આયર્ન અને પ્રોટીન થી ભરપુર સુપર પંજાબી ટેસ્ટી રેસીપી પાલક પનીર બનાવતા શીખો ક્લિક કરો

 

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં આજે આપણે બનાવીશું પાલક પનીર. આ શાકમાં આયર્ન અને પ્રોટીન ખુબ વધુ પ્રમાણમાં હોય છે અને તે ખુબ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ બહુ સરળ છે. તો ચાલો બનાવીએ પાલક પનીર.

સૌથી નીચે તમે તે વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

1/2 ચમચી જીરું

સ્વાદ અનુસાર મીઠું

પા ચમચી ગરમ મસાલો

પા ચમચી હળદળ

1/2 ચમચી ઘણા પાઉડર

1 ચમચી લસણ- આદુની પેસ્ટ

2 લીલા મરચા કાપી નાખવા

1/2 લીંબુનો રસ

1 ચમચી ચણા નો લોટ

100 ગ્રામ પનીર ના ટુકડા

5-6 ચમચી તેલ

2 ટામેટા (નાના ટુકડા કરવા)

1 મોટી ડુંગરી (નાના ટુકડા કરવા)

કોથમીર

250 ગ્રામ પાલકની ભાજી

પાણી જરૂર મુજબ

રીત

સૌપ્રથમ પાલક, કોથમીર અને લીલા મરચા બાફી લેવાના છે તેને 5 થી 7 મિનિટ સ્ટીમ થવા દઈશું. 7 મિનિટ પુરી થયા પછી તેને ઠંડી કરવા મૂકી દેશું અને જયારે ઠંડુ થઇ જાય ત્યાર બાદ તેને મીક્ષરમાં ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરી લેવું.

એક વાસણ લઇ તેમાં થોડું તેલ નાખી ને પનીર ને સાંતળી લેવાનું છે. પનીર સાંતળી ગયા બાદ તેમાંથી પનીર કાઢીને તે વાસણમાં જે બાકીનું તેલ બચ્યું છે તેને નાખી ગરમ થવા દો પછી તેમાં જીરું ઉમેરી દેવાનું અને તેને સારી રીતે હલાવી નાખો. ચણાનો લોટ અને હળદળ મિક્ષ કરી હલાવી દો. ત્યારબાદ ડુંગળી નાખી તેને સાંતળી લેવાની. તેમાં મીઠું, આદુ-મરચા પેસ્ટ નાખી દો અને જ્યાં સુધી ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું. તેમાં ટામેટા નાખી તેને 1 થી 2 મિનિટ હલાવતા રહો .

ત્યારબાદ તેમાં ક્રશ કરેલી પાલક નાખો અને તેને સારી રીતે હલાવી લેવાનું છે. ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ , ગરમ મસાલો અને ધાણા પાઉડર ઉમેરી દેવાનું છે. અને તેને 2-3 મિનિટ માટે ગરમ થવા દઈશું. ગરમ થયા બાદ તેમાં પનીર નાખી દો. તેને ધીરેથી હલાવી ફરી તેને 2-3 મિનિટ તેના ઉપર કંઈક ઢાંકીને તેને ગરમ થવા દઈશું. હવે તમારી પાલક પનીર તૈયાર છે.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

વિડિઓ :