પેટમાં છે ગેસની તકલીફ તો અજમાવો આ ઘરઘથ્થુ રામબાણ ઉપાય અને મેળવો તરત રાહત

 

ઘણી વખત પેટ નાં ગેસની તકલીફથી લોકો બીજા માટે મજાકનું પાત્ર બની જાય છે. જેના લીધે તેમને શરમ અનુભવવી પડે છે. જે લોકોને ગેસ વધુ ઉત્પન્ન થાય છે. તે પોતે જ બીજા થી દૂર રહેવા લાગે છે.

પેટમાં ગેસ આમ તો દરેક લોકો ને બને છે, પરંતુ જેની પાચનક્રિયા ખરાબ રહેતી હોય કે પછી જેમને એસીડીટી કે કબજિયાત રહેતી હોય, તેમને ગેસનીફરિયાદ બીજા થી વધુ રહે છે, જો પેટમાં ગેસ વધુ સમય સુધી રહે છે તો આફરા જેવું લાગે છે,પેટમાં ભારેપણું, અલ્સર અને બવાસીર જેવી અનેક પ્રકારની તકલીફો થવાની શક્યતાઓ વધી જાય છે .

ઘણી વખત આંતરડામાં ગેસ બનવાથી પેટમાં દુઃખાવો થાય છે અને જયારે આ દુઃખાવો આંતરડાની ડાબી બાજુએ જાય છે ત્યારે તે એપેન્ડિક્સ નો દુખાવો પણ થઇ શકે છે. તેના માટે ઘણી વખત આપણે મોંઘી દવાઓનો સહારો લઈએ છીએ.

ગૈસ્ટ્રિક તકલીફ માટે મોંઘી દવાઓનો સહારો લેવાથી ઘણી વખત સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. સાધારણ ગૈસ્ટ્રિક તકલીફ માટે ભારે મેડિસિન્સ ના બદલે ઘરઘથ્થુ ઉપચાર વધુ અસરકારક રહે છે. એવા 10 આયુર્વેદિક રીતો જે સરળ છે અને મિનિટોમાં ગૈસ્ટ્રિક તકલીફ થી રાહત અપાવીને મદદરૂપ પણ થાય છે છે.

કાલી ચા માં લીંબુ નો રસ અને કાળું મીઠું(સિંધવ મીઠું) નાખીને પીઓ. આનાથી ગેસ નહિ બને અને અટકેલી ગેસ બહાર નીકળતી જાય છે .

હુંફાળા પાણીમાં બે ચમચી એલોવેરા જ્યુસ અને એક ચમચી ત્રિફળા પાઉડર નાખીને સુતા પહેલા પીઓ.

ચપટી હિંગ , સિંધવ મીઠું, અજમાનો પાવડર વાટીને જીરાનો પાવડર મેળવીને હુંફાળા પાણી સાથે લો.

લસણની 2-3 કળીઓ વાટીને તેમાં ચપટી કાળું મીઠું અને લીંબુનો રસ નાખીને ખાવ,અથવા પાણી સાથે ગળો.

એક ચમચી પાનીમાં એક ચમચી જીરૂ, ચપટી કાળું મીઠું અને આદુના કટકા નાખીને ઉકાળો પછી ઉતારી ને તેમાં મધ નાખી ને પીઓ .

અડધો ગ્લાસ પાણીમાં અડધી ચમચી ખાવાના સોડા માં ચપટી સિંધવ મીઠું નાખી . અડધું લીંબુ નાખી તરત પી જાયો.

અડધો ગ્લાસ પાણીમાં અડધી ચમચી તજ નો પાવડર નાખી ઉકાળી લો . તેમાં લીંબુ નો રસ અને મધ નાખી ને પીઓ .

એક ગ્લાસ છાશ માં ચપટી કાળું મીઠું, જીરા પાવડર મેળવીને પીઓ .ગેસ માં રાહત થશે.

ફુદીના નાં પાન ને એક કપ પાણી માં ઉકાળો એમાં ચપટી સિંધવ મીઠું અને લીંબુ નો રસ નાખી પી જાયો.