દિલથી સલામ, અપંગ બાળકને પોલિસ ઈન્સ્પેક્ટરે લીધો દત્તક, ઉઠાવશે એનો બધો ખર્ચ

આજના સમયમાં પોતાના પણ પોતાના નથી રહ્યા, અને પોતાના પણ મુશ્કેલીમાં આપણી મદદ માટે ઉભા નથી રહેતા. આ વાતનો ઘણા બધાએ અનુભવ પણ કર્યો હશે. પણ તેનાથી ઉલટું અમે કહીએ કે કોણ કહે છે કે આજના સમયમાં માણસાઈ મરી પરવારી છે, તો તમને થોડું વિચિત્ર લાગશે. પરંતુ એ વાત સાચી છે. આવો એવી જ એક ઘટના વિષે જાણીએ વિસ્તારથી.

થોડા પોલસ કર્મચારી ખાખીને બદનામ કરવા લાગી રહ્યા છે, તો ઘણા એવા પણ છે જે તેની છાપને સારી અને ચોખ્ખી રાખવામાં તનતોડ મહેનત કરવા લાગ્યા છે. અને એવું જ આ વખતે કર્યુ છે સોનભદ્ર જીલ્લાના શક્તિ નગર પોલીસ સ્ટેશનના વડા ભારત ભૂષણ તિવારીએ. ઇન્સ્પેકટર ભારત ભૂષણ તિવારી પોતાની ડ્યુટી ઉપર હતા, ત્યારે અચાનક તેમની નજર એક બન્ને પગે અપંગ એક બાળક ઉપર પડી.

તે બાળક એક બે જુના પુસ્તકો અને કોપીઓ લઇને પ્લાસ્ટિકની સીટ ઉપર બેસીને અભ્યાસ કરી રહ્યો હતો. ઇન્સ્પેકટર તિવારી તરત પોતાનું વાહન રોકીને તે બાળક પાસે જાય છે, અને બાળક સાથે વાત કરવા લાગે છે. બાળક સાથે વાત કરવાથી ઇન્સ્પેકટર તિવારીને તમામ વાત સમજાઈ જાય છે. બાળકનું પરિવાર આર્થિક રીતે ઘણું નબળું છે અને તે તેનો ભણવાનો ખર્ચ ઉપાડી શકવા માટે સક્ષમ નથી. બાળકોની અભ્યાસ પ્રત્યે રૂચી જોઈને ભારત ભૂષણે તેને ભણાવવાની જવાબદારી પોતાની ઉપર લઇ લીધી.

ક્ષેત્રની સુરક્ષાની જવાબદારીની સાથે સાથે પોલીસના વડા ભારત ભૂષણે લીધેલી આ નવી જવાબદારીની લોકો ઘણી પ્રસંશા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. ઇન્સ્પેકટર તિવારીના આ પગલાની પ્રશંસા તેમના વિસ્તારના અધિકારી સાહુલ મિશ્રાએ પણ કરી છે.

તેમણે કહ્યું કે જે કામ સારું છે તેને બધા સમર્થન કરશે. આવા પ્રકારના કાર્ય કરતા રહેવા જોઈએ, જેથી લોકોના દિલો ઉપર ખાખીનું રહસ્ય અને પોલીસ જનતા વચ્ચે જે અંતર હજુ પણ છે તે દુર થાય. ખરેખર આ આપણા માટે ગૌરવની વાત કહેવાય કે આ મતલબી જમાનામાં આજે પણ એવા લોકો છે, જે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવા તૈયાર રહે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો આ કોઈ એક વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

અમારા સૌ વાચક મિત્રોને ૨૬ મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના.