કોરોનાએ કરી કમાલ : નોનવેજ ખાતા લોકોની પહેલી પસંદ બન્યું આ ફળ.

કોરોનાને કારણે માંસ ખાતા લોકો બન્યા શાકાહારી, આ ફળ છે તેમનું હોટ ફેવરિટ.

વિદેશમાં રેસ્ટોરેન્ટની શ્રેણી ચલાવતા હોટલના માલિક કહે છે કે હવે જે લોકો હોટેલમાં આવે છે, તેમની પહેલી પસંદ આ ફળ અને તેમાંથી બનાવેલી રેસીપી હોય છે. તેઓ તે ખાવાનું પસંદ કરે છે. કેરળ : સમય સાથે સાથે લોકોની ખાણી-પીણીના ટેસ્ટ પણ બદલાતા રહે છે, પરંતુ કોરોના વાયરસે એવા ફેરફારો કર્યા છે, જેની અપેક્ષા જ નથી કરી શકાતી. ચેપના ભયથી લોકો માંસ ખાવાનું ટાળી રહ્યા છે. માંસ પ્રેમીઓ હવે આ ફળ પસંદ કરી રહ્યા છે. તેઓ તે માંસને બદલે હોંશથી ખાઇ રહ્યા છે.

બીજું તો ઠીક વિદેશમાં રેસ્ટોરેન્ટની શ્રેણી ચલાવતા એક હોટલના માલિક કહે છે કે હવે જે લોકો હોટલમાં આવે છે, તેમની પહેલી પસંદ આ ફળ છે અને તેમાંથી બનાવેલી રેસીપી હોય છે. તેઓ તે ખાવાનું પસંદ કરે છે, ઓર્ડર કરે છે અને પેક કરાવીને લઈ જાય છે. તેઓ કહે છે કે આ ફળનું નામ ફણસ છે. એએફપી એજન્સી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે ફણસ વિશે વિદેશો માંથી ઘણી પુછપરછ કરવામાં આવી રહી છે, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર લોકોને ફણસની અનેક ગણો રસ વધી ગયો છે. ઘણા લોકો તો તેને સુપર ફૂડનું નામ આપવા લાગ્યા છે.

સરેરાશ 5 કિલોનું હોય છે ફણસ

દેશના ઘણા ભાગોમાં ફણસ જોવા મળે છે. દક્ષિણ એશિયામાં તેની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. થોડા વર્ષો પહેલાં સુધી અહીંયા એટલું વધુ ફણસ ઉત્પન્ન થતું હતું કે કેટલાય ટન બગડી જતું હતું, તે સડી જતું હતું. પરંતુ જ્યારથી વિદેશોમાં તેમાંથી બનાવેલી કેટલીક વાનગીઓની માંગ વધી છે, ત્યાર બાદ તેનો પુરવઠો પણ વધ્યો છે. કેટલાક લોકો તો તેમના ખેતરોમાં ફક્ત ફણસનાં ઝાડ જ ઉગાડતા હોય છે, જેથી તેઓ મહત્તમ ફણસનું ઉત્પાદન કરી શકે.

ઘણી વસ્તુઓમાં થઇ રહ્યો છે ઉપયોગ

ફણસનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં થઈ રહ્યો છે. ભારતમાં દિવાળી દરમિયાન ફણસની વિશેષ વાનગીઓ બનાવવાની પરંપરા છે. તે પાકે ત્યારે પણ ખાવામાં આવે છે. ફણસ જયારે પાકી જાય છે ત્યારે આછા પીળા રંગનું થઈ જાય છે. તે દરમિયાન પણ તે ખાવામાં આવે છે. તે ઉપરાંત તેનો ઉપયોગ કેક, જ્યૂસ, આઈસ્ક્રીમ અને કુરકુરે બનાવવા માટે થાય છે. તેની પકોડી નાસ્તા વગેરે બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી થયો છે. પશ્ચિમમાં, કપાયેલું ફણસ ડુક્કરનું માંસનો પણ વિકલ્પ બની ગયો છે. તેનો પીત્ઝા ટોપિંગ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

લોકો વખાણ કરી રહ્યા છે

અમેરિકા અને ભારતની રેસ્ટોરન્ટની એક શ્રેણીનાં માલિક અનુ ભાંબરી કહે છે કે લોકોને ફણસ બહુ ગમે છે. આમાંથી બનાવવામાં આવેલી ડીશ દરેક જગ્યાએ હિટ બની રહી છે. જે લોકો રેસ્ટોરન્ટમાં જમવા માટે આવે છે, તેઓ હંમેશા ફણસ કટલેટ બનાવવાનો ઓર્ડર આપે છે.

ઓર્ડર આપનારા કહે છે કે ફણસ કટલેટ મારી પસંદની વાનગીઓમાંની એક છે. એક મોટું કારણ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ફણસ માંસની જેવું થોડું કડક હોય છે, તે રાંધવામાં આવે ત્યારે તે મસાલાને પણ શોષી લે છે, જેમ કે માંસ પણ રાંધતી વખતે મસાલાને શોષી લે છે. આ રીતે, બંનેનો સ્વાદ સમાન મળે છે.

