આલિયાના પેટ ઉપર પડવા લાગી હતી લોકોની નજર, દરેક ફોટામાં દેખાશે અસર

આલિયા ભટ્ટ આ દિવસોમાં રણબીર કપૂર સાથે પોતાની ફિલ્મોને લઈને પણ ઘણી ચર્ચામાં છે. આલિયા દીપિકાના રીસેપ્શનમાં તો હાજર ન રહી શકી હતી, પરંતુ ઇશા અંબાણીના લગ્નમાં આલિયાએ પોતાની હાજરીથી સૌને ઘાયલ કરી દીધા. બ્લુ વ્હાઈટ લેંઘામાં આલિયા ઘણી જ સુંદર લાગી રહી હતી. સાથે જ તેને વાળમાં વન બનાવી રાખ્યું હતું અને મોટા ઝૂમખાં પણ પહેર્યા હતા. તેના ચહેરા ઉપર સરસ એવી સ્માઈલએ સૌને દીવાના કરી દીધા. આમ તો આલિયાના પેટ ઉપર લોકોનું ધ્યાન પડ્યું અને બધા દંગ રહી ગયા.

આલિયાના એબ્સ ઉડાડી રહ્યા છે હોંશ :

ખાસ કરીને આલિયાના આ ડ્રેસમાં તેના એબ્સ જોવા મળી રહ્યા હતા, અને તેનું શરીર એથી પણ વધુ ફીટ દેખાઈ રહ્યું હતું. આલિયા હાલના દિવસોમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મના શુટિંગમાં ઘણી મહેનત કરી રહી છે, અને સાથે જ કલંકના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. તેવામાં તે પોતાના એબ્સ ઉપર ઘણું કામ કરી રહી છે, અને આલિયાની મહેનત સ્પષ્ટ રીતે જોવા મળી રહી હતી.

જણાવી દઈએ કે ફિલ્મોમાં આવતા પહેલા આલિયાનું વજન ઘણું વધુ હતું, પરંતુ તેણે સારું એવું વજન ઘટાડી લીધું હતું. ત્યાર પછી હવે બ્રહ્માસ્ત્ર અને કલંકને લઈને આલિયા દિવસ રાત મહેનત કરી રહી છે. તેનું શરીર પહેલાથી ઘણું ટોન્ડ થઇ ગયું છે, અને તેના માટે તે જીમ અને એરોબીક્સમાં પોતે પરસેવો પણ વહાવી રહી છે. આમ તો આલિયા ઘણી નટખટ અને મસ્તીખોર માનવામાં આવે છે, પરંતુ શરીરને ટોન્ડ કરવા માટે તે પોતાના ખાવા પીવા ઉપર ઘણું કંટ્રોલ કરી રહી છે.

રણબીર સાથે જોવા મળી રહી છે આલિયા :

જણાવી દઈએ કે આલિયા પોતાના કેરિયરના ઘણા વિશેષ સ્થાન ઉપર છે. તેની ફિલ્મો ઘણો સારો બિઝનેસ કરી રહી છે. સાથે જ તેના રણબીર કપૂર સાથે અફેયરના સમાચાર પણ વધતા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રના સેટ ઉપર જ આલિયા અને રણબીરની મુલાકાત થઇ હતી, ત્યાર પછી ધીમે ધીમે તેમની મિત્રતા થવા લાગી અને પછી સોનમના લગ્નમાં બન્નેએ એક સાથે પોઝ આપીને લોકોને પોતાના સંબંધ તરફ આકર્ષિત કરી દીધા.

બીજી તરફ રણબીર પણ આ સંબંધને લઈને ઘણો ગંભીર જોવા મળી રહ્યો છે. એક વખત શુટિંગ દરમિયાન આલિયાને ઈજા થઇ ગઈ હતી, તો રણબીર તરત તેને ડોક્ટર પાસે લઇ ગયો. ત્યાર પછી પણ રણબીર અને આલિયા દરેક સ્થળે સાથે જ જોવા મળી રહ્યા છે. તે બન્ને પોતાના સંબંધને લઈને ખુલીને તો કાંઈ કહેતા નથી, પરંતુ મહેશ ભટ્ટએ તેના સંબંધ ઉપર હા કહી દીધી છે. તેમણે કહ્યું કે આ તેનું જીવન છે અને તેનું શું કરવું છે તે વાતનો નિર્ણય તે બન્ને ઉપર જ છોડી દેવો જોઈએ.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા રણબીરના જન્મ દિવસના સમયે સમાચાર આવ્યા હતા, કે બન્નેએ સગાઈ કરી લીધી છે અને જલ્દી લગ્ન કરવાના છે. આમ તો આલિયાએ થોડા દિવસો પછી સ્પષ્ટ કરી દીધું કે તે લગ્નના મુડમાં જરાપણ નથી અને હાલમાં તે પોતાના કેરિયર પર ધ્યાન આપવા માટે છે. જણાવી દઈએ કે ૨૦૧૯ માં આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને કલંક બન્ને આવશે.