પેટમાં ગેસ બનવાની સમસ્યાથી તરત છુટકારો મેળવવાનો સરળ ઘરેલુ ઉપાય.

આજ કાલ દરેક દસ માંથી એક માણસ પેટમાં ગેસ બનવાની સમસ્યાથી પીડિત છે. તે શરુઆતમાં એક સામાન્ય બીમારીની જેમ હોય છે. પરંતુ સતત તેને ધ્યાન બહાર કરવાથી જ ગંભીર રોગને જન્મ આપી શકે છે. પેટમાં ગેસ બનવાના ઘણા કારણ હોઈ શકે છે, જેવા કે સતત ભૂખ્યા રહેવાથી, ખાટા પદાર્થના સેવનથી, એસીડીટી, અપચો, ફૂડ પોઈઝ્નીંગ, કબજીયાત વગેરે સમસ્યા થવાથી પેટમાં ગેસ બને છે. ઘણા લોકો હંમેશા ગેસની સમસ્યાથી પીડિત રહે છે અને ક્યારે ક્યારે તે ઘણી શરમજનક પણ થઇ શકે છે.

તેનાથી હંમેશા પેટમાં બગાડ, સોજો અને ભારેપણું જેવી સમસ્યા થઇ શકે છે. વૈદિય રીતે આ એક એવી સ્થિતિ છે, જ્યાં તમારા પાચન તંત્રમાં વધારાનો ગેસ એકઠો થઇ જાય છે.

અમે હંમેશા જોયું છે, ઘણા બધા લોકો પેટની તકલીફથી ઘણા દુ:ખી રહે છે, જેમાં પેટના ગેસથી લોકો ઘણા દુ:ખી રહે છે અને તેને કારણે જ ઘણા બધા લોકોનો મજાક બની જાય છે. અને આ તકલીફથી બચવા માટે ઘણા લોકો ચૂર્ણ અને દવાઓ લેવાનું શરુ કરી દે છે. અને તેનાથી લોકોને ફાયદો તો મળી જશે પણ પાછળથી તકલીફ સહન કરવી પડે છે.

જો કોઈ રોગથી છુટકારો મેળવવા માગો છો, તો પહેલા તેના થવાનું કારણ જાણો અને પછી થોડી સાવચેતી રાખીને આ રોગ માંથી છુટકારો મેળવી શકો છો. અહિયાં અમે પેટમાં ગેસ બનવાની સમસ્યા માંથી છુટકારો મેળવવાના થોડા ઉપાય જણાવવાના છીએ.

પેટમાં ગેસ બનવાની સમસ્યા માંથી છુટકારો મેળવવાના ઘરેલું ઉપાય :-

લીંબુ અને બેકિંગ સોડા :-

એક ગ્લાસ હુફાળા પાણીમાં એક લીંબુ નીચોવીને તેમાં એક ચપટી બેકિંગ સોડા ભેળવી લો અને તેને સવારે ખાલી પેટ પીવો. એમ કરવાથી પેટમાં ગેસ બનવાની સમસ્યા દુર થાય છે અને એસીડીટી, અપચો, ફૂડ પોઈઝ્નીંગ, કબજીયાત વગેરે બીમારી માંથી છુટકારો મળે છે.

હુંફાળું પાણી અને હિંગ :-

એક ગ્લાસ હુફાળા પાણીમાં થોડી એવી હિંગ ભેળવીને દિવસમાં ૩ વખત પીવાથી ગેસની સમસ્યામાં જલ્દી આરામ મળે છે. જો હિંગ ઉપલબ્ધ ન હોય તો, માત્ર હુંફાળું પાણી પી શકો છો, તેનાથી ગેસમાં રાહત મળે છે.

છાસ અને કાળું મીઠું :-

પેટમાં ગેસ બનવાની તકલીફ હોય તો, છાસમાં જરૂર મુજબ કાળું મીઠું ભેળવીને પીવો, એમ કરવાથી જ આ બીમારી તરત દુર થઇ જાય છે. આ સમસ્યા હોવાની સ્થિતિમાં છાસ અને કાળું મીઠું સૌથી વધુ અસરકારક ઉપાય છે.

ખાધા પછી ઈલાયચીનું સેવન :-

જયારે પણ તમે ખોરાક ખાવ છો, તો ત્યાર પછી જરૂર ઈલાયચી અને એક લવિંગનું સેવન કરો, આ વસ્તુઓ તમારા પેટમાં ખોરાક ખાધા પછી એસીડીટી અને ગેસ બનવાને અટકાવી દે છે.

આદુનું સેવન :-

આદુના નાના એવો ટુકડો લઇને તેને ચાવો પછી તેની ઉપર હુફાળા પાણીનું સેવન કરો, કે પછી તમે આદુને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરી શકો છો.

અજમાના બીજ :-

અજમાના બીજમાં થાઈમોલ નામનું એક યોગિક હોય છે, જે પાચનમાં મદદ કરે છે. જો તમે પણ હંમેશા ગેસની તકલીફથી પીડિત રહો છો, તો તમે રોજ ખાધા પછી ચપટી અજમા ખાઈ લો. તમે ધારો તો સવારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા નાખીને ખાલી પેટ પી લો, તેનાથી તમને ઘણો ફાયદો થશે.

આવી રીતે જો તમને પણ પેટમાં ગેસ બનવાની સમસ્યા છે, તો અમારા દ્વારા બતાવવામાં આવેલા ઉપાયો અપનાવીને તેનાથી જલ્દી આરામ મેળવી શકો છો અને સ્વસ્થ રહી શકો છો.