પોલીસે વધુ અવાજ વાળા બુલેટના સાયલન્સર ની કરી આવી હાલત, ચડાવી દીધું રોલ રોલર

 

છેલ્લા થોડા મહિના થી બેંગલુરુ ટ્રાફિક પોલીસ વધુ આવાજ કરતા એગ્જોસ્ટ(સાઈલેન્સર) વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. ખાસ કરીને આ રોયલ એનફિલ્ડ માં જોવા મળે છે. આમ તો હવે તેઓ આ અભિયાનને એક જુદા જ સ્તર સુધી પહોચાડેલ છે. એક ફોટો શોશ્યલ મીડિયા ઉપર ખુબ ચર્ચા માં છે, જેમાં એક પોલીસવાળા ઢગલાબંધ સાઈલેન્સર ઉપર રોડ રોલર ચડાવી રહ્યા છે.

આ ફોટાને બેગ્ન્લુરુ ટ્રાફિક પોલીસે પોતાની ફેસબુકના પેજ ઉપર પોસ્ટ કરેલ છે, જેની મોટી સંખ્યામાં યુઝરોએ ટીકા પણ કરી છે. તેના માટે બંગ્લુરુ ટ્રાફિક પોલીસને ટ્રોલ પણ કરવામાં આવેલ છે. હવે ટ્રાફિક પોલીસે કડક સંદેશો આપવા માટે આ પગલું ભર્યું છે.

ઘણા ફેશબુક યુઝર્સએ પોલીસવાળા પાસે શહેરના ખાડા વાળા રોડને વધુ ખરાબ ન કરવાનું કહ્યું, જયારે બીજા લોકોએ ટ્રાફિક જામમાં વધારો ન કરવાની વાત કરી. ત્યાં એક ફેશબુક યુઝરે સવાલ કર્યો કે આવી જાતના એગ્જોસ્ટ બજારમાં વેચવામાં જ શામાટે આવી રહ્યા છે.

જણાવી દઈએ કે છેલ્લા થોડા અઠવાડિયાથી શહેરની ટ્રાફિક પોલીસ રોયલ એનફિલ્ડ ના આ ચાલકોને રોકી રહી છે જેમણે અવાજ વાળુ એગ્જોસ્ટ લગાવરાવ્યું હતું. આ એગ્જોસ્ટ ને સ્થળ ઉપર જ કઢાવી નાખવામાં આવતું હતું. આવી જાતના ચાલકો ઉપર ન માત્ર દંડ જ કરવામાં આવતો હતો, પણ ઘણા ની તો બાઈકો જમા કરી લેવામાં આવેલ.

આ જોતા લાગે છે આવનારા સમય માં ટ્રાફિક પોલીસ ને નવું કામ મળશે કે એ લોકો નવું કામ શોધી લેશે.