PM કિસાન માનધન યોજનામાં રોકાણ કરવા પર ખેડૂતોને મળશે 3 હજાર રૂપિયા માસિક કમાણી, જાણો તેના નિયમ

ખેડૂતો PM કિસાન માનધન યોજનામાં રોકાણ કરીને મહિને 3 હજાર રૂપિયા કમાઈ શકે છે, જાણો શું છે તેના નિયમ

દેશના અન્નદાતા હોવા છતાં આપણા દેશના ખેડૂતોએ તંગીમાં જીવવું પડે છે. ખાસકરીને વૃદ્ધાવસ્થામાં. વૃદ્ધાવસ્થામાં તેમની શારીરિક ક્ષમતા ઓછી થઈ જવાની સાથે સાથે ખેડૂતોની પૈસાની તંગી પણ વધી જાય છે. એટલા માટે સરકારે ખેડૂતોની વૃદ્ધાવસ્થા આરામથી પસાર થાય તેના માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની શરૂઆત કરી છે.

આ યોજનામાં રોકાણ કરવા પર ખેડૂત પોતાની વધતી ઉંમરમાં દર મહિને 3000 રૂપિયા સુધીની રકમ પેંશનના રૂપમાં પ્રાપ્ત કરી શકે છે. 2019 માં લોન્ચ થયેલી આ સ્કીમ વિષે અમે તમને વધારે જણાવીએ તે પહેલા તમને એ જણાવી દઈએ કે, આ સ્કીમ અંતર્ગત અત્યાર સુધીમાં 19,99,319 ખેડૂતો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. સૌથી મોટી વાત એ છે કે, આ સ્કીમમાં તમે જેટલું રોકાણ કરશો એટલું જ યોગદાન સરકાર તરફથી કરવામાં આવશે. ચાલો હવે અમે તમને આ સ્કીમ વિષે સંપૂર્ણ જાણકારી આપીએ.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાના નિયમ (PM Kisan Maandhan Yojana) :

આ યોજનામાં 18 થી 40 વર્ષની ઉંમરના એવા ખેડૂત રોકાણ કરી શકે છે, જેમની પાસે 2 હેકટર સુધી જમીન છે. આ સ્કીમમાં રોકાણ કરવા વાળા ખેડૂતને 60 ની ઉંમર પર ઓછામાં ઓછા 3000 રૂપિયા માસિક પેંશન મળે છે.

જો કોઈ રીતે આ સ્કીમ હોલ્ડરનું અકાળે મૃત્યુ થઈ જાય છે, તો તેની પત્નીને પેંશનની રકમ મળશે. અહીં ધ્યાન આપવા વાળી વાત એ છે કે, પત્નીને પેંશનની અડધી રકમ મળશે. તેના સિવાય અન્ય એક ખાસ વાત એ કે, સ્કીમ હોલ્ડરના ન હોવાની સ્થિતિમાં તેની પત્ની સિવાય બીજા કોઈને પણ આ લાભ આપવામાં નહિ આવે.

PMKMY નું રજીસ્ટ્રેશન ફ્રી માં થાય છે એટલે કે, તમારે તેના માટે કોઈ પણ પ્રકારની રકમ ખર્ચ કરવાની જરૂર નહિ પડે. તેની સાથે જ જો ખેડૂત પહેલાથી પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટર છે, તો તેણે અલગથી દસ્તાવેજ દેખાડવાની જરૂર નહિ પડે.

આ સ્કીમ અંતર્ગત ખેડૂત 55 થી 200 રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. એટલે કે 18 વર્ષની ઉંમરે 55 અને 40 વર્ષની ઉંમરે આ રકમ 200 રૂપિયા સુધી જ છે. પીએમ કિસાન યોજના અંતર્ગત મળતો લાભ તમે ઈચ્છો તો સીધું માનધન યોજનામાં જમા કરાવી શકો છો. આ રીતે ખેડૂતે તેમના ખીસામાંથી કાંઈ પણ ખર્ચ કરવાની જરૂર નહિ પડે.

જો કોઈ ખેડૂત 10 વર્ષ પહેલા આ સ્કીમને બંધ કરી દે છે, તો તેને પોતાની જમા રકમ પર બેંકના દર પ્રમાણે વ્યાજ મળી જશે.

આ કાગળોની જરૂર પડશે :

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં રોકાણ કરવા માટે આધારકાર્ડ અને બેંકમાં ખાતું હોવું જોઈએ. રોકાણ માટે ખેડૂતે પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જવું પડશે.

પહેલું રોકાણ રોકડ રૂપિયામાં કરવું જરૂરી રહેશે. પ્રોસેસ પુરી થવા પર ખેડૂતને એક કિસાન કાર્ડ અને કિસાન પેંશન એકાઉંટ નંબર આપવામાં આવશે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.