કોરોના વાયરસ લેટેસ્ટ લક્ષણ : ઝણઝણાટી સાથે હાથમાં દુઃખાવો થાય તે કોરોના વાયરસનું નવું લક્ષણ.

કોરોના વાયરસનું નવું લક્ષણ આવ્યું સામે, જો ઝણઝણાટી સાથે થાય હાથમાં દુઃખાવો, તો હોઈ શકે છે કોરોના

વર્ષ 2019 માં ચીનના વુહાન શહેરથી શરુ થયેલા કોરોના વાયરસ માટે દરેક દિવસે એક નવી વાત સામે આવી રહી છે. અત્યાર સુધી આ જીવલેણ વાયરસે આખી દુનિયામાં 3,25,000 લોકોનો જીવ લઇ લીધા છે. આ મહામારીની શરૂઆતમાં WHO એ તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ કોરોના વાયરસના મુખ્ય લક્ષણ રૂપે લિસ્ટ બનાવ્યું હતું. જેમાં કેટલાક સમય પહેલા જ સુગંધ અને સ્વાદનું ના આવવું, જેવા લક્ષણોને પણ સમાવેશ કરવામાં આવ્યો. હવે લેટેસ્ટ રિપોર્ટમાં કોરોના વાયરસનું નવું લક્ષણ સામે આવ્યું છે. આ રિપોર્ટ પ્રમાણે, જો તમને હાથમાં દુ:ખાવો કે ઝણઝણાટી મહેસુસ થઇ રહી છે, તો કોરોના વાયરસનું શરૂઆતનું લક્ષણ પણ હોઈ શકે છે.

Express .co. uk ની રીપોર્ટ પ્રમાણે, ઈગ્લેન્ડમાં કોરોના વાયરસના કેટલાક દર્દીને હાથમાં ઝણઝણાટી સાથે દુઃખાવો પણ મહેસુસ થયો હતો, જયારે કેટલાક દર્દીનું કહેવું હતું કે તેમની ચામડી પર વીજળીના કરંટ જેવું મહેસુસ થયું અને શરીરમાં ઝણઝણાટી, ત્યાં સુધી કે એક દર્દીએ ખુલાસો કર્યો કે હાથમાં ઝણઝણાટી તેમનું કોરોના વાયરસનું સૌથી પહેલું લક્ષણ હતું.

ન્યુયોર્ક માં માઉન્ટ સિનાઈ ડાઉનટાઉનમાં સંક્રમણની રોકથામ અને નિયંત્રણના નિર્દેશક ડો. વાલિદ જાવેદના જણાવ્યા પ્રમાણે, આ લક્ષણ સંક્રમણ પ્રત્યે રોગ પ્રતિકારક શક્તિને પ્રતિક્રિયાને કારણે હોય છે. તેમણે જણાવ્યું કે “એક વ્યાપક રોગ પ્રતિકારક શક્તિ પ્રતિક્રિયા છે, જે આ સમયે કોરોના વાયરસના દર્દીની સાથે થઇ રહી છે. વાયરસના શરીરમાં ઘુસતા જ આપણી પ્રતિરક્ષા કોશિકાઓ સક્રિય થઇ જાય છે, જેનાથી શરીરમાં ઘણા પ્રકારના રસાયણો નીકળે છે. જેનાથી ઝણઝણાટી જેવું મહેસુસ થાય છે. મેં બીજી બીમારીઓ સાથે પહેલા પણ આ રીતના અનુભવો વિષે સાંભળ્યું છે.

પૈરાથીસિયા

આ નવા લક્ષણનું નામ છે પૈરાથીસિયા છે, આમાં સોય કે પિન ઘોચાય એવી પીડા મહેસુસ થાય છે, ડાયાબિટીસ અને ઓટોઈમ્યુન કન્ડિશન વાળા લોકો આ રીતની પીડા મહેસુસ કરવાની વધુ શક્યતા છે. આ લક્ષણ પાછળનું કારણ જણાવવું મુશ્કેલ છે, પરંતુ વિશેષજ્ઞોનું માનવું છે કે આવી સ્થિતિ હંમેશા તંત્રિકાઓ ઉપર દબાણ કે પછી ખરાબ બ્લડ સર્ક્યુલેશને કારણે થાય છે.

કોરોના વાયરસના બીજા લક્ષણ

તાવ

શ્વાસ લેવામાં તકલીફ

ખાંસી

માંસપેશીમાં દુઃખાવો

ધ્રુજારી

ગાળામાં ખારાશ

સ્વાદ અને સુગંધનું મહેસુસ ના થવું.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.