ભીખ માંગી રહ્યો હતો વ્યક્તિ, તો મહિલાએ રાખી લીધો નોકરી પર પરંતુ બે અઠવાડિયા પછી…

અમેરિકાના મિનિસોટામાં રહેતી એક મહિલા તાજેતરમાં જ સોશિયલ મીડિયા ઉપર એક એક્સપિરીયન્સ શેર કર્યો છે. જે જાણીને કોઈને પણ આશ્ચર્ય થશે.

અમેરિકાના મિનિસોટામાં કેફે ચલાવનાર મહિલા સાથે એક ચોંકાવનારી ઘટના બને છે, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્ય પામશો. ખરેખર, સ્ત્રીએ એક વ્યક્તિને નોકરી ઉપર રાખ્યો હતો, પછી બે અઠવાડિયા પછી આ વ્યક્તિએ કંઈક એવું કર્યું. જેથી કરીને આ સ્ત્રી આશ્ચર્ય પામી ગઈ.

મિનિઆપોલિસ શહેરમાં રહેવા વાળી સેસિયા અબીગેલ નામની આ સ્ત્રી એક કાફે ચલાવે છે. જેમાં નાનો એવો સ્ટાફ કામ કરે છે. વાસ્તવમાં સેસિયા નામની આ મહિલાનું કેફે ખૂબ મોટુ નથી અને તે વધારે પૈસા ઉભા નથી કરી શકતી, એ કારણથી તેણે એક નાનો એવો સ્ટાફ રાખ્યો છે.

તે વર્ષ 2016 ની વાત છે. જ્યારે આ કેફેમાં એક માણસ આવ્યો અને સેસિયા પાસે થોડા પૈસા માગવા લાગ્યો અને કહ્યું કે તે બેઘર છે અને તેની પાસે ખાવાના પણ પૈસા નથી. માર્કસ નામના આ વ્યકિતએ મહિલાને કહ્યું છે કે તેનો ગુનાહિત ઈતિહાસ છે અને તેના કારણે તેને કોઈ નોકરી ઉપર નથી રાખતા અને તેને કારણે તેની પાસે ખાવા અને રહેવાના પૈસા નથી.

તેના જવાબમાં મહિલાએ તેને કહ્યું કે તે તેને પૈસા નથી આપી શકતી કારણ કે તે ખૂબ મહેનતથી આવે છે, પરંતુ મહિલાએ તેને નોકરીની ઓફર આપી, જેનાથી તે વ્યકિત ખુશ થઇ ગયો અને બોલ્યો કે તે ખાવા માટે કાંઈ પણ કરી શકે છે. આ વ્યકિતનો ગુનાહિત ઈતિહાસ હોવા છતાં પણ મહિલાએ તેને નોકરી ઉપર રાખવાનું જોખમ લીધું.

બે અઠવાડિયા પસાર થયા પછી આ મહિલાએ માર્કસને તેના કામનું મહેનતાણું આપવાનું નક્કી કર્યું અને જ્યારે સેસિયા તેને પૈસા આપવા ગઈ તો તે વ્યક્તિએ કંઈક એવું કામ કર્યું. જેનાથી તે આશ્ચર્ય પામી ગઈ. ખરેખર જ્યારે મહિલાએ માર્કેસને પૈસા આપ્યા તો તેણે તરત જઈને સેસિયાના કેફેમાં તે પૈસા આપીને ખાવાનું ખરીદી લીધું. આ જોઈને સેસિયા ખૂબ જ ભાવુક થઈ ગઈ અને તેને સમજાયું કે તેમનો નિર્ણય એકદમ બરાબર હતો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.