મોટામાં મોટા રોગનો ઈલાજ છે આયુર્વેદ ની પંચકર્મ ચિકિત્સા, સંપૂર્ણ જાણકારી

મોટામાં મોટા રોગનો ઈલાજ છે આયુર્વેદમાં પંચકર્મ સારવાર જાણો સંપૂર્ણ જાણકારી !!

શું છે આયુર્વેદ ની પંચકર્મ સારવાર?

આયુર્વેદ સારવાર પદ્ધતિનો વિકાસ હજારો વર્ષના અભ્યાસ પછી થયેલ છે. આચાર્ય, ચરક, સુશ્રુત, વાગભટ્ટ જેવા ઘણા મોટા આયુર્વેદ વિદ્વાનોએ હજારો વર્ષ સુધી આયુર્વેદ સારવાર પદ્ધતિ થી ઘણા લોકોનો ઉપચાર કરેલ છે અને કરોડો લોકો ઉપર કરવામાં આવેલ સારવાર ના અનુભવ થી આયુર્વેદ સારવાર શાસ્ત્રના મૂળ સિદ્ધાંત નું નિર્માણ કરેલ છે. આયુર્વેદ માત્ર સારવાર પદ્ધતિ જ નથી, આયુર્વેદ નો અર્થ છે જીવન જીવવાની સાચી રિત. આયુર્વેદ શાસ્ત્ર માં અનેક ગંભીર રોગો ની સારવાર સાથે સાથે દિવસે દિવસે જીવનમાં આપણા આરોગ્યનું રક્ષણ માટે કેવી રીતે આહાર વિહાર કરવો જોઈએ તેનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવેલ છે.

આયુર્વેદમાં શરીરની શુદ્ધિ માટે પંચકર્મ સારવાર નું વર્ણન કરવામાં આવેલ છે. આયુર્વેદના સિદ્ધાંત મુજબ શરીરને સ્વસ્થ રાખવા માટે વાત, પિત્ત અને કફ આ ત્રણ દોષ ને સંતુલિત રહેવું જરૂરી છે. તેમાંથી કોઈપણ એક દોષનું પણ અસંતુલિત હોવાથી શરીરમાં ઝેરીલા રોગકારક તત્વ આમ નું નિર્માણ થવાથી શરીર બીમાર પડી શકે છે. પંચકર્મ સારવારથી શરીરનું શોધન કરીને ત્રણ દોષને સંતુલિત કરવામાં આવે છે અને ઝેરીલા તત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે.

પંચકર્મ સારવારમાં વમન, વિરેચન, નસ્ય, બસ્તી અને રક્તમોક્ષણ આ પાંચ ક્રિયાઓનો સમાવેશ થાય છે. પંચકર્મ કર્તા પહેલા સ્નેહન અને સ્વેદન આ બે પૂર્વકર્મ કરવામાં આવે છે.

સ્નેહન – જે કર્મથી શરીરમાં સ્નીગ્ધતા, મૃદુતા અને દ્ર્વતા બને છે તેને સ્નેહન કહેવામાં આવે છે. સ્નેહન પૂર્વકર્મમાં ઔષધી યુક્ત તેલ કે ઘી થી શરીરનું માલીશ કરવામાં આવે છે. ક્યારે ક્યારે સ્નેહન કરવા માટે ઘી કે ગળી વસ્તુ ખવરાવવા કે પીવરાવવામાં પણ આવે છે. સ્નેહન કરવાથી શરીર પુષ્ઠ અને મજબુત બને છે અને પંચકર્મ સહન કરવા યોગ્ય બને છે.

સ્વેદન – જે પ્રક્રિયામાં શરીરમાં થી સ્વેદ નીકળે છે તેને સ્વેદન કર્મ કહે છે. સ્નેહન કર્યા પછી ઔષધીયુક્ત પાણીની વરાળ, ગરમ કપડા, પથ્થર કે રેતી થી ગરમી આપીને શરીરને સ્વેદન કરવામાં આવે છે.

