સરકાર 2 ઓક્ટોબરથી બંધ કરી રહી છે પ્લાસ્ટિક, શરૂ કરો આ બિઝનેસ દર મહિને થશે સારી કમાણી

૧ ઓક્ટોમ્બર પછી એક મોટો ફેરફાર થવાનો છે. જેનાથી ભારતીયોનું જીવન બદલાઈ શકે છે. ખાસ કરીને ૨ ઓક્ટોમ્બર (October 2) થી દેશભરમાં પ્લાસ્ટિકમાંથી બનેલી બેગ, કપ અને સ્ટ્રો ઉપર સરકાર પ્રતિબંધ (Plastic Ban) લગાવવાની તૈયારી કરી રહી છે.

૨ ઓક્ટોમ્બરના રોજ મોદી સરકાર પ્લાસ્ટિકમાંથી બનેલી ૬ પ્રોડક્ટ્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ સાથે જોડાયેલ અભિયાન શરુ કરશે. ભારતમાં વધતા પોલ્યુશનને દુર કરવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ઘણું જરૂરી છે. સરકારના આ પગલાથી સામાન્ય લોકો માટે ઘણા નવા બિઝનેસ શરુ કરવાના ઓપ્શન ખુલશે.

જો તમે પણ કોઈ નવો બિઝનેસ શરુ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો અમે તમને જણાવી રહ્યા છીએ એક ખાસ આઈડિયા. આ બિઝનેસને તમે ઘણા જ ઓછા રોકાણમાં શરુ કરી શકો છો. આવો તમને જણાવીએ આ બિઝનેસ વિષે સંપૂર્ણ માહિતી.

આટલા રૂપિયાનું રોકાણ જરૂરી :

૧ થી ૧.૫ લાખ રૂપિયા લગાવીને શરુ કરો આ બિઝનેસ. આ બિઝનેસ શરુ કરવા માટે કોઈ ખાસ અનુભવ અને સારા એવા રોકાણની જરૂર નથી. આમ તો જો આ બિઝનેસ મોટા પાયા ઉપર શરુ કરવામાં આવે તો આ બિઝનેસ શરુ કરવાનો ખર્ચ થોડો વધી શકે છે. આ બિઝનેસમાં કેટલી કમાણી થશે તે તમારા બિઝનેસની સાઈઝ, બિઝનેસ લોકેશન વગેરે ઉપર આધાર રાખે છે.

કપડાની બેગ બનાવીને અહિયાં વેચી શકો છો :

પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવાથી માર્કેટમાં કપડાની દુકાનો, મીઠાઈની દુકાનો, કરીયાણા સ્ટોર ઉપર કપડાની બેગોનો ઉપયોગ કરવાનો થશે. પ્લાસ્ટિકની થેલીઓ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવ્યા પછી કાપડની થેલીનો ઉપયોગ કરવો દરેક નાના મોટા ધંધાની મજબુરી થઇ ગઈ છે. એટલા માટે ચોક્કસ રીતે એવું કહેવામાં આવી શકે છે કે, દરેક સ્થાનિક બજારમાં તેની સારી એવી માંગ રહેશે. તે કારણ છે કે આ બિઝનેસ શરુ કરવાનો આ સમય ઉત્તમ છે.

બેગ બનાવવા માટે જોઈએ આ વસ્તુ :

મશીનરી અને સાધનોની વાત કરીએ તો આ બિઝનેસ માટે ઓટોમેટીક Non Woven Bag Making Machine પણ આવે છે. પરંતુ તે ઉદ્યોગકારને ઘણું મોંઘી પડી શકે છે. એટલા માટે શરુઆતમાં સિલાઈ મશીન, કાતર વગેરેથી પણ કામ ચલાવી શકાય છે. જો ઉદ્યોગકાર ઓછા રોકાણમાં આ બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છે, તો સેકન્ડ હેન્ડ સિલાઈ મશીન માર્કેટમાં ૨૦૦૦-૫૦૦૦ રૂપિયામાં મળી જશે. ત્યાર પછી કપડાની થેલી બનાવવું સરળ થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.