પીરિયડ્સનો દુ:ખાવો દૂર કરવામાં દવાઓથી વધારે અસરદાર છે આદુ, દુ:ખાવો દુર કરવા લેતા હોય દવા તો ચેતી જજો

પીરીયડસ કે માહવારી એક એવી વસ્તુ છે જેના વિષે કોઈપણ ખુલીને વાત કરવામાં અચકાય છે. જો ભૂલથી આ બાબત પર ઘરવાળાની વચ્ચે વાત નીકળી જાય તો લોકો વાત બદલી નાખતા હોય છે. થોડા ઓછું ભણેલા-ગણેલા તો તેને મહિલાઓને થતી અસાધ્ય બીમારી સમજી બેસે છે. પણ અમે તમને જણાવી આપીએ કે આ કોઈ બીમારી નથી પણ મહિલાઓના શરીરમાં થતી સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ છે.

માસિકધર્મનો દુ:ખાવો દુર કરવા માટે દવાઓથી વધુ અસરકારક છે આદુ !!

માસિકધર્મ દરમિયાન મહિલાઓને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. જેમાંથી કમરની નીચે વાળા ભાગમાં દુ:ખાવો હોવો એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાને ઉકેલવા માટે ઘણી મહિલાઓ દવાઓનો ઉપયોગ કરે છે. તો ઘણી ઘરેલું નુસખા અપનાવે છે. ઘરેલું નુસખાનો ઉપયોગ કરવો સારો છે, પણ દવાઓનો ઉપયોગ સારો નથી. તેનાથી ઘણી વખત આડ અસર પણ થઇ જાય છે અને વધુ તકલીફ ઉભી થાય છે.

દવાઓની અસર :

માસિકધર્મ દરમિયાન દવાઓનો ઉપયોગ ખરાબ પરિણામ આપે છે. ઘણી વખત દવાઓ મહિલાઓના આરોગ્ય અને પ્રજનન અંગો ઉપર ખરાબ અસર કરે છે. આ તકલીફના ઉકેલ માટે કુદરતી ઉપાયોના ઉપયોગ વિષે પણ તમામ માહિતી હોવી જોઈએ. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે કુદરતી દવાઓ ઘરમાં જ બનાવી શકો છો. જેમ કે આદુના ઉપયોગથી માસિકધર્મના દુ:ખાવાનો ઉત્તમ ઈલાજ છે.

આદુનો ઉપયોગ :

આદુનો ઉપયોગ કરીને દુ:ખાવો દુર કરો ૨૯ ગ્રામ આદુને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જયારે પાણી અડધું રહે તો ગાળી લો. આ ગાળેલા પાણીને દિવસમાં બે વખત પીવો. તમે માસિકધર્મ શરુ થવાના ૧૫ દિવસ પહેલા તે શરુ કરી શકો છો. તે બે મહિના સુધી અપનાવો. તમને નિશ્ચિત રીતે આરામ મળશે.

માસિકધર્મ દરમિયાન ચા માં સામાન્યથી થોડી વધુ પ્રમાણમાં આદુનો ઉપયોગ કરો અને તે રોગીને આપો. આ માસિકધર્મ દરમિયાન થતા દુ:ખાવામાં રાહત અપાવવામાં મદદરૂપ બનશે.

આદુ- સુંઠ સૂપ :

માસિકધર્મ દરમિયાન દુ:ખાવાની તકલીફને દુર કરવા માટે આદુ-સુંઠ સૂપ તરત અસરકારક છે. આદુના ટુકડા, સુંઠ અને ગોળને ગરમ કરીને સૂપ બનાવો. જયારે તે હળવું ઠંડુ થઇ જાય તો પીવો, દુ:ખાવો દુર થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.