પોલીસ સ્ટેશનને લાગ્યા ચાર ચાંદ, કારણ જાણીને તમે પણ ખુશી અનુભવશો.

એ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું પોલીસ સ્ટેશન, કારણ જોડાયું છે એક કેસ સાથે.

મહારાષ્ટ્રના બુલઢાણામાં 1 વર્ષ પહેલા એક સગીરા સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ગુરુવારે આ બનાવમાં બુલઢાણાની વિશેષ જિલ્લા અને સત્ર અદાલતે 2 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી. અદાલતના નિર્ણય પછી ચિખલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આખા પોલીસ સ્ટેશનને દુલ્હનની જેમ શણગાર્યું અને ફટાકડા ફોડ્યા.

હકીકતમાં, ચિખલી શહેરમાં 26 એપ્રિલ 2019 ની રાત્રે બે યુવકોએ એક 9 વર્ષની સગીરા સાથે અમાનવીય વર્તન કર્યું હતું. તે સગીરા જયારે પોતાના માતા-પિતા સાથે સુતેલી હતી, ત્યારે આ નરાધન યુવકો તેને જબરજસ્તી ઉપાડીને શહેરની અવાવરું જગ્યાએ લઇ ગયા, અને તેની સાથે બળાત્કાર કર્યો હતો.

પીડિતાના પિતાની ફરિયાદ પર આરોપી સાગર વિશ્વનાથ બોરકર અને નિખિલ શિવાજી ગોલાઇત વિરુદ્ધ રેપ, પોસ્કો અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ અક્ષમ્ય ગુનાથી આખા જિલ્લામાં ગુસ્સાનો માહોલ હતો. ચિખલી શહેરમાં નાગરિકોએ આરોપીઓને જલ્દીથી જલ્દી પકડવા માટે રેલી કાઢી અને એક દિવસ શહેર પણ બંધ રાખવામાં આવ્યું હતું.

આ દુષ્કર્મના બનાવમાં ગુરુવારે થયેલી અંતિમ સુનાવણીમાં બંને નરાધમોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ન્યાયાલયની બહાર પોલીસનો કડક બંદોબસ્ત લગાવવામાં આવ્યો હતો.

આ ઘટના પછી જે મહિલા કર્મચારીએ તે સગીરાનું મેડિકલ કરાવ્યું હતું, તેમણે જણાવ્યું કે પીડિત સગીરાના બે મોટા ઓપરેશન ઔરંગાબાદમાં કરવામાં આવ્યા. મહિલા પોલીસ કર્મચારીએ કહ્યું કે, હું પ્રાર્થના કરું છું કે આવી ઘટના ક્યારેય કોઈની સાથે ન થાય.

ચિખલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર ગુલાબરાવ વાઘે જણાવ્યું કે, સગીરાની માતાનું માનસિક સંતુલન સારું નથી. ચિખલી પોલીસે દરેક કર્મચારીઓએ આ પીડિત પરિવારની દરેક શક્ય મદદ કરી. ન્યાયાલય દ્વારા આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોવાની ખુશીમાં ચિખલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પોલીસ સ્ટેશનને દુલ્હનની જેમ શણગાર્યું અને ફટાકડા ફોડ્યા.

માનવામાં આવી રહ્યું છે કે, ભારતના ઇતિહાસમાં આ પહેલું પોલીસ સ્ટેશન હશે જેને આરોપીઓને સજા થયા પછી લાઇટિંગથી શણગારવામાં આવ્યું અને ફટાકડા ફોડવામાં આવ્યા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.