પાકિસ્તાનના નાગરિકે જણાવી આંખે જોયેલી ઘટના, કહ્યું પેરાશૂટથી પડતા જ નષ્ટ કરી દીધો નકશો અને ખાવા લાગ્યા દસ્તાવેજ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેંશનનું વાતાવરણ સતત બનેલું છે. આ તણાવ પૂરું થવાનું નામ નથી લઇ રહ્યું. પુલવામા હુમલા પછી જ્યારથી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલકોટમાં આવેલા આતંકી સંગઠનોનો ખાત્મો કર્યો છે, ત્યારથી પાકિસ્તાન બોખલાય ગયું છે. પાકિસ્તાને ગુરુવારે સવારે એક વાર ફરી ઉલ્લંઘન કરી ગોળીબાર કર્યો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ ગોળીબારનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો.

તેમજ બુધવારની સવારે ભારતીય સીમામાં એક પાકિસ્તાની લડાકુ વિમાન F-16 ઘુસી આવ્યું હતું. જેને ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યું હતું. જો કે આ લડાઈમાં ભારતે પણ પોતાનું એક લડાકુ વિમાન ગુમાવવું પડ્યું હતું. અને ભારતીય વાયુસેનાના એક પાયલટ અભિનંદન વર્થમાન પાકિસ્તાનના કબ્જામાં આવી ગયા હતા. પહેલા તો પાકિસ્તાન કોઈ પણ સ્થિતિમાં અભિનંદનને છોડવા માટે તૈયાર હતું નહિ.

તે અભિનંદનને છોડવા માટે ભારત સામે અલગ અલગ પ્રકારની શરત મૂકતું હતું. પણ પાછળથી ભારતના કડક વલણ પછી પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને અભિનંદન વર્થમાનને છોડવાનું એલાન કર્યુ હતું. આજે બપોરે વિંગ કમાન્ડર અભિનંદન ઈજ્જત સાથે પોતાના વતન ભારત પાછા આવશે.

કેદમાં આવતા પહેલા દેખાડી બહાદુરી :

પાકિસ્તાનીઓના કબ્જામાં રહેવા છતાં વિંગ કમાન્ડરે બહાદુરીથી પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. એમનો પાકિસ્તાની મેજર સાથે વાતચીતનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં તે બહાદુરી સાથે આંખો માં આંખ નાખીને મેજરના એક એક સવાલનો જવાબ આપી રહ્યા હતા.

તમે એ જાણીને ચકિત થઇ જશો કે ફક્ત કેદી બન્યા પછી જ નહિ, પણ કેદી બનવાના પહેલા પણ એમણે પોતાની બહાદુરી દેખાડી હતી. પાકિસ્તાનના એક સાક્ષીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાની કેદમાં આવ્યા પહેલા એમણે પોતાની પાસે રહેલા નકશા અને પુરાવા નષ્ટ કરી દીધા હતા.

નષ્ટ કર્યા બધા જરૂરી દસ્તાવેજ :

પાકિસ્તાનના એક સાક્ષી મોહમ્મદ રજ્જાકના જણાવ્યા અનુસાર એમના ઘર હોરા ગામ, મુજફ્ફરાબાદ (જે LOC થી લગભગ 7 કિલોમીટર દૂર છે) થી લગભગ 1 કિલોમીટર દૂર એક પ્લેન ક્રેશ થયું. ત્યાં એમણે એક પાયલટને પેરાશૂટથી નીચે કુદતા જોયા, જેને પાકિસ્તાની યુવકોએ ઘેરી લીધા હતા. પાયલટ દ્વારા જગ્યા પૂછવા પર એમણે ભારત હોવાનું જણાવ્યું, ત્યારબાદ પાયલટ ભારતના સમર્થનમાં નારા લગાવવા લાગ્યા.

આ સાંભળી પાકિસ્તાની યુવકો ગુસ્સે થયા અને એમણે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવાના શરુ કરી દીધા. મોહમ્મદ રજ્જાકે કહ્યું કે, “પોતાને પાકિસ્તાનીઓ વચ્ચે ફસાયેલા જોઈને ભારતીય પાયલટે દોડ લગાવી. તે લગભગ અડધો કિલોમીટર સુધી ભાગ્યા. ત્યારબાદ યુવકોએ પાયલટને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યુ પણ એની કોઈ અસર થઇ નહિ. ત્યારબાદ પાયલટે તળાવમાં કૂદકો માર્યો.”

“ત્યાં એમણે પોતાના ખીસા માંથી થોડા નકશા અને દસ્તાવેજ કાઢ્યા અને એને પાણીમાં એને નષ્ટ કરી દીધા. એમણે થોડા દસ્તાવેજ ખાવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ પાકિસ્તાની યુવકોએ એમને પકડીને મારપીટ કરવાનું શરુ કરી દીધું.” આ વાતની જાણકારી રજ્જાકે તરત મીડિયાને આપી. ત્યારબાદ આર્મીના ઓફિસર પાયલટને લઇ ગયા.