માં-બાપે અપંગ માનીને લાવારિસ છોડ્યો, ઈટલીથી આવેલ દંપતીએ લીધો દત્તક

સામાન્ય રીતે આપણે ઘણી વખત સાંભળતા કે જોતા હોઈએ છીએ કે, કોઈ સ્થળે કોઈ વ્યક્તિ પોતાના નાના શિશુને છોડી ગયા છે. આવા શિશુને ઉછેરવા માટે ઘણી સેવાભાવી સંસ્થાઓ કામ કરી રહી છે. આવી સંસ્થાઓ આવા તરછોડાયેલા શિશુઓની સંભાળ કરે છે. અને તેને જો કોઈ દત્તક લેવા માંગે તો કાયદાકીય રીતે આપતા પણ હોય છે.

ઈટાલિયન દંપત્તિમાં પતિ આર્કીટેકટ, પત્ની છે ફીઝીયોથેરેપિસ્ટ :

છત્તીસગઢના દુર્ગ શહેરમાં ઈટલીમાંથી આવેલા દંપત્તિએ એક બાળકને દત્તક લીધું. લાંબા સમયથી આ દંપત્તિના સુના ખોળામાં હવે ખુશીઓ આવી છે. જે માસુમને ૧૧ મહિનાની ઉંમરમાં તેના સાચા માતા પિતાએ અપંગ સમજીને છોડી દીધો હતો, તે બાળક હવે ઇટલીમાં રહેશે, ભણશે અને પોતાના નવા માતા પિતાના ગઢપણનો સહારો બનશે.

માતૃછાયા નામની સંસ્થાએ આ બાળકની ૪ વર્ષથી દેખરેખ કરી. સંસ્થાના ડો. સુધીર હીશીકરે જણાવ્યું કે, દત્તક લીધા પછી બાળકનું નામ બાલા રાખવામાં આવ્યું છે. યોગ્ય સારવારને કારણે હવે તે ઘણો સ્વસ્થ છે.

ઈન્ટરનેટ પરથી મળી જાણકારી :

તેમણે જણાવ્યું કે, ૧૧ મહિનાની ઉંમરમાં તે અમારી પાસે આવ્યો હતો. તેના સાચા માતા પિતાએ હોસ્પિટલમાં તેને છોડી દીધો હતો. એ પછી મહિલા અને બાલ વિકાસ વિભાગે અમને તેની જાળવણીની જવાબદારી આપી હતી. ઈન્ટરનેટ પર અમે બાળકોની માહિતી અપલોડ કરીએ છીએ. અને કોઈ પણ વ્યક્તિ આ બાળકને દત્તક લઇ શકે છે.

તે જોઇને ઇટલીમાંથી મોરોએલિયન પોતાની પત્ની નિગરીસ વેલેનિટના સાથે આવ્યા. લીગલ ફોર્માલીટી કર્યા પછી બાળક તેમને સોંપવામાં આવ્યું. મોરોએલિયન વ્યવસાયથી આર્કીટેકટ છે, અને તેમની પત્ની એક ફીઝીયોથેરાપીસ્ટ છે.

દુર્ગની માતૃછાયા સંસ્થા છેલ્લા ૬ વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. હજુ સુધી ૫૧ બાળકોનું અડોપ્શન થયું છે. તે પહેલા ૩ બાળકોને અમેરિકાનું કુટંબ દત્તક લઇ ચુક્યું છે. ડો. સુધીરે જણાવ્યું કે, અંધ કે સામાન્ય આરોગ્ય સંબંધી તકલીફોને લઈને ભારતીય દંપત્તિ બાળકોને દત્તક નથી લેવા માંગતા.

આ બાબતમાં વિદેશી જોડકાની વિચારસરણી એકદમ અલગ છે. અમારી સંસ્થાની બહાર પારણું લગાવેલું છે. લોકો અહિયાં પોતાના બાળકને છોડી જાય છે. વર્તમાનમાં અમારે ત્યાં ૬ બાળકો રહે છે, તેમાંથી બે લગભગ બે મહિનાના છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.