પહેલી વાર હિમાચલમાં સફરજનની જગ્યાએ નાસપતી ચમકી, કોરોનામાં પણ મળ્યા ઉત્તમ ભાવ, ઉત્પાદકો થયા રાજી.

હિમાચલમાં પહેલી વાર સફરજનની સખામણીમાં નાસપતી ચમકી, કોરોના સંકટમાં ઉત્તમ ભાવ મળવાથી ઉત્પાદકોને લીલા લહેર

હાલના સમયગાળામાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલી રહ્યો છે, તેથી દરેક ધંધા ઉદ્યોગ ઉપર તેની અસર જોવા મળી રહી છે, પરંતુ આ ધંધા ઉપર તેની સારી અસર જોવા મળી છે.

કોરોના રોગચાળા વચ્ચે નાશપાતી સફરજન કરતા મોંઘી વેચાય રહી છે. એવું પહેલી વાર બન્યું કે સફરજન કરતા માળીઓને નાશપાતીનો વધુ સારો ભાવ મળી રહ્યો છે.

રોગચાળાની વચ્ચે નાશપાતી સફરજન કરતા મોંઘા વેચાય રહ્યા છે. આવું પહેલી વાર બન્યું છે કે સફરજન કરતા માળીઓને નાશપાતીના વધુ સારા ભાવ મળી રહ્યા છે. શાક માર્કેટ ટાકોલી, બંજાર, બાલીચોકી, ભુંતર, બંદરોલ, બગસ્યાડ, છતરી સહીત દરેક જગ્યાએ નાશપાતી રૂ. 140 થી 150 પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે, જ્યારે એ ગ્રેડ નાશપાતીના 20 કિલોના બોક્સ 1800 થી 2200 રૂપિયા સુધી વેચાઇ રહ્યા છે.

બી ગ્રેડ નાશપાતી રૂપિયા 80 થી 100 રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યા છે. નાશપાતીના ભાવોએ જૂના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. માળીઓની મહેનતનું ફળ મળી રહ્યું છે.

ગયા વર્ષે સિઝનની શરૂઆતમાં નાશપાતીના ભાવ 40 થી 50 રૂપિયા હતો પરંતુ આ વર્ષે ભાવ બમણો થઇ ગયો છે. માર્કેટમાં 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો સફરજન વેચાઇ રહ્યા છે અને ઉત્તમ ક્વોલિટીના સફરજનના બોક્સ 2000 રૂપિયામાં વેચાય છે. જિલ્લામાં સરાજ, નાચન, કારસોગ સહિતના અન્ય વિસ્તારોમાં નાશપાતીનો પાક તૈયાર છે. માળીઓએ તોડવાનું પણ શરૂ કરી દીધું છે. વિવિધ માર્કેટોમાં દરરોજ નાશપાતી ભરેલી જીપો પહોચી રહી છે. ફળ જોઈને ભાવ મળી રહ્યા છે.

800 થી 2200 માં વેચાઈ રહ્યા છે એ-ગ્રેડ નાશપાતીના બોક્સ

જિલ્લા સહિત અન્ય રાજ્યોની માર્કેટોમાં એ ગ્રેડ નાશપાતીના 20 કિલો પ્રતિ બોક્સ 1800 થી 2200 રૂપિયા સુધી વેચાઇ રહ્યા છે, જ્યારે બી ગ્રેડના 20 કિલોના બોક્સ 1300 થી 1500 રૂપિયાની વચ્ચે. સામાન્ય રીતે નાશપાતી સીઝન જુલાઈના છેલ્લા પખવાડિયામાં ટોચ ઉપર હોય છે. આ વખતે મજૂરીના અભાવે, માળીઓએ જાતે જ સ્થાનિક મજૂરોની મદદથી નાશપાતી તોડવાનું કામ શરુ કર્યું છે.

પાક ઓછો છે, ભાવ સારા મળી રહ્યા છે

આ વખતે જિલ્લામાં નાશપાતીનો પાક ઓછો છે. પહેલાં એક ઝાડમાંથી જ્યાં નાશપાતીના બે ક્રેટ્ નીકળતા હતા, જે હવે મર્યાદિત છે. કરાવૃષ્ટિથી પાકને અસર થઈ છે. તેથી પાકના ભાવો પૂરા મળી રહ્યા છે. તેનાથી માળીઓનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે.

અન્ય રાજ્યોમાં નાશપતીની માંગમાં વધારો

આ વર્ષે નાશપાતીનો પાક ઓછો છે. માંગ વધુ હોવાને કારણે સારા ભાવ મળી રહ્યા છે. દરરોજ માર્કેટોમાં ઘણી જીપગાડીઓ પહોંચી રહી છે. અન્ય રાજ્યોમાં નાશપતીની વધુ માંગ રહે છે. ભાવ પણ સારા મળી રહ્યા છે. -ચંદ્રમણિ પ્રધાન શાકભાજી બજાર ટકોલી.

કરાના વાવાઝોડાથી પાક અસરગ્રસ્ત

નાશપાતી સીઝન શરૂ થઈ ગઈ છે. માળીઓ તોડવાના કામમાં લાગી ગયા છે. આ વખતે પાકને કરાના વાવાઝોડાની અસર થઈ છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.