કમરના દુખાવાથી છુટકારો આપતી દરેક વસ્તુ બીજે ક્યાય નહિ પણ તમારા રસોડામાં જ છે!!

આજની ભાગદોડ વાળી અને વ્યસ્ત જિંદગીમાં કમર અથવા પીઠના દુખાવાની સમસ્યા સામાન્ય છે. આયુર્વેદના મુજબ પીઠનો દુખાવો વાતના કારણે થાય છે. પરંતુ સંતુલિત અને નિયંત્રિત ખોરાક દ્વારા પીઠના દુખાવાથી બચી શકાય છે. આવો જાણીએ કે આયુર્વેદના મુજબ કયા પ્રકારનો ખોરાક તમને પીઠના દુખાવાની સમસ્યાથી બચાવી શકે છે.

ફાઈબર યુક્ત ખોરાક – કબજિયાત, પેટની સમસ્યાઓ અને પીઠનો દુખાવો એકબીજાને સંબંધિત છે. ફાઈબર યુક્ત ભોજન લેવાથી આ બધી સમસ્યાઓ દુર થઇ જાય છે. ફાઈબર ઘઉં નો લોટ, લીલા પાંદડા વાળા શાકભાજી, સફરજન, પપૈયું, દ્રાક્ષ, કાકડી, ટમેટા, ડુંગળી, ફોતરાવળી દાળ, સલાડ, શક્કરીયા, ઇશબગુલ ની ભૂકી, દાળિયા, બેસન અને સોજી જેવા ખાદ્ય પદાર્થોમાં જરૂરી પ્રમાણમાં મળી આવે છે.

કમરના દુખાવાના ઘરગથ્થું ઉપચાર:

હળદર- હળદર પોતાના ઘણા ગુણો માટે જાણીતું છે. હળદરમાંથી મળતા કર્કુમીન ઊતકોને નષ્ટ થતા અને સોજા વગેરેથી બચાવે છે અને માંસપેશીઓને પણ સરખી રાખે છે. હળદરના પાઉડરને સલાડ પર છાંટો અને શાકમાં નાખો.
લસણ- લસણ પોતાના દુખાવાના નિવારણના ગુણોને કારણે ઓળખાય છે. આને નારીયેળ તેલમાં ગરમ કર્યા બાદ માલીશ કરવાથી માંસપેશીઓનું જક્ડવું ઓછુ કરે છે અને દુખાવાથી આરામ મળે છે.

મસાલા વાળી ચા- આયુર્વેદના મસાલા વાળી ચા પીવાથી દુખાવો અને કબજિયાત બંનેમાં આરામ મળે છે.

ડેરી ઉત્પાદન- સામાન્ય રીતે પીઠના દુખાવાનું મુખ્ય કારણ કેલ્સિયમની ઉણપ હોય છે. ડેરી ઉત્પાદન કેલ્સિયમના સારા સ્ત્રોત હોય છે. આમાં સમાવિષ્ટ કેલ્સિયમ અને વિટામીન ડી હાડકાને મજબુત બનાવે છે. દહીં, માખણ, દૂધ, વગેરે

આદુ- આદુમાં સમાવિષ્ટ એંટી ઇન્ફલેમેટ્રી તત્વ પેટને સરખું કરવા માટે સહાયક હોય છે. આ જ કારણ છે કે આદુ પીઠના દુખાવાથી પણ આરામ અપાવે છે.

આ વસ્તુઓ ન ખાઓ- આયુર્વેદના મુજબ પીઠના દુખાવાને રોકવા માટે કેટલાક એવા પદાર્થ પણ છે, જેનું સેવન ઓછુ કરવું જોઈએ જેમ કે ખાંડ, રાજમાં, ભીંડો, કઢી વગેરે.