતે લોકો તેને મોટી સમસ્યા નથી ગણતા કેમ કે તે જલ્દી જ ઠીક થઇ જાય છે. પરંતુ ઘણી વખત જો તમારા હાથ, પગ, પીઠ કે શરીરના બીજા અંગોમાં બળતરા અને ઝણઝણાટની તકલીફ હોય તો આ પરિસ્થિતિઓ થઇ શકે છે.

ઘણા લોકોના પગ કે હાથ સુન્ન થઇ જાય છે, તો તેને હાથ કે પગના ખોટા પડી જવા કહે છે. કોઈ ખાસ નસ ઉપર વધુ સમય સુધી દબાણ બનેલું રહેવાથી આવી એ બધી સમસ્યાઓ થઇ જાય છે. એટલા માટે તમે અંગોને થોડા હલાવો ચલાવો છો, તો થોડી વારમાં ઝણઝણાટ, ગલીગલી કે બળતરા ઠીક થઇ જાય છે. પરંતુ ઘણી વખત પરિસ્થિતિ ગંભીર બની જાય છે, ત્યારે તમારે ઈલાજની જરૂર પડે છે.

સરસીયાનું તેલ :-

આ એક કુદરતી ઔષધી છે. જે પગનું બળતરા માંથી છુટકારો અપાવવામાં ઘણું ફાયદાકારક છે. ૧ વાટકીમાં લગભગ ૨ ચમચી સરસીયાનું તેલ લો. હવે તેમાં ૨ ચમચી ઠંડુ પાણી કે ૧ બરફનો ટુકડો નાખો અને માલીશ કરો. અઠવાડિયામાં બે વખત આમ કરવાથી તમને ઘણી રાહત મળશે.

એપ્પલ સાઈડર વિનેગર :-

૧. સિરકા ન માત્ર શરીરના પીએચ સ્તરમાં સંતુલન રાખે છે, પરંતુ પગની બળતરા માંથી પણ છુટકારો અપાવવામાં અસરકારક છે. એક ગ્લાસ ગરમ પાણીમાં ૧-૨ મોટી ચમચી કાચું અને અનફિલ્ટર્ડ એપ્પલ સાઈડર વિનેગર ભેળવીને રાખો અને ધીમે ધીમે પીવો. તેનું સારું પરિણામ આવશે.

૨. એક ટબમાં ગરમ પાણી લઇને ૨ મોટી ચમચી એપ્પલ સાઈડર વિનેગર અને થોડું એવું સિંઘાલુ મીઠું નાખો પછી પગને તેમાં દુબાડો. દિવસમાં બે વખત ૨૦ મિનીટ માટે એમ કરવાથી આરામ મળશે.

હળદર :-

તેમાં પુષ્કળ પ્રમાણમાં કરકયુમીન હોય છે. જે આખા શરીરમાં લોહીના પ્રવાહ અને સંચારમાં સુધારો કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત હળદરમાં એંટી-ઈમ્ફ્લેમેંટરી ગુણ પણ હોય છે. જે પગની બળતરા અને દુ:ખાવાને દુર કરે છે. એક ગ્લાસ પાણીમાં ૧ ચમચી હળદર ભેળવીને પીવો. દિવસમાં બે વખત આ ઉપાયને અપનાવો. તે ઉપરાંત તમે હળદરની પેસ્ટ બનાવીને પગ ઉપર લેપ કરી શકો છો.

જેને પણ આવી બળતરા થતી હોય એ લોકો ૩ દિવસ માટે દૂધ બિલકુલ બંધ કરીને જુએ. તમને ખ્યાલ આવી જશે કે કેવો ફરક પડે છે. 90 ટકા કેસમાં જોવા મળ્યું છે કે દૂધ બંધ કરવાથી બળતરા આપો આપ ઘટી જાય છે કે બંધ થઇ જાય છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.