ન્યૂડ ફોટોને લઈને ચર્ચામાં છે આ પાકિસ્તાની પૉપ સિંગર, પીએમ મોદીને પણ આપી ચુકી છે ધમકી

થોડા સમય પહેલા પીએમ નરેન્દ્ર મોદીને ધમકી આપવાવાળી રબી પીરઝાદા એકવાર ફરી હેડલાઈનમાં આવી છે. પણ આ વખતે તે કોઈ ધમકી નહિ પણ પોતાના અમુક ઇંટીમેટ (ન્યૂડ) ફોટા અને વિડીયોને કારણે હેડલાઈનમાં આવી છે. જોકે હાલમાં એવી કોઈ ખરાઈ નથી થઈ કે એ ફોટા અને વિડીયો એના છે કે નહિ. પણ પાકિસ્તાનના સોશિયલ મીડિયા યુઝર્સ એ ફોટા અને વિડીયો રબીના છે એવું જણાવતા એને શેયર ન કરવાની વિનંતી કરી રહ્યાં છે.

હકીકતમાં રબી પીરઝાદા એક પાકિસ્તાની પૉપ સિંગર છે. તે હાલમાં ન્યૂડ ફોટા અને વિડીયોના સોશિયલ મીડિયા પર લીક થવાને લીધે હેડલાઈનમાં છે. એક તરફ જ્યાં એના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સ વિડીયો અને ફોટાને વાયરલ ન કરવાની વિનંતી કરી રહ્યા છે.

પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સ ટ્વીટર પર તમામ રીતનો દાવો કરી રહ્યાં છે. મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે, પાકિસ્તાની આર્મી પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરના આઈટમ સોન્ગ વિરુદ્ધ બોલવા પર, જયારે રબીએ એમની આલોચના કરી હતી એ પછી તે વિડીયો લીક થયા છે.

જણાવી દઈએ કે, એવું પહેલી વાર નથી થયું જયારે રબી પીરઝાદા હેડલાઈનમાં છે. આ પહેલા પણ રબી એ સમયે હેડલાઈનમાં આવી હતી, જયારે એણે પીએમ મોદીને ધમકી આપી હતી. રબીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેયર કરીને પીએમ મોદીની તુલના એડોલ્ફ હિટલર સાથે કરી હતી. એ ફોટામાં તેણે વિસ્ફોટકથી સજ્જ એક જેકેટ પહેર્યું હતું.

જાણકારી માટે જણાવી દઈએ કે, એડોલ્ફ હિટલર સાથે તુલના કર્યા સિવાય પણ એકવાર સપ્ટેમ્બરમાં રબીએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો. એ વિડીયોમાં રબી સાંપ, અજગર અને એક મગર સાથે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધમકી આપતા દેખાઈ હતી. એક તરફ અહીં ભારતીય સોશિયલ મીડિયા યુઝરે એને બરાબરની ટ્રોલ કરી હતી, તો પાકિસ્તાની સરકારે પણ એને નોટિસ આપી હતી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.