પથરી નીકળી જશે વગર ઓપરેશને આ ઘરેલું ઉપચાર થી જાણો કેવી રીતે.

પથરી એટલે સ્ટોન ની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ આપણું ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ કોઈ પણ ને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે પણ મહિલાઓને આ રોગ પુરુષો કરતા ઓછી શક્યતા રહે છે. પથરીના ઘરેલું ઉપચારના માધ્યમથી ઠીક કરી શકાય છે. સ્ટોનની બીમારી સામાન્ય રીતે ત્રીસ થી સાઈઠ ના ઉમરના લોકોમાં જોવા મળે છે અને સ્ત્રીઓની ગણતરીએ પુરુષોમાં ચાર ગણી વધુ જોવા મળે છે. આ બીમારીમાં ઘણી વાર દુઃખાવો એટલો થાય છે કે તેને માત્ર તે જ વ્યક્તિ જાણે છે, જેને તે થઇ રહ્યો હોય. પથરીનો જો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી આપણેને ઘણા જ ખરાબ પરિણામ જોવા મળે છે.

કારેલા : કારેલા આમતો ખુબ કડવા હોય છે પણ પથરીમાં રામબાણ ની જેવું કામ કરે છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નામના તત્વ હોય છે, જે પથરીને બનતા રોકે છે. પથરી થયા પછી બે નાની ચમચી કારેલા નો રસને સવાર સાંજ 8-10 દિવસ પીવો તેનાથી નાના નાના કણોમાં પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

અજમો : પથરી થાય તો અજમાનું વધુમાં વધુ ઉપયોગ કરો. અજમાનું સેવન બમણો લાભ કરે છે. તેનાથી પેશાબ વધુ આવે છે અને અજમો પથરીના ઉત્પતિનો નાશ કરે છે, એટલે કે પથરી ફરી વખત નહી બને. રોજ સવારે એક ચમચી અજમાને ગરમ પાણી સાથે લો. તેનાથી એક મહિનામાં પાથરીમાંથી છુટકારો મળે છે.

તુલસી : સુદ્ધ તુલસીનો રસ લેવાથી પણ પથરીના યુરીનને રસ્તે નીકળવામાં મદદ મળે છે. ઓછામાં ઓછું એક મહિનો તુલસીના પાંદડાનો રસ સાથે મધ લેવાથી ખુબ લાભ મળે છે. તુલસીના તાજા પાંદડા પણ રોજ ચાવવા જોઈએ.

લીંબુનો રસ અને જેતુન (ઓલીવ ઓઈલ) ના તેલનું મિશ્રણ : તે કીડની ની પથરી માટે સૌથી સારો કુદરતી ઉપચારમાં નો એક છે. પથરીના દર્દી થયા પછી 60 મી.લી. લીંબુના રસમાં તેટલી જ માત્રામાં કુદરતી જેતુનનું તેલ ભેળવીને સેવન કરવાથી તરત જ રાહત થઇ જાય છે. લીંબુનો રસ અને જેતુન નું તેલ સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું રહે છે.

બેલ પત્થર (કોઠા ): બેલ પથ્થર ઉપર થોડું પાણી નાખીને ઘસી લો. તેમાં એક આખું કાળા મરી નાખીને સવારે કાળા મરી ખાવ. બીજા દિવસે કાળા મરી બે કરી દો અને ત્રીજા દિવસે ત્રણ એમ સાત કાળા મરી સુધી પહોચો. આઠમાં દિવસે કાળા મરીની સંખ્યા ઘટાડવાનું શરુ કરી દો અને પછી એક સુધી આવી જાવ. બે અઠવાડિયાના આ પ્રયોગ થી પથરી દુર થઇ જાય છે. યાદ રાખો એક બેલ પથ્થર(કોઠું) બે ત્રણ દિવસ સુધી ચાલશે.

બીજા પણ ઈલાજ વાંચવા ક્લિક કરો >>>> પિત્તની પથરીથી છો પરેશાન તો ઓપરેશન કરાવ્યા કરતા અપનાવો આ ઘરગથ્થું ઉપચાર

બીજા પણ ઈલાજ વાંચવા ક્લિક કરો >>>> પથરી નાં ઈલાજ મા છે કારગર, ગોખરું પુરુષો અને મહિલાઓ ના રોગો માટે રામબાણ ઔષધી!!

બીજા પણ ઈલાજ વાંચવા ક્લિક કરો >>>> પથરીનો આવો ઘરગથ્થું ઉપચાર તમે પહેલા નહિ જાણ્યો હોય – સ્ટોન ટ્રીટમેન્ટ BY રાજીવ દિક્ષિત

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.