ચિકનથી ડર્યો અને ફણસ ઉપર આવ્યા

સિડની યુનિવર્સિટીના ગ્લાયસેમિક ઇન્ડેક્સ રિસર્ચ સર્વિસમાં કામ કરતા જોસેફ કહે છે કે કોરોના વાયરસના કારણે જ લોકોએ ચિકન ખાવાનું બંધ કરી દીધું છે. હવે તે ફણસ તરફ વળ્યા છે. જો કેરળની વાત કરીએ તો લોકડાઉનમાં સરહદ ઉપર લાગેલા પ્રતિબંધ હોવાને કારણે શાકભાજીની અછત થઇ ગઈ હતી, અન્ય વસ્તુઓ પણ મળી શકતી ન હતી, તેથી લોકોએ અહીંયા ઉગાડેલા લીલા અને પાકેલા ફણસનો ઉપયોગ કરવાનું શરુ કર્યું, આને કારણે તેમાં વધારો થયો. લોકોએ પાકેલા ફણસનાં બીજ ખાવામાં પણ ખૂબ રસ દાખવ્યો.

માંસાહારથી મો ફેરવનારાઓને મળ્યો વિકલ્પ

માંસાહારથી મો ફેરવતા લોકોએ દિવસો નક્કી કર્યા હતા કે તેઓ સોમવારે અને આ રીતે કેટલાક દિવસોમાં શાકાહારી ખોરાક જ ખાશે. આ દિવસે, તે ફક્ત શાકાહારનું જ સેવન કરશે. સંયુક્ત રાષ્ટના એર રિપોર્ટમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે લોકોએ માંસાહાર છોડીને છોડ આધારિત આહાર અપનાવવા પડશે, તેનાથી વાતાવરણમાં પરિવર્તન ઘટાડવામાં અને લોકોના સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

આને ધ્યાનમાં રાખીને, પણ લોકો ફણસ તરફ વળ્યા છે, તેનું એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. ફણસની વધતી માંગનું જ પરિણામ છે કે આજકાલ કાંઠાના રાજ્યમાં વધુને વધુ ફણસના બગીચા ઉગાડવામાં આવી રહ્યા છે.

લોટ વેચાઇ રહ્યો છે

જોસેફ કહે છે કે તેની પાસે એક ફર્મ પણ છે, જે ફર્મ ફણસનો લોટ વેચે છે, જેનો ઉપયોગ ઘઉં અને ચોખાના લોટના વિકલ્પ તરીકે કરવામાં આવી શકે છે. આ સિવાય તેનો ઉપયોગ બર્ગર પેટીસથી માંડીને સ્થાનિક ક્લાસિકસ જેમ કે ઇડલી જેવી કોઈ પણ વસ્તુ બનાવી શકાય છે.

તેઓએ જણાવ્યું કે જ્યારે અમે એક પોષક વિશ્લેષણ કર્યું, ત્યારે અમે શોધી કાઢ્યું છે કે ફણસ એક ખોરાક તરીકે એક સરેરાશ વ્યક્તિ માટે ચોખા અને રોટલી કરતાં વધુ સારી છે. જે તેમના બ્લડ સુગરને અંકુશમાં રાખવા માંગે છે. તેઓ કહે છે કે કેનસેટના એક અધ્યયન મુજબ, ભારતમાં ડાયાબિટીસનો દર વિશ્વમાં સૌથી વધુ છે અને 2030 સુધીમાં આશરે 100 મિલિયન કેસ સામે આવવાની સંભાવના છે.

ગ્લોબલ વાર્મિંગનો કૃષિ ઉપર વિનાશ

ગ્લોબલ વાર્મિંગે લીધે કૃષિ વ્યવસાય ઉપર પણ વિનાશ સર્જાયો છે. ખાદ્ય સંશોધનકારો કહે છે કે ફણસ એક પૌષ્ટિક મુખ્ય પાક તરીકે ઉભરી શકે છે કારણ કે તે દુષ્કાળ પ્રતિરોધક છે અને તેની જાળવણી માટે ઘણી ઓછી જરૂર પડે છે. દક્ષિણમાં ઘણા લોકો જે પહેલા રબરની ખેતી કરતા હતા તેઓએ હવે તેમના ખેતરોમાંથી રબરના ઝાડ કાઢી લીધા છે, તેઓ ફણસની ખેતી કરી રહ્યા છે અને ફણસ વિદેશમાં મોકલી રહ્યા છે.

એકલા તમિળનાડુ અને કેરળમાં, ગંધકગ્રામ ગ્રામ્ય સંસ્થાના અર્થશાસ્ત્રના પ્રોફેસર એસ. કે. રાજેન્દ્રન કહે છે કે પીક સીઝન દરમિયાન ફણસની માંગ હવે દરરોજ 100 મેટ્રિક ટન પ્રતિદિવસ છે. પરંતુ બાંગ્લાદેશ અને થાઇલેન્ડ જેવા દેશોની સ્પર્ધા વધી રહી છે. દરેક વૃક્ષ એક મોસમમાં 150-250 ફળો ઉત્પન્ન કરી શકે છે.

કેરળમાં, જ્યાં એવું માનવામાં આવે છે કે તેનું નામ સ્થાનિક શબ્દ “ચક્કા” ઉપરથી પડ્યું છે. લાંબા સમયથી ગરીબ માણસના ફળ તરીકે જોવામાં આવે છે. એક સમય એવો હતો જ્યારે લોકોને મફતમાં ફણસ લઇ જવા માટે કહેવામાં આવતું હતું, પરંતુ આજે તેને વિદેશમાં મોકલવામાં આવી રહ્યું છે અને પૈસા કમાઇ રહ્યા છે.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.