પિતા તો થયા ફ્લોપ પરંતુ દીકરીઓએ મચાવી છે ધમાલ, સંજય કપૂરની દીકરીની સુંદરતા છે બેનમૂન.

ફિલ્મ ઇન્સ્ટ્રસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં કોઈ હિટ થઇ જાય છે તો ઘણા ફ્લોપ. બૉલીવુડમાં ઘણા એવા કલાકાર છે જે મોટા પરિવાર માંથી આવવા છતાં એક સફળ હીરો ન બની શક્યા. કેટલાક કલાકારો એ તેમનું આખું જીવન ફિલ્મ ઉદ્યોગમાં પસાર કરી નાખ્યું તેમ છતાં તેમનું નામ સફળ હીરોની શ્રેણીમાં ન આવ્યું. હા, કેટલીક ફિલ્મોથી તેમને ઓળખાણ મળી, પણ તે ઓળખાણ મળી શકી જેના સપના લઇને તે આ ઉદ્યોગમાં આવ્યા. આજે આ કલાકાર ક્યારેક ક્યારેક નાના અથવા મોટા પડદા ઉપર જોવા મળે છે.

પરંતુ આ કલાકાર આજના સમયમાં જેટલા ફ્લોપ છે એટલી જ સુંદરતામાં હીટ છે તેમની દીકરીઓ. બૉલીવુડમાં આજકાલ સ્ટારકીડ્સનો યુગ છે. આજકાલ જાણીતા સ્ટાર્સનાં બાળકો બૉલીવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. તાજેતરમાં જાહનવી કપૂર અને સારા અલી ખાન એ બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.

પરંતુ સ્ટારકીડ્સની ગણતરી સમાપ્ત નથી થતી. બૉલીવુડમાં ઘણા એવા સ્ટારકીડ્સ છે. જેના ડેબ્યુ કરવાના હજુ બાકી છે. આજની આ પોસ્ટમાં અમે તમને કંઈક એવા કલાકારની દીકરીઓ સાથે પરિચય કરાવી રહ્યા છીએ. જે સુંદરતાનું ઉદાહરણ છે અને આગામી સમયમાં બૉલીવુડમાં ડેબ્યુ કરી શકે છે.

દિશાની ચક્રવર્તી :-

દિશાની ચક્રવર્તી પોતાના જમાનામાં જાણીતા કલાકાર મિથુન ચક્રવર્તીની દીકરી છે. દિશાની મિથુન ની સગી નહિ પણ ખોળે લીધેલી દીકરી છે. દિશાની દેખાવમાં ઘણી સુંદર છે અને સમાચારો છે કે જલ્દી જ તે બોલીવુડમાં એન્ટ્રી કરી શકે છે.

સના પંચોલી :-

આદિત્ય પંચોલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી છે પરંતુ આજે પણ આદિત્યને તે સ્થાન નથી મળી શક્યું. જેની તેને આશા હતી. સુરજની એક સુંદર પુત્રી પણ છે. જેનું નામ સના પંચોલી છે. સુંદરતાની બાબતમાં સના કોઈ બોલીવુડ અભિનેત્રી કે મોડલથી ઓછી નથી. સાંભળવામાં આવે છે કે હવે સના પણ બૉલીવુડમાં ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે.

શયાના કપૂર :-

‘રાજા’ જેવી સુપરહિટ ફિલ્મ આપું ચુકેલા સંજય કપૂરની દીકરી શનાયા કપૂર પણ અત્યંત સુંદર છે. તે ઘણી વખત બોલિવૂડ ઇવેંટમાં જોવા મળે છે. જોકે હવે સંજય કપૂર ઘણા સમયથી બોલીવુડથી દૂર છે પરંતુ શયાનાએ ટૂંક સમયમાં બોલીવુડમાં ધમાકેદાર પ્રવેશની તૈયારી કરી લીધી છે. બની શકે કે આ જ વર્ષે તમે તેમને ફિલ્મમાં જોઈ શકો.

અનન્યા પાંડે :-

પોતાના જમાનાના ફેમસ હીરો ચંકી પાન્ડેની દીકરી અનન્યા પાંડે સુંદરતામાં કોઈ પરીથી ઓછી નથી. તેમની માસુમીયત લોકોનું દિલ ચોરી લે છે. સમાચાર મુજબ, કરણ જૌહરની ફિલ્મ ‘સ્ટુડેંટ ઑફ ધ ઈયર 2’ થી અનન્યા બૉલીવુડમાં વહેલી તકે એન્ટ્રી કરશે.

ટીના અહુજા :-

ગોવિંદા 90 ના દાયકામાં સૌથી જાણીતા અભિનેતા હતા. પરંતુ આજના સમયમાં તેમની પાસે એક પણ હિટ ફિલ્મ નથી. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રંગીલા રાજા’ સુપરફ્લોપ સાબિત થઇ હતી. ગોવિંદાની એક સુંદર પુત્રી પણ છે. જેનું નામ ટીના અહુજા છે. સુંદરતાની બાબતમાં ટીના મોટી મોટી હિરોઈનોને ટક્કર આપે છે. સમાચારના આધારે ટીના પણ વહેલી તકે બૉલીવુડમાં એન્ટ્રી કરીને પિતાનું નામ રોશન કરવાની તૈયારીમાં છે.