પહેલા પંજો નહિ, ગાય-વાછરડું કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ હતું, જાણો પંજાની એન્ટ્રી કેવી રીતે થઇ?

પહેલા પંજો નહિ ગાય-વાછરડું હતું કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન, લોકો ઇન્દિરાને ગાય અને સંજયને વાછરડું કહેવા લાગ્યા હતા. વાંચો આખો આ લેખ.

ચૂંટણી ચિહ્ન હંમેશાથી મહત્વ રહ્યું છે. ચૂંટણી ચિહ્નથી જ પાર્ટીની ઓળખાણ મળે છે. આ નિશાનોના બળ પર ઘણી વાર હાર જીત નક્કી હોય છે. આઝાદી પછી ઘણી પાર્ટીઓ બની. તેમને ચૂંટણી ચિહ્ન પણ મળ્યું. સમય વીતવાની સાથે પાર્ટીઓમાં વિભાજન થયું તો ચૂંટણી ચિહ્ન પણ બદલતા રહ્યા.

ભારતની સૌથી જૂની પાર્ટી ‘કોંગ્રેસ’ નો ચર્ચા થતા જ ‘હાથનો પંજો’ સામાન્ય રીતે પોતાનામાં ઉભરવા લાગ્યા, પણ શું તમે જાણો છો? કે ‘પંજો’ કોંગ્રેસને હંમેશાથી ચૂંટણી ચિહ્ન નહોતું. કોંગ્રેસના સવા સો વર્ષના ઈતિહાસમાં ચૂંટણી ચિહ્નને લઈને ઘણા પ્રયોગ કર્યા. આજે અમે તમને જણાવીશું કે આજે હાથના પંજા વાળી કોંગ્રેસનું પહેલું ચૂંટણી ચિહ્ન કયું હતું.

આઝાદી પછી 1952માં થયેલી પહેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ‘બે બળદની જોડી’ હતી, તો ભારતીય જનસંઘનો ‘દીપક’ અને પ્રજા સોશલીસ્ટ પાર્ટીની ‘ઝુપડી’. માન્યું કે સમય વીતવાની સાથે કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન ‘પંજો’ થઇ ગયો. તો જનસંઘથી ભાજપા બન્યા પછી ચૂંટણી ચિહ્ન ‘કમળ’ થઇ ગયું.

કોંગ્રેસની પહેલી ચૂંટણી આ જ ચિહ્ન પર પંડિત જવાહર લાલ નેહરુની અનુમતીમાં લડી અને સરકાર બનાવી. 1970-71 માં કોંગ્રેસમાં વિભાજન થયું. પાર્ટી અલગ થયેલા મોરારજી દેસાઈ, ચંદ્ર્ભાનું ગુપ્તાએ સંગઠન કોંગ્રેસ બનાવી. વિભાજીત થતા જ ચૂંટણી ચિહ્ન ‘બે બળદની જોડી’ વિવાદિત થઇ ગયો તો ચૂંટણી આયોગે તેને સીઝ કરી દીધો.

પછી ઇન્દિરા ગાંધી અનુમતી વાળી કોંગ્રેસનું ચૂંટણી ચીહ્ન મળ્યું ‘ગાય અને વાછરડું’, જયારે સંગઠન કોંગ્રેસનો ‘ચરખો’ ચૂંટણી ચિહ્ન મળ્યું. જુન 1975 માં દેશમાં કટોકટી લાગી. કટોકટીમાં જેલ ગયેલા વરિષ્ઠ નેતા કે.કે. શ્રીવાસ્તવ જણાવે છે કે તે દરમિયાન ઇન્દિરાના છોકરા સંજય ગાંધી પણ રાજનીતિમાં સક્રિય થઇ ચુક્યો હતો.

આપાતકાલ પૂર્ણ થયા પછી વર્ષ 1977માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટણી ચિહ્નને વિપક્ષી પાર્ટીઓએ મુદ્દો બનાવી લીધો અને ભાષણોમાં ઇન્દિરાને ગાય તથા સંજયને વાછરડું પણ કહેવા લાગ્યા હતા.

આ દરમિયાન ચૂંટણી આયોગે ગાય વાછરડાના ચિહ્નને પણ જપ્ત કરી લીધો. રાયબરેલીમાં કારમી હાર પછી સત્તાથી બહાર થયેલી કોંગ્રેસના હાલાત જોઇને પાર્ટી પ્રમુખ ઇન્દિરા ગાંધી ઘણા હેરાન થઈ ગયા. કહેવાય છે કે તકલીફની પરિસ્થિતિમાં શ્રીમતી ગાંધી તાત્કાલિક શંકરાચાર્ય સ્વામી ચન્દ્રશેખરેન્દ્ર સરસ્વતીના આશીર્વાદ લેવા પહોચ્યા.

ઇન્દિરા ગાંધીની વાત સાંભળ્યા પછી પહેલા તો શંકરાચાર્ય શાંત થઇ ગયા પણ થોડી વાર પછી તેમણે પોતાનો ડાબો હાથ ઉઠાવીને આશીર્વાદ આપ્યા તથા ‘હાથનો પંજો’ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન બન્યું. તે સમયે આંધ્ર પ્રદેશ સહિત ચાર રાજ્યોની ચૂંટણી થવાની હતી.

શ્રીમતી ગાંધી એ તે જ સમયે કોંગ્રેસ આઈની સ્થાપના કરી અને આયોગને જણાવ્યું કે હવે પાર્ટીનું ચૂંટણી ચિહ્ન નિશાન પંજો હશે. તે ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી, જ્યોતિષ પર વિશ્વાસ રાખવા વાળા લોકો માને છે કે તે જીત નવું ચૂંટણી ચિહ્ન ‘પંજા’ નો કમાલ છે.