પંચકર્મ કરવાથી દોષ / આમ સરળતાથી પંચકર્મ કરીને બહાર નીકળી જાય છે.

વમન – જે પ્રક્રિયામાં કુદરતી દોષ (પિત્ત અને કફ) આમાશય માંથી બહાર ઉલટી દ્વારા બહાર કાઢવામાં આવે છે તેને વમન કહે છે. વમન પંચકર્મમાં ખાસ વિધિ પછી મદનફળ વગેરે ઔષધી આપીને વ્યક્તિને ઉલટી કરાવવામાં આવે છે. અંતવિશ જે આમાશય શરીર સ્ત્રોતસ અને કોશિકાઓ માંથી સંચિત મળને વમન ક્રિયા દ્વારા કાઢવામાં આવે છે. દમ, અપસ્માર, મોટાપો, અમ્લપિત્ત, હ્રદય રોગ જેવા અનેક રોગમાં વમન સારવાર લાભદાયક છે.

વિરેચન – કુદરતી દોષ, વિશેષત : પિત્ત દોષને ગુદા દ્વારા બહાર કાઢવાને વિરેચન કહે છે, વિરેચન દ્વારા કુદરતી દોષ નું નીર્હરણ માત્ર intestine કે ગુદા માર્ગથી નથી થતું પણ સંપૂર્ણ શરીરમાંથી થાય છે. કુષ્ઠ, અર્શ, ભગંદર,અરુચિ, યોની દોષ અને સ્તન દોષ જેવા અનેક રોગમાં વિરેચન સારવાર થી લાભ થાય છે.

વસ્તી – વસ્તી સારવાર પ્રક્રિયામાં ઔષધ યુક્ત તેલ અથવા કવાથ ગુદામાર્ગ, મૂત્રમાર્ગમાંથી વિશેષ યંત્ર દ્વારા પ્રવિષ્ઠ કરવામાં આવે છે. વસ્તી નો ઉપયોગ માથાથી પગ સુધી તમામ રોગો માં કરવામાં આવે છે. વસ્તી સારવારનો ઉપયોગ આમવાત, સંધીવાત, મધુમેહ, પક્ષઘાત, કબજીયાત જેવા અનેક રોગીઓમાં સફળતાપૂર્વક કરવામાં આવે છે.

નસ્ય – ઔષધી યુક્ત સ્નેહ, ચૂર્ણ ને નાસા માર્ગથી આપવાની ક્રિયાને નસ્ય કર્મ કહે છે. નાક ને માથા દ્વારા સમજવામાં આવે છે અને તે રસ્તેથી આપવામાં આવતી દવા સંપૂર્ણ શરીર ઉપર કામ કરે છે. શીરોરોગ, માથાનો દુખાવો, માઈગ્રેન, અજીર્ણ, સાઈનોસાઈટીસ વગેરે અનેક રોગમાં નસ્ય ક્રિયા કરવામાં આવે છે.

રક્તમોક્ષણ – દુષિત લોહીને શરીરમાંથી બહાર કાઢવાની રિત ને રક્ત મોક્ષણ કહે છે. શસ્ત્ર કે જળો ના ઉપયોગ કરીને દુષિત લોહી શરીરમાંથી બહાર નીકળી જાય છે. ત્વચા રોગ, રક્ત વાહિની રોગમાં તેનાથી લાભ થાય છે.

આજકાલ માણસ ના જીવનમાં મોટાભાગે યાંત્રિક બનતો જાય છે. વધુ પડતા ઝડપી જીવનમાં માનવનો આહાર વિહારમાં અનિયમિતતા આવી ગયેલ છે. જેવી રીતે સમય સમયે કાર કે સાયકલ જેવા કે સાધનો ને સારી રીતે ચાલવા માટે સર્વિસ ની જરૂર રહે છે તેવી રીતે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરને પંચકર્મ દ્વારા શુદ્ધિ પણ જરૂરી છે.