પપૈયું કરે છે અનેક બીમારીઓનો ઝડપી ઈલાજ.

પપૈયું એક એવું મીઠું ફળ છે, જે સસ્તું અને દરેક જગ્યાએ મળી રહે છે. આ ફળ સામાન્ય રીતે બારે માસ મળી રહે છે. પરંતુ ફેબ્રુઆરી થી માર્ચ અને મેં થી ઓક્ટોબર વચ્ચેની ઋતુને પપૈયાની ઋતુ માનવામાં આવે છે. કાચા પપૈયામાં વિટામીન ‘એ’ અને પાકા પપૈયામાં વિટામીન ‘સી’ નું પ્રમાણ પુષ્કળ મળી આવે છે.

આયુર્વેદમાં પપૈયાને અનેક અસાધ્ય રોગોને દુર કરવા વાળું ગણાવવામાં આવ્યું છે. સંગ્રહણી, આમાજીર્ણ, મંદાગ્નિ, પાંડુરોગ (કમળો), પ્લીહા વૃદ્ધી, વંધત્વને દુર કરવા વાળું, હ્રદય માટે ઉપયોગી, લોહીના જામવામાં ઉપયોગી હોવાને કારણે પપૈયાનું મહત્વ આપણા જીવન માટે ઘણું વધુ બની જાય છે.

પપૈયાના સેવનથી ચહેરા ઉપર કરચલીની સમસ્યા, વાળનું ખરવું, કબજીયાત, પેટની જીવાત, વીર્યક્ષય, હરસ, ચામડીના રોગ, ઊંચા લોહીનું દબાણ, અનિયમિત માસિક ધર્મ વગેરે અનેક બીમારીઓ દુર થઇ જાય છે.

પપૈયામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ, વિટામીન ‘એ’, ‘બી’, ‘સી’, ‘ડી’, પ્રોટીન, કાર્બોજ વગેરે અનેક તત્વો એક સાથે જ હોય છે. પપૈયાનો બીમારી મુજબ ઉપયોગ પદ્ધતિસર કરી શકાય છે.

1. પપૈયામાં કારપેન કે કાર્પઇન નામનો એક ક્ષારીય તત્વ હોય છે. જે લોહીના દબાણને નિયંત્રિત કરે છે. એ કારણે ઊંચા લોહીના દબાણ (હાઈ બ્લડ પ્રેશર)ના દર્દીઓને એક પપૈયુ (કાચું) નિયમિત રીતે ખાતા રહેવું જોઈએ.

2. હરસ એક ખુબ જ પીડાદાયક રોગ છે પછી તે લોહી વાળા હરસ હોય કે સુકા હરસ. હરસના રોગીઓએ દરરોજ એક પાકું પપૈયા ખાતા રહેવું જોઈએ. હરસ કે મસ્સા ઉપર કાચા પપૈયાનું દૂધ લગાવતા રહેવાથી ઘણો ફાયદાઓ થાય છે.

3. પપૈયા યકૃત અને લીવરને પુષ્ટ કરીને તે શક્તિશાળી બનાવે છે. કમળાના રોગમાં જયારે યકૃત ખુબ જ નબળું થઇ જાય છે, પપૈયાનું સેવન ઘણું ફાયદાકારક રહે છે. કમળાના રોગીઓએ દરરોજ એક પાકું પપૈયુ જરૂર ખાવું જોઈએ. તેનાથી તીલ્લીને પણ લાભ પહોચે છે અને પાચન શક્તિ પણ સુધરે છે.

4. મહિલાઓમાં અનિયમિત માસિક ધર્મ એક સામાન્ય ફરિયાદ હોય છે. સમય પહેલા કે સમય પછી માસિક આવવું, વધુ કે ઓછું સ્ત્રાવ આવવો, દુ:ખાવા સાથે માસિક આવવું વગેરેથી પીડિત મહિલાઓને અઢી સો ગ્રામ પાકા પપૈયા દરરોજ ઓછામાં ઓછા એક મહિના સુધી જરૂર સેવન કરવું જોઈએ. તેનાથી માસિક ધર્મ સાથે જોડાયેલી તમામ તકલીફો દુર થઇ જાય છે.

5. જે પ્રસુતાને દૂધ ઓછું બનતુ હોય, તેને દરરોજ કાચા પપૈયાનું સેવન કરવું જોઈએ. શક તરીકે પણ તેનું સેવન કરી શકાય છે.

6. સોંદર્ય વૃદ્ધી માટે પણ પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે. પપૈયાને ચહેરા ઉપર ઘસવાથી ચહેરા ઉપર રહેલા ખીલ મુંહાસે, કાલીમા અને મેલ દુર થઇ જાય છે અને એક નવો નિખાર આવી જાય છે. તે લગાવવાથી ત્વચા કોમળ અને લચકદાર થઇ જાય છે. તેના માટે હંમેશા પાકા પપૈયાનો ઉપયોગ કરવો જોઈએ.

7. કબજિયાત સો રોગોનું મૂળ છે. મોટાભાગે લોકોને કબજિયાત હોવાની ફરિયાદ રહે છે. એવા લોકોને જોઈએ કે રાત્રે ભોજન પછી પપૈયાનું સેવન નિયમિત રીતે કરતા રહેવું. તેનાથી સવારે દસ્ત સાફ થાય છે અને કબજીયાત દુર થઇ જાય છે.

8. સમયથી પહેલા ચહેરા ઉપર કરચલી પડવી ગઢપણની નિશાની છે. સારા પાકેલા પપૈયાના ગરબને પેસ્ટની જેમ ચહેરા ઉપર લગાવો. અડધો કલાક લગાવી રહેવા દો. જયારે તે સુકાઈ જાય તો હુફાળા પાણીથી ચહેરો ધોઈ લો અને મગફળીના તેલથી હળવા હાથે ચહેરા ઉપર માલીશ કરો. આમ ઓછામાં ઓછું એક મહિના સુધી નિયમિત કરો.

9. નવા બુટ ચપ્પલ પહેરવાથી તેનો ઘસારો લાગવાથી પગમાં ફોલ્લા પડી જાય છે. જો તેની ઉપર કાચા પપૈયાનો રસ લગાવવામાં આવે તો તે તરત ઠીક થઇ જાય છે.

10. પપૈયા વીર્યવર્ધક પણ છે. જે પુરુષોનું વીર્ય ઓછું બને છે અને વીર્યમાં શુક્રાણુ પણ ઓછા હોય, તેને નિયમિત રીતે પપૈયાનું સેવન કરવું જોઈએ.

11. હ્રદય રોગીઓ માટે પણ પપૈયા ઘણા લાભદાયક રહે છે. જો તે પપૈયાના પાંદડાની રાબ બનાવીને નિયમિત રીતે એક કપના પ્રમાણમાં રોજ પીવે છે, તો અતિશય લાભ થાય છે.

12. કેન્સરમાં, ડેન્ગ્યુંમાં પપૈયા ઉપર સફળ શોધ થઇ ગઈ છે અને ચાલુ છે.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.