પોલિસ ઓફિસરના મૃત જાહેર કરેલા પિતાને વૈદ્યે જીવતો જણાવ્યો, આયુર્વેદિક સારવારથી થયો ફાયદો.

એડિજી પોલિસ રાજેન્દ્ર કુમાર મિશ્રામાં તેમના પિતાને લઇને વૈદ્યએ આશા જગાવી.

સ્વાસ્થ્યના જાણકારો મુજબ શરીરમાં સકારાત્મક પ્રતિક્રિયા મળી.

નજીકની હોસ્પિટલે મૃત્યુ પ્રમાણ પત્ર જાહેર કર્યું.

એડિશનલ ડાયરેક્ટર જનરલ પોલીસ રાજેન્દ્રકુમાર મિશ્રાના પિતાને ડોક્ટરોએ છેલ્લા મહિને મરેલા જાહેર કરી દીધા હતા, પણ તેમને આશાઓ છોડી નહીં. એમણે પિતાના આયુર્વેદિક દવાઓથી ઈલાજ શરૂ કર્યો. ગઈ ૧૪ જાન્યુઆરીએ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એમને ૨૦ કલાકના બધા ઈલાજ બાદ મૃત જાહેર કરી દીધા હતા.

વર્ષ ૧૯૮૭ ના બેચના આઈપીએસ મિશ્રાએ એક આયુર્વેદિક પ્રેકટીસ કરનાર પાસે પોતાના ૮૪ વર્ષના પિતાનો ઉપચાર શરૂ કરાવ્યો. એમના પિતાને મિશ્રાને ૧૪ જાન્યુઆરીના દિવસે સારવાર દરમિયાન મૃત જાહેર કરી દીધા હતા. એમની કિડની, ફેફસા અને હૃદયે કામ કરવાનું બંધ કરી દીધા બાદ, હોસ્પિટલમાં એમને મરેલા જણાવી ડેથ સર્ટિફિકેટ પણ જાહેર કરી દીધું.

આ સ્થિતિ ત્યારે બદલાઈ જયારે ૧૪ જાન્યુઆરીની સાંજે રાજેન્દ્ર કુમાર મિશ્રા પોતાના પિતાના દેહને લઈને ઘરે પહોંચ્યા એમને જણાવ્યું કે “ઘણા વિસ્તૃત પરીક્ષણ પછી આયુર્વેદિક વૈદ્યાચાર્યએ મારા પિતાના શરીરમાં જીવન છે. એવા લક્ષણો ઓળખ્યા. એમણે જણાવ્યું કે મારા પિતા માત્ર બેભાન અવસ્થામાં હતા.

એમનામાં સ્વાસ્થયના જાણકારોના મત મુજબ એમનામાં સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે અમે તરત જ એમને ઓક્સિજન આપ્યો. એની સાથે જ વૈદ્યાચાર્યે એમને જડી બુટ્ટીઓથી બનેલી ભારતીય પારંપરિક દવાઓ આપવાની શરૂ કરી. આ દવાઓ હોંશગાબાદ અને છીંડવાળાના ઘટાદાર જંગલો માંથી લાવવામાં આવે છે.

એમણે કહ્યું કે પારંપરિક ઉપચાર દ્વારા એમના પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે એનાથી તેઓ ખુશ છે. એમણે કહયું કે આયુર્વેદિક દવાઓથી મારા પિતાને ફાયદો થઇ રહ્યો છે. પાછળના ૩૧ દિવસોમાં એમના શરીરમાં કોઇ નકારાત્મક અસર જોવા મળી નથી.

પોલીસ અધિકારીના ઘરના સૂત્રોએ જણાવ્યું કે તેઓ મિશ્રાના પિતામાં થઈ રહેલા સકારાત્મક બદલાવોના સાક્ષી છે, એમના સ્વાસ્થ્યમાં, ચામડીમાં અને આંખોમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

ભોપાલના બંસલ હોસ્પિટલમાં ૧૩ જાન્યુઆરીના દિવસે મિશ્રાના પિતાને લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના મુજબ ફેફસાની સારવાર માટે એમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, સારવાર દરમિયાન એમની મૃત્યુ થઈ ગઈ. હોસ્પિટલે મૃત્યુ પ્રમાણપત્ર નગર પાલિકા અને મિશ્રાના પરિવારને આપી દીધા છે. હોસ્પિટલ આયુર્વેદ દ્વારા સારવાર થતા સફળતા મળી છે એ વાત સ્વીકારવા તૈયાર નથી.

કેટલીય એવી બાબતો છે જેમાં આયુર્વેદના સુધારાને એલોપેથીક પ્રેક્ટીસ કરતા ડોકટરો સ્વીકારવા તૈયાર નથી. પણ આયુર્વેદના કેટલાય પ્રાચીન સાહિત્યો અને પુસ્તકોમાં કેટલાય એવા રોગોની સારવાર લખેલી છે આત્યારે એલોપેથીમાં એનો કોઈ ઉપચાર નથી ફક્ત રાહત થાય એવી દવાઓ જ ડોકટરો લખી રહ્યા છે. આવી દવાઓ ફાયદો ઓછો અને નુકશાન વધુ કરતી હોય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.