PNB ની નવી સ્કીમ, 10 હજાર રૂપિયા રોકાણ કરવાથી 111 દિવસ પછી મળશે આટલા બધા રૂપિયા.

પી.એન.બી. ની નવી યોજના, 10 હજાર રૂપિયા રોકાણ કરવાથી 111 દિવસ પછી મળશે આટલા વધારે પૈસા

પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.) તેમના ગ્રાહકો માટે એક ખાસ સ્કીમ લઇને આવે છે.

સુગમ પ્લસ ટર્મ ડિપોઝિટ યોજનામાં ગ્રાહકોને માત્ર 111 દિવસથી લઇને 333 દિવસની મેચ્યોરિટી પીરિયડનો વિકલ્પ મળશે.

તાજેતરના સમયમાં બચત એક આનીવાર્ય હિસ્સો બની ગઈ છે જો બચત ના કરવામાં આવી તો ભવિષ્ય ખુબ જ અનિશ્ચિત છે કાલે શું થવાનું છે એ કોઈ ને ખબર નથી આવા સમયે બચત કામ આવતી હોય છે. મોંધવારી પણ ખુબ વધી રહી છે ત્યારે બચત આપણા અને આપણા પરિવારના ભવિષ્ય માટે જરૂરી છે.

વધુ સારા ભવિષ્ય માટે લોકો સખત મહેનત કરીને પૈસા કમાય છે અને રોકાણ કરે છે. જેથી કરીને તેમને સારૂ વળતર મળે. ભારતની મોટી સરકારી બૅન્કની યાદીમાં સામેલ પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.) તેના ગ્રાહકો માટે એક ખાસ યોજના લઇને આવી છે. આ સુગમ પ્લસ ટર્મ ડિપોઝિટ યોજનાની વિશેષ બાબત એ છે કે આ યોજનામાં ગ્રાહકોને માત્ર 111 દિવસથી લઇને વધુ પીરીયડનો વિકલ્પ મળશે. આવો જાણીએ આ યોજના વિષે.

બેંક દ્વારા ટ્વિટ કરી દેવામાં આવી માહિતી :-

બેંક દ્વારા ટ્વિટ કરી આ સ્કીમની જાહેરાત કરી છે. પી.એન.બી.ની સુગમ પ્લસ ટર્મ ડિપોઝિટ યોજનામાં ગ્રાહકોને 111 દિવસ, 222 દિવસ અને 333 દિવસનો વિકલ્પ મળશે. આ યોજનામાં 333 દિવસ વાળી એફડી પર બેંક સામાન્ય નાગરિકોને સૌથી વધુ વ્યાજ આપશે.

111 દિવસ અને 222 દિવસની યોજના ઉપર બેંક 333 દિવસની યોજનાની સરખામણીમાં ઓછું વળતર આપશે. પી.એન.બી.ની આ નવી ફિક્સડ ડિપોઝિટ યોજનાની શરૂઆત થઈ ગઈ છે. આ સ્કીમમાં પ્રી-મેચ્યુરિટી વિડ્રોવલની સુવિધા નથી અને પ્રિ-મેચ્યોર કેન્સિલેશન ઉપર 1 ટકા વ્યાજ દરથી પેનલ્ટી લાગશે.

10,000 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ :-

આ યોજનામાં તમે 10,000 રૂપિયાથી લઇને 10 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. 111 દિવસની એફડી ઉપર બેંક સામાન્ય નાગરિકોને 6.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7 ટકા દરથી વ્યાજ આપશે. 222 દિવસની એફડી ઉપર બેંક સામાન્ય નાગરિકોને 6.60 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.1 ટકા દર મુજબ વ્યાજ આપશે. તે 333 દિવસ ની એફડી ઉપર બેંક સામાન્ય નાગરિકો 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.6 ટકા દરથી વ્યાજ આપશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.