પાકિસ્તાનીઓએ જ કરી હતી પીટાઈ જે F-16 લઈને ભારતમાં ઘુસ્યો હતો તે પાકિસ્તાની પાઇલટનું મૃત્યુ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવથી તો તમે સારી રીતે માહિતગાર છો. પુલવામામાં થયેલા હુમલા પછી આ સ્થિતિ બની છે. એ ઉપરાંત પાકિસ્તાને ભારતીય સીમામાં પોતાના F 16 ફાયટર જેટ મોકલ્યા હતા. જેની સામે લડવા ભારતીય વાયુસેના માંથી અભિનંદન ગયા હતા. તેમણે એ ફાયટર જેટને તોડી પાડયું હતું, પણ એમનું જેટ પણ ક્રેશ થતા તે પાકિસ્તાની સીમમાં પહોચી ગયા હતા.

ત્યારબાદ પાકિસ્તાની સેનાએ એમને કેદી બનાવી લીધા હતા. અને ભારતના દબાણ અને કડક વલણને કારણે આખરે પાકિસ્તાને એમને છોડવા પડયા હતા. આ ઘટના તો તમે સારી રીતે જાણો છો. પણ પાકિસ્તાનના પાયલટનું શું થયું એ તમને નહિ ખબર હોય. આજે અમે તમને એની માહિતી આપીશું. એ જાણીને તમને પણ થશે કે પાકિસ્તાનમાં સ્થિતિ વધારે સારી નથી.

મિત્રો, પાકિસ્તાને ભલે ભારતના દબાણમાં આવીને અભિનંદનને સોંપી દીધો છે. પરંતુ, તેના જ નાગરિકોએ પોતાના જ એરર્ફોસના પાયલટ શાહજુદ્દીનને ભારતીય પાયલટ સમજીને મારી નાખ્યો છે. બંને પાયલટમાં ઘણી સમાનતાઓ હતી. બંને પોતાની દેશની સેવા માટે કર્તવ્યનું પાલન કરી રહ્યા હતા. પરંતુ તેમના માંથી એકની પોતાના વતનમાં વાપસી થઈ, તો એકની પોતાના જ વતનના લોકોએ હત્યા કરી દીધી.

જેવી રીતે વિંગ કમાન્ડર અભિનંદનની વર્તમાન પેઢીઓ વાયુસેનામાં પોતાની સેવા આપી રહી છે, એવી જ રીતે શાહજુદ્દીનના પરિવારજનો પણ પાકિસ્તાનની વાયુસેનામાં પોતાની સેવા આપી રહ્યા છે. શાહજુદ્દીનના પિતા વસીમુદ્દીન પાકિસ્તાન એરફોર્સમાં એર માર્શલ છે, જેમણે એફ 16 અને મીરાજની ઉડાન કરી છે.

૨૭ ફેબ્રુઆરીએ ભારતમાં હુમલો કરવાની ઈચ્છાથી ઘુસેલા પાકિસ્તાની વાયુસેનાના વિમાનને ભારતે ભગાડી મુક્યા હતા. આ જ દરમિયાન ભારતે એમના એક એફ 16 વિમાનને તોડી નાખ્યું. એફ 16 ઉડાવી રહેલા શાહજુદ્દીને પેરાસુટની મદદથી પીઓકેમાં સફળતાપૂર્વક ઉતરી કર્યુ હતું. તો ત્યાંના લોકોએ ભારતીય વાયુસેનાના પાઇલટ સમજીએ એમની પર હુમલો કરી દીધો, એમને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કર્યા. પરંતુ તેઓ જીવનની લડાઈમાં હારી ગયા.

આ રીતે પાકિસ્તાનના જ લોકને કારણે એમના પોતાના પાયલટે પોતાનો જીવ ગુમાવવો પડયો હતો. જે ઘણી શરમ જનક વાત કહેવાય. તેમજ એવા સમાચાર આવ્યા છે કે અમેરિકાએ પાકિસ્તાનને આપેલા ફાયટર જેટ તે પાછા લઈ રહ્યા છે. કારણ કે પાકિસ્તાનને એમના દ્વારા જણાવેલા નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.