મજબૂત દોસ્તી નિભાવે છે આ પાંચ રાશિના લોકો, ગમે તેવી પરિસ્થિતિમાં મુકતા નથી સાથ.

સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં સાચી મિત્રતા નિભાવે છે આ પાંચ રાશિના લોકો, દોસ્તી માટે આન, બાન અને શાન છે આ લોકો. કહેવાય છે ને કે મિત્રતા નિભાવવી સૌથી મોટો ધર્મ હોય છે. સાચા મિત્ર તે હોય છે, જે તમને મુશ્કેલ સમયમાં કામ આવે. મિત્રતામાં ઝગડા અને બોલાચાલી ચાલતી રહે છે, પરંતુ ઘણી વખત સ્થિતિ એવી ઉભી થાય છે કે બે પાક્કા મિત્રો એક બીજાના ચહેરા પણ જોવા માંગતા નથી. પરંતુ જયારે વાત મિત્રતાની આવે છે, તો તે બંને પોતાનો જીવ આપવા સુધી તૈયાર થઇ જાય છે.

તેના વિષે જ્યોતિષ શાસ્ત્રનું કહેવું છે કે, 5 રાશિના લોકો મિત્રતા માટે કાંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આ રાશિ વાળા લોકો ઉપર મિત્રતા માટે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો. તે લોકો ખરાબ સ્થિતિમાં પણ દોસ્તી નિભાવે છે, તો આવો જાણીએ ખરેખર તે કઈ 5 રાશિઓ છે.

વૃશભ રાશિ : જ્યોતિષ મુજબ વૃષભ રાશિના લોકો જેમના નામ ઈ, ઉ, એ, ઓ, વા, વી, વુ, વે, વો થી શરુ થાય છે તે લોકો સાચા મિત્ર હોય છે. તે લોકો કોઈ પણ સ્થિતિમાં પોતાના મિત્રનો સાથ નથી છોડતા. તે રાશિના લોકો તેમના મિત્રોને માત્ર વ્યક્તિગત રીતે જ મદદ નથી કરતા, પરંતુ માનસિક અને આર્થીક મદદ કરવાથી પણ પાછા નથી પડતા. જો તમારા મિત્ર પણ વૃષભ રાશિના છે, તો તમે ઘણા નસીબદાર છો.

મિથુન રાશિ : જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે, મિથુન રાશિના લોકો એટલે કે જેના નામનો પહેલો અક્ષર ક, કી, કુ, ઘ, છ, કે કો, હ થી શરુ થાય છે તે મિત્રતામાં ક્યારે પણ દગો નથી આપતા. તે લોકો હંમેશા વિશ્વાસને લાયક હોય છે. એટલું જ નહિ પરંતુ મિથુન રાશિવાળા લોકો પોતાના મિત્રની ખરાબ વાત ક્યારે પણ નથી સાંભળી શકતા. તે લોકો માત્ર તેના મિત્રના વિશ્વાસપાત્ર જ નથી હોતા, પરંતુ તેને ખુબ પ્રેમ પણ કરે છે અને કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય, પોતાના મિત્રનો સાથ છોડવા વિષે ક્યારે પણ વિચારતા પણ નથી.

કર્ક રાશિ : હી, હે, હુ, હો, ડા, ડી, ડુ, ડે, ડો, અક્ષરથી શરુ થતા નામના લોકો તેમના મિત્રો પ્રત્યે સંપૂર્ણ વફાદાર હોય છે. દરેક સમયે તે પોતાના મિત્રની મદદ કરવા માટે તૈયાર રહે છે, એટલું જ નહિ તે તેની સાથે સારી મિત્રતા પણ રાખે છે. જ્યોતિષ મુજબ કર્ક રાશિવાળા લોકોની મિત્રતાની યાદી ઘણી લાંબી હોય છે, અને તે લોકો પોતાના મિત્રોના દરેક સુખ-દુઃખમાં સામેલ થાય છે. આમ તો કર્ક રાશિવાળા લોકો થોડા ભાવુક પ્રકારના હોય છે, પરંતુ તે સાચા ખોટાની ઓળખ ઘણી સારી રીતે કરી લે છે.

સિંહ રાશિ : એસ્ટ્રોલોજી મુજબ સિંહ રાશિના લોકો મિથુન અને ધનુ રાશિના લોકો માટે ઘણા સારા મિત્ર સાબિત થશે. સિંહ રાશિના લોકો હંમેશા નિઃસ્વાર્થ ભાવથી પોતાની મિત્રતા નિભાવે છે, તે ક્યારે પણ પોતાના મિત્ર પાસેથી બદલામાં કાંઈ મેળવવાની આશા નથી રાખતા. પછી ભલે આખી દુનિયા તેની વિરુદ્ધ થઇ જાય, પરંતુ તે દુનિયાની વાતને લીધે પોતાના મિત્રનો સાથ નથી છોડતા. સિંહ રાશિવાળા લોકોના નામ મા, મી, મુ, મે, મો, ટા, ટી, ટુ, ટે અક્ષરથી શરુ થાય છે.

મકર રાશિ : ભો, જા, જી, જુ, ખી, ખા, ખો, ગા, ગિ, અક્ષરથી શરુ થતા નામના લોકોની રાશિ મકર હોય છે. તે મિત્રતાની બાબતમાં ઘણા સારા માણસ હોય છે. કહેવામાં આવે છે કે આ રાશિના લોકો પોતાની મિત્રતા નિભાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તે તેમના મિત્રો પ્રત્યે સંપૂર્ણ વફાદાર હોય છે. એટલું જ નહિ પરંતુ તેને તેના મિત્રની પ્રગતી જોવી ઘણી સારી લાગે છે. તે પોતાના મિત્રની અંગત લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફમાં હંમેશા ટોપ ઉપર જ જોવા માંગે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.