પાપમોચની એકાદશી 2020 : વ્રતથી દૂર થશે બધી મુશ્કેલી, જાણો શું છે પૂજા વિધિ?

જાણો કયારે છે પાપમોચની એકાદશી, અને શું છે તેની પૂજા વિધિ? આ વ્રત કરવાથી દૂર થાય છે દરેક મુશ્કેલી

પાપમોચની એકાદશી, નામ પરથી જ ખબર પડે છે કે આ વ્રત કરવા વાળાના દરેક પાપ દૂર થાય છે. પુરાણોમાં આ વ્રતનું મહાત્મ્ય જણાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે, વિકટમાં વિકટ સ્થિતિમાં પણ પાપમોચની એકાદશીથી હરિની કૃપા જરૂર મળે છે.

વ્રતોમાં નવરાત્રી, પૂનમ, અમાસ અને એકદાશી આ બધા મુખ્ય વ્રત છે. તેમાં સૌથી મોટું વ્રત એકાદશીનું માનવામાં આવે છે. એકાદશીના વ્રતથી ચંદ્રનો દરેક ખરાબ પ્રભાવ રોકી શકાય છે. એકાદશીના વ્રતથી ગ્રહોના ખરાબ પ્રભાવને પણ ઘણી હદ સુધી ઓછો કરી શકાય છે. આ વ્રતનો સીધો પ્રભાવ મન અને શરીર પર પડે છે. તેનાથી અશુભ સંસ્કારોને પણ નષ્ટ કરવામાં આવી શકાય છે.

શું છે પાપમોચની એકાદશીનું મહત્વ?

ચૈત્ર મહિનાની આ એકદાશી ઘણી ફળદાયી છે. આ વર્ષે તે ૨૦ માર્ચ ૨૦૨૦ ના રોજ આવે છે. પાપમોચની એકાદશી શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ દિવસ છે.

ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે. વ્યક્તિના બધા પાપોને નષ્ટ કરવાની ક્ષમતાને કારણે આને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે. આ વ્રતથી વ્યક્તિ પાપ મુક્ત થઈ શકે છે, અને તેને સંસારના બધા સુખ પ્રાપ્ત થઈ શકે છે.

પાપમોચની એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફૂલોથી પૂજા કરવા પર તેમની કૃપા વરસે છે. આ દિવસે નવગ્રહોની પૂજાથી દરેક ગ્રહ શુભ પરિણામ આપે છે.

કેવી રીતે કરવી પાપમોચની એકાદશીની પૂજા?

આખા વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્વ છે. જ્યોતિષના વિશેષજ્ઞો અનુસાર એકાદશીના વ્રતની સીધી અસર મન અને મગજ પર પડે છે. સાથે જ શ્રી હરિની કૃપા પણ મળે છે.

આ દિવસે ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરો.

તેમને પીળા વસ્ત્ર ધારણ કરાવો અને સવા મીટર પીળા વસ્ત્ર પર તેમને સ્થાપિત કરો.

જમણા હાથમાં ચંદન અને ફૂલ લઈને આખા દિવસના વ્રતનો સંકલ્પ કરો.

ભગવાનને 11 પીળા ફળ, 11 ફૂલ અને 11 પીળી મીઠાઈ અર્પણ કરો.

ત્યારબાદ તેમને પીળુ ચંદન અને પીળી જનોઈ અર્પણ કરો.

ત્યારબાદ પીળા આસન પર બેસીને ભગવદ્દ કથાનો પાઠ અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

પછી તેમને પોતાના મનની પ્રાર્થના કહો. તમારી ઈચ્છા જરૂર પુરી થશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.