પાયલોટ ગર્લફ્રેન્ડને કર્યું અલગ રીતે પ્રપોઝ, 90 હજાર ફૂટ ઉંચે મોકલી વીંટી – જુઓ વિડીયો.

જમીનથી 90 હજાર ફૂટ ઉંચાઈએથી નીચે આવી વીંટી, પછી કર્યું ગર્લફ્રેન્ડને પ્રપોઝ

એક પાયલોટે તેની ગર્લફ્રેન્ડને ખૂબ જ અનોખી રીતે લગ્ન માટે પ્રપોઝ કરી છે. આ પાયલોટે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે આકાશમાં એક વીંટી મોકલી. આકાશ માંથી આ વીંટી મોકલવા માટે પાયલોટે ફુગ્ગાનો ઉપયોગ કર્યો હતો. તેની સગાઈની વીંટીને આ પાયલોટે સૌથી પહેલા એક ફુગ્ગો બાંધ્યો અને આ ફુગ્ગાને 90 હજાર ફૂટ ઉપર સુધી મોકલ્યો. ફુગ્ગા ઉપર એક કેમેરો પણ મૂકવામાં આવ્યો હતો. 90 હજાર ફૂટ ઉપર વીંટી પહોંચ્યા પછી, આ ફુગ્ગો ફૂટી ગયો અને તે વીંટી નીચે જમીન ઉપર તેની ગર્લફ્રેન્ડ પાસે આવી ગઈ.

સોશિયલ મીડિયા ઉપર આ અનોખા પ્રસ્તાવનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયોનો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એરફોર્સના પાઇલટ સ્ટુઅર્ટ શિપ્પી ઘણાં સમયથી મેરી લિસ્મનને ડેટ કરી રહ્યા હતા. તેણે મેરીને પ્રપોઝ કરવા માટે આ રીત વિશે વિચાર્યું. સ્ટુઅર્ટ શિપ્પીએ પ્રથમ ખાસ ફુગ્ગાથી વીંટી આકાશ ઉપર મોકલી.

આકાશમાં ફુગ્ગો જયારે 90 હજાર ફૂટ ઉપર પહોચ્યો ત્યારે તે ફૂટી ગયો. ત્યાર પછી વીંટી પાછી જમીન ઉપર આવી ગઈ. સ્ટુઅર્ટ શિપ્પી યુ.એસ. ના મિસુરીના રહેવાસી છે અને તેણે તેના મિત્રો સાથે મળીને પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવાની આ યોજના બનાવી હતી.

સ્ટુઅર્ટ શિપ્પીના જણાવ્યા મુજબ, તેણે અસલ સગાઈની વીંટીને બદલે એક મોડેલ વીંટી આકાશમાં મોકલી. જેથી ફુગ્ગા ઉપર આ વીંટી મોકલી શકે તેમાં એક કેમેરો પણ લગાવ્યો હતો અને વીંટીની આખી યાત્રા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીંટી મોકલતા પહેલા તેમણે ઘણી વખત સિક્કા આકાશમાં મોકલવાની ટ્રાય કરી હતી.

સ્ટુઅર્ટ શિપ્પીએ આ સ્ટંટ કરવા માટે કોલેજમાં ઈયર એન્જિનિયરિંગ ડિગ્રી દરમિયાન જે શીખવવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ કર્યો. શિપ્પીએ કહ્યું કે તેમને વિશ્વાસ ન હતો કે તે જે વિચારે છે ખરેખર તે કરી શકશે. કારણ કે એક નાની ભૂલ પણ તેની આખી યોજનાને બગાડી શકે છે.

આ રીતે શોધી વીંટી

ફુગ્ગો ફાટ્યા પછી જ્યારે વીંટી જમીન ઉપર પડી ત્યારે સ્ટુઅર્ટ શિપ્પીએ જીપીએસની મદદથી વીંટી શોધી. ખાસ કરીને સ્ટુઅર્ટ શિપ્પીએ વીંટીમાં જીપીએસ લગાવી દીધું હતું અને આ જીપીએસની મદદથી, તે શોધી શક્યા કે વીંટી ક્યાં પડી છે? આ સ્ટંટ દરમિયાન સ્ટુઅર્ટ શિપ્પી સાથે તેની ગર્લફ્રેન્ડ પણ હાજર હતી અને ગર્લફ્રેન્ડે કેમેરામાં વીંટીની સંપૂર્ણ યાત્રા જોઈ.

સ્ટુઅર્ટ શિપ્પીની ગર્લફ્રેન્ડ જયારે આકાશમાંથી પડતી વીંટીને જોઈ રહી હતી. તે જ સમયે સ્ટુઅર્ટ શિપ્પીએ વાસ્તવિક વીંટીથી પ્રપોઝ કર્યું અને મેરીએ સ્ટુઅર્ટ શિપ્પીના લગ્નના પ્રસ્તાવનો પણ સ્વીકાર કરી લીધો.

આ પ્રકારના અનોખા કાર્યને જોઈ તમને ગમ્યું હોય તો તમે આ અંગે તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ તેના વિષે માહિતગાર કરશો. જેથી તે પણ તેના વિષે માહિતગાર થઇ શકે. અને અમને પણ આ અંગે કમેન્ટ કરશો. જેથી અમે પણ તમારા માટે આ પ્રકારની નવી નવી માહિતી રજુ કરી શકીએ.

જુઓ વિડીયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.