પિતાના મૃતદેહ પાસે બેસીને છોકરીએ કર્યો આખી રાત અભ્યાસ, સવારે જઈને આપી દસમાં બોર્ડની પરીક્ષા.

પ્રણતીના પિતાનું મૃત્યુ કેન્સરને કારણે જ થઇ ગયું હતું. તે આખી રાત પિતાના શબ પાસે બેસીને અભ્યાસ કરતી રહી. પિતાની એક વાતે આપી હતી હિંમત.

શિક્ષણ મેળવવા માટે લોકો શું શું નથી કરતા. વાસ્તવિક શિક્ષણ એસીમાં બેઠા બેઠા અને બધી સુખ સુવિધાઓ સાથે નથી પ્રાપ્ત કરી શકાતું. વાસ્તવિક શિક્ષણ તે લોકો પ્રાપ્ત કરે છે, જેની અંદર શિક્ષણ પ્રાપ્ત કરવાની ધગશ હોય છે. તમે જોયું હશે કે યુ.પી.એસ.સી. અને એસ.એસ.સી. પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ ઘણીવાર ગરીબ ઘર માંથી આવે છે.

તમે તે વાર્તા પણ વાંચી હશે કે કેવી રીતે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને અભ્યાસ કરતા હતા. પરંતુ શું તમે ક્યારેય વિચારી શકો છો? કે શિક્ષણ પ્રત્યે કોઈની એટલી ધગશ હોઈ શકે છે કે તે રાત આખી એક મૃતદેહ સાથે બેસીને અભ્યાસ કર્યો. જી હા, કેટલાક લોકો માટે શિક્ષણ પ્રાપ્ત કરવું તે એટલું વધારે મહત્વનું હોય છે કે તે એવું કરવાથી પણ ગભરાતા નથી.

આજે આ પોસ્ટમાં અમે તમારા માટે એક એવી ઘટના લઇને આવ્યા છીએ, જેના વિશે જાણીને તમારો આત્મા કંપી જશે. આ ઘટના મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની છે. મહારાષ્ટ્રની એક છોકરીએ એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે તમે પણ થોડા સમય માટે વિચારમાં પડી જશો.

કેન્સરથી થયું પિતાનું મૃત્યુ :-

ભંડારા જીલ્લાના ખૈરીના નિવાસી પ્રણતિ ખેમરાજ મેશ્રામ એ રાત આખી તેમના પિતાના શબ પાસે બેસીને અભ્યાસ કર્યો. પ્રણતિને માત્ર અભ્યાસ જ, પણ સવારે ઉઠીને પોતાની હાઈસ્કૂલનું પેપર પણ આપવા ગઈ. પ્રણતિ ભંડારાના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિદ્યાલય લખુંદર 10માંની વિદ્યાર્થીની છે. પ્રણતીના પિતાનું મૃત્યુ ગયા 4 માર્ચના રોજ કેન્સરને કારણે થઇ ગયું હતું.

પ્રણતિના પિતા મહારાષ્ટ્ર રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિગમમાં કામ કરતા હતા. પ્રણતિએ કહ્યું કે તેને આજે પણ તેના પિતાની વાત યાદ છે. પોતાના પિતાની વાત યાદ કરતી વખતે પ્રણતિએ કહ્યું કે પપ્પા કહેતા રહેતા હતા કે “”શિક્ષણ જ કોઈ પણનું ભાવિ અને ભવિષ્યને સારામાં બદલી શકે છે.” પ્રણતિના પરિવારમાં પિતા સિવાય તેની માતા અને એક ભાઈ છે. પિતાના ગયા પછી સમગ્ર જવાબદારી તેની ઉપર જ આવી ગઈ છે.

અધ્યાપકોએ ઘરે આવીને વધાર્યો ઉત્સાહ :-

જેવી જ શાળામાં ખબર પડી કે પ્રણતીના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા, શાળાના આચાર્ય એસ કે ખોબરાગડે, નિરીક્ષક આરએમ મુલે, શિક્ષક સંજય પ્રધાન અને એસ. ડી. દીવાતે તેના ઘરે પહોંચ્યા. અધ્યાપકોએ આ સંકટની ઘડીમાં સંવેદના વ્યક્ત કરતા, પ્રણતિની હિંમતને સલામ કરી.

તેમણે પ્રાણતિના હિંમત વધારતા પિતાના સપનાને પૂરું કરવા માટે કહ્યું. ત્યાર પછી તે રાત આખી તેના પિતાના શબ પાસે બેસીને અભ્યાસ કરતી રહી અને સવારે જઈને પરીક્ષા આપી. આગલા દિવસે સવારે પ્રણતિની 10માંની બોર્ડની પરીક્ષા હતી. તેને અંગ્રેજીનું પેપર આપવા જવાનું હતું. રાત આખી શબ સાથે અભ્યાસ પછી તે શાળા ગઈ અને પોતાની પરીક્ષા આપી અને પછી ઘરે આવી પિતાના અંતિમ સંસ્કારમાં જોડાઈ.