તમે રદ્દ કરાવી શકો છો કોઈપણ પેટ્રોલ પંપ નું લાયસન્સ, જો નહી મળે આ સેવાઓ

પેટ્રોલ પમ્પ દરેક માટે ખાસ અને સામાન્ય જીવન સાથે જોડયેલ છે. એવું કોઈ વ્યક્તિ નથી જે પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ ઉપર ગયો ન હોય. પેટ્રોલ ડીઝલ ભરાવવા તમારા ખિસ્સામાં પૈસા હોવા જોઈએ, કેમ કે તે મફત નથી મળતું. પણ શું તમને ખબર છે કે પેટ્રોલ પમ્પ ઉપર થોડી એવી પણ સર્વિસ પણ છે, જે બિલકુલ ફ્રી માં મળે છે. જો આ સર્વિસ દેશના કોઈપણ પેટ્રોલ પમ્પ ઉપર ન મળે તો તમે તેના માટે ફરિયાદ કરી શકો છો. એટલું જ નહી જો તમારી ફરિયાદ સાચી સાબિત થશે તો પછી તે પમ્પ નું લાયસન્સ પણ કેન્સલ થઇ શકે છે.

ગાડીના પૈડામાં હવા ભરવી :

બધા પેટ્રોલ પમ્પ ઉપર ગાડીમાં હવા ભરવાની સગવડતા ફરજીયાત છે. તેના માટે પેટ્રોલ પમ્પ ઉપર હવા ભરવાનું ઇલોકટોનીક મશીન અને ગાડીમાં હવા ભરનાર વ્યક્તિ રાખવા જરૂરી છે. એક બીજી વાત આ સર્વિસ માટે પેટ્રોલ પમ્પ માલિક કે રાખેલ વ્યક્તિ તમારી પાસે પૈસા નથી માગી શકતા. તે સુવિધા મફત લોકોને આપવામાં આવશે. જો કોઈ પમ્પ તેના પૈસા માંગે છે તો પછી તેની વિરુદ્ધ સબંધિત તેલ કંપનીને ફરિયાદ કરી શકાય છે.

હોવું જોઈએ ફર્સ્ટ એડ બોક્સની સગવડતા

દરેક પેટ્રોલ પમ્પ ઉપર એક ફર્સ્ટ બોક્સની સગવડતા હોવી જોઈએ, જેથી સામાન્ય જનતા જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકે. તે બોક્સમાં જીવન રક્ષક દવાઓ અને મલમ પટ્ટી હોવી જોઈએ. તેની સાથે જ બધી દવાઓ ઉપર પણ એક્સપાયરી તારીખ લખેલી હોવી જોઈએ. તે બોક્સમાં દવાઓ જૂની ન હોવી જોઈએ. જો પેટ્રોલ પમ્પ તમારી માંગ ઉપર ફર્સ્ટ એડ બોક્સ આપવાની ના પાડે તો તેની લેખિતમાં ફરિયાદ કરી શકાય છે.

પીવાનું પાણી શુદ્ધ હોવું જોઈએ :

પેટ્રોલ પમ્પ ડીલરે પોતાના પમ્પ ઉપર સામાન્ય લોકોની સુવિધા માટે મફત પીવાનું પાણીની સુવિધા આપવી જોઈએ. તેના માટે પેટ્રોલ પમ્પ ઉપર ડીલરને આરઓ મશીન, વોટર કુલર અને પાણીનું કનેક્શન જાતે લગાવવું પડશે. જો કોઈ પેટ્રોલ પમ્પ ઉપર પીવાનું પાણીની સુવિધા ન મળે તો તેના માટે પણ તેલ માર્કેટ કંપની સામે ફરિયાદ કરી શકે છે.

ઈમરજન્સીમાં કરી શકો છો ફોન

જો તમે રસ્તામાં કોઈ તકલીફમાં ફસાયા અને મોબાઈલ ફોનની સુવિધા ન હોય, તો ગભરાશો નહી તમે કોઈ પણ પેટ્રોલ પમ્પ ઉપર જઈને કોઈ પણ નંબર ઉપર ફોન કરી શકો છો. તેના માટે પેટ્રોલ પમ્પ ઉપર રહેલા કર્મચારી કે પછી મેનેજર તમને ના નહી કહી શકે. તે સુવિધા પણ પેટ્રોલ પમ્પ ઉપર ફ્રી માં મળે છે.

આ સાથે જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરી માટે ખુબ હાઇટેક રીતો થી ચોરી કરાય છે એટલેતમને શંકા જાય કે પેટ્રોલ માં ચોરી થાય છે કે ભેળસેળ વાળું પેટ્રોલ આપે છે તો એ માટે ગ્રાહક સુરક્ષા અને સંબંધિત કંપની ની સાથે સરકારી મંત્રાલય ને પણ ઈમેલ કરો