પરીક્ષા આપ્યા વિના નોકરી આપી રહી છે SBI, 25 લાખ રૂપિયા હશે પગાર.

આજકાલ નોકરી માટે ઘણી હરીફાઈ જોવા મળે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે ૧૦૦-૨૦૦ જગ્યા માટે હજારોમાં અરજી આવતી હોય છે. તેની ઉપરથી જ આપણે જોઈ શકીએ છીએ કે આજકાલ નોકરી મેળવવા માટે અરજદારો વચ્ચે કેટલી હરીફાઈ ઉભી થઇ ગઈ છે. અને તે પણ ઘણી મોટી ડીગ્રીની જરૂર પડે છે. પરંતુ આજે અમે તમને એક એવી નોકરીની જાહેરાત વિષે જણાવવાના છીએ. જેમાં કોઈ મોટી ડીગ્રી કે કોઈ પરીક્ષા પણ પાસ કરવાની જરૂર નહિ પડે.

જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા એમબીએ પાસ છો? તો દેશનું સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ) તમારા માટે નોકરીનું સુવર્ણ તક લઈને આવે છે. એસબીઆઈ દ્વારા માર્કેટિંગ એક્ઝિક્યુટિવ સહિત ઘણા હોદ્દા ઉપર નોકરીઓ બહાર પાડવામાં આવી આવે છે. કુલ 8 જગ્યાઓ પર આ ભરતી થવાની છે. ખાસ વાત એ છે કે આ નોકરી માટે તમારે કોઈ પણ પ્રકારની કોઈ પરીક્ષા નથી આપવાની.

એસબીઆઈ દ્વારા જે હોદ્દા માટે ભરતી કરવામાં આવી છે. તેમાં સંકાય અધિકારી અને માર્કેટિંગ અધિકારીઓની નોકરી સામેલ છે. અલગ અલગ જગ્યાઓ માટે ખાલી જગ્યાની સંખ્યા જુદી જુદી છે. આ હોદ્દા પર પસંદ કરેલ ઉમેદવારોને આખા દેશમાં દેશમાં ગમે ત્યાં મોકલવામાં આવી શકે છે. આ હોદ્દા માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી પોસ્ટ ગ્રેજ્યુએટ, એમબીએ અથવા સમકક્ષ શિક્ષણ પ્રાપ્ત ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી કોન્ટ્રાકટ ઉપર આધારિત છે.

એસબીઆઈ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, આ હોદ્દા માટે લઘુતમ ઉંમર 28 વર્ષ અને મહત્તમ ઉંમર 55 વર્ષ રાખવામાં આવી છે. આ હોદા ઉપર પસંદ થયેલા ઉમેદવારોને 25 લાખથી 40 લાખ રૂપિયા સુધી વાર્ષિક પગાર મળશે. મેરિટ અને ઇન્ટરવ્યુ દ્વારા આ પોસ્ટ ઉપર પસંદગી આપવામાં આવશે.

આ હોદ્દા ઉપર અરજી માટે સામાન્ય અને ઓબીસી વર્ગના અરજદારોને 600 રૂપિયા અને બીજા અરજદારોએ રૂ.100 રૂ. ની ફી ચૂકવવાની રહેશે. જરૂરિયાત વાળા ઉમેદવાર એસબીઆઈની અધિકૃત વેબસાઇટ www. sbi. co. in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છો. આ હોદ્દા માટે 24 માર્ચ 2019 સુધી અરજી કરી શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.