પરી બનીને આવી છોકરી અને બદલી નાખું વૃદ્ધનું જીવન, પહેલા રોડ ઉપર માંગતા હતા ભીખ.

નાનપણથી ગરીબી જોવા વાળા આવ માણસે ભીખ માગીને જીવન પસાર કર્યું. પરંતુ એક દિવસ એક છોકરી આવી અને બધું જ બદલાઈ ગયું.

એવું કહેવામાં આવે છે કે હાથ પગ કેટલા પણ પછાડી લો પરંતુ થાય છે તે જે ઉપરવાળા ઈચ્છે છે. દરેક માણસના હક્કમાં તેને ખુશી આવે છે પરંતુ તે સમયે જયારે ઉપરવાળાએ એ ખુશીઓ લખી હોય. એવું દરેક સાથે થતું આવ્યું છે પછી તે સારો સમય હોય કે ખરાબ સમય બધાનો બદલાય છે.

એ વાતને ઘણી વખત સાબિત કરવામાં આવ્યું છે અને એટલા માટે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવા માણસ વિષે, જેણે પોતાના જીવનમાં ઘણી ઉથલ પાથલ જોઈ અને તેનું નસીબ ચમક્યું જયારે ઉપર વાળાએ ઈચ્છ્યું. પરી બનીને આવી છોકરી અને બદલી નાખ્યું વૃદ્ધનું જીવન, ત્યાર પછી શું થયું આવી તમને જણાવીએ.

પરી બનીને આવી છોકરી અને બદલાઈ ગયું વૃદ્ધનું જીવન :-

એક માણસ જે નાનપણમાં પોતાના ઘરેથી ભાગી ગયો હતો, કેમ કે તે પોતાના ગરીબ પિતા ઉપર બોજ બનવા માંગતો ન હતો. ઘરેથી ભાગીને તે ટ્રેન દ્વારા ક્યાંક દુર જવા માંગતો હતો, પરંતુ ત્યારે તે અચાનક ભાગતી ટ્રેન માંથી નીચે પડી ગયો અને અકસ્માતમાં પોતાના પગ ગુમાવી દીધા.

ઘાયલ બાળકને લઇને લોકો ડોક્ટર પાસે લઇ ગયા, ત્યાં જયારે ડોક્ટર્સ એ તેના માં-બાપ વિષે પૂછપરછ કરી, તો તેણે પોતાને અનાથ ગણાવ્યો અને અલગ રીતે પોતાનું જીવન જીવવા લાગ્યો. આ નવી ઓળખાણ સાથે તેને અનાથાલયમાં મોકલી દેવામાં આવ્યો.

જ્યાં તેનું મન ન લાગ્યું અને તે ત્યાંથી પણ ભાગી નીકળ્યો. ત્યાર પછી તેનું પોષણ કરવા માટે ભીખ માંગવાનું શરુ કરી દીધું, પરંતુ આ છોકરાના નસીબમાં કદાચ ભગવાને દુ:ખ જ લખ્યું હતું. એટલા માટે પોલીસ તેને ભીખ માંગતો જોઈને તેને જેલમાં નાખી દીધો હતો. અને ત્યાં તેની મુલાકાત એક એવા છોકરા સાથે થઇ જે ઘણી જ સરસ કવ્વાલીઓ ગાતો હતો.

અનાથાલય માંથી ભાગેલ આ છોકરાને કવ્વાલીઓ એટલી ગમી ગઈ કે તેણે જેલ માંથી નીકળ્યા પછી શાયરીઓ લખવાનું શરુ કરી દીધું અને એટલું જ નહિ કવ્વાલીઓના મોહમાં જ તેને હિંદુ અને ઉર્દુ પણ શીખવા માટે મજબુર કર્યો. આમ તો તે દરમિયાન તે છોકરા પાસે પૈસા ન હતા કે તે તેના દ્વારા પોતાનું પેટ પાળી શકે, જેને કારણે તેને ફરીથી ભીખ માગવું પડી રહ્યું હતું.

પરંતુ કહે છે ને કે ખરાબ દિવસો પછી ક્યારેકને ક્યારેક સારા દિવસો જરૂર આવે છે. આ વ્યક્તિના જીવનમાં પણ સારા દિવસો આવ્યા અને થયું કાંઈક એવું કે એક દિવસ એક છોકરી પોતાની દાદીની વરસી ઉપર ભીખારીઓને મીઠાઈ વહેચી રહી હતી. તે દરમિયાન તેણે રોડ ઉપર ભીખ માંગતા તે માણસની શાયરી વાંચી અને ઘણી વાર સુધી તેની સાથે વાતચીત પણ કરી હતી.

બસ પછી શું થયું? તે યુવાન છોકરી એ તે માણસને Spoken Word Fest સુધી લઇ ગઈ અને જ્યાં તેને ૨૨ મિનીટ સુધી બોલવાની તક મળી. એટલું જ નહિ તે છોકરીએ આ વ્યક્તિ માટે બુક સ્ટોલ બનાવરાવ્યો. જેના માટે તેને શારીરિક મદદ સાથે સાથે આર્થિક મદદ પણ કરી હતી. તે છોકરી તે માણસ માટે તે પરી જેવી હતી. જે તેના સપનામાં ક્યારે ક્યારે આવ્યા કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.