પોસ્ટ ઓફિસમાં 50 રૂપિયાના બદલે કેવી રીતે મળશે 10 લાખ? આ છે આખી સ્કીમ

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમે 50 રૂપિયાની બચત કરીને 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમ તૈયાર કરી શકો છો. પોસ્ટ ઓફિસ રીકરીંગ ડિપોઝિટ સ્કીમ (Post Office Recurring Deposit Scheme) : બચત કરવી ઘણી જરૂરી છે, તેના માટે રોકાણ સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. પણ યોગ્ય સમયે અને સાચી જગ્યા પર રોકાણ કરવું પણ જરૂરી હોય છે, જેથી ઓછા પૈસામાં વધારે ધન ભેગું કરી શકાય છે. જો તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસની આરડી (રીકરીંગ ડિપોઝિટ સ્કીમ) માં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસની રીકરીંગ ડિપોઝિટ સ્કીમમાં તમે રોજ 50 રૂપિયા બચાવીને 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમ તૈયાર કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં સારા રિટર્નની સાથે તમને પૈસાની સુરક્ષાની ગેરંટી પણ મળશે. એવામાં તમે જોખમ વગર રોકાણ કરી શકો છો.

પોસ્ટ ઓફિસ રીકરીંગ ડિપોઝિટ સ્કીમના વ્યાજ દર :

પોસ્ટ ઓફિસ રીકરીંગ ડિપોઝિટ એકાઉન્ટ ઓછામાં ઓછું 5 વર્ષ માટે ખોલી શકાય છે. તેમાં જમા રકમ પર તમને 5.8 ટકાના દરે વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસ રીકરીંગ ડિપોઝિટ સ્કીમમાં લઘુત્તમ 100 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકાય છે. આ સ્કીમમાં નક્કી વ્યાજના હિસાબે રિટર્ન મળે છે. ભારત સરકાર પોતાની બધી લઘુ બચત યોજનાઓના વ્યાજ દરની દર ત્રણ મહિને જાહેરાત કરે છે.

10 વર્ષ મેચ્યોરિટી પીરિયડ :

જણાવી દઈએ એક રીકરીંગ ડિપોઝિટ સ્કીમમાં મહત્તમ મેચ્યોરિટી પીરિયડ 10 વર્ષ સુધીનો છે. પોસ્ટ ઓફિસ રીકરીંગ ડિપોઝિટ એકાઉન્ટ 5 વર્ષ માટે ખોલી શકાય છે, પણ તમે તેને આગળ પણ વધારી શકો છો. ખાસ વાત એ છે કે તેમાં તમે ઓનલાઇન પણ પૈસા જમા કરી શકો છો. પોસ્ટ ઓફિસની રીકરીંગ ડિપોઝિટ સ્કીમમાં સિંગલ અને જોઈન્ટ બંને પ્રકારના એકાઉન્ટની સુવિધા છે.

50 રૂપિયા કઈ રીતે બનશે 10 લાખ?

જો તમે દરરોજ 50 રૂપિયા બચાવશો એટલે મહિનાના 1500 રૂપિયા લેખે રોકાણ કરશો તો 5 વર્ષમાં તમે 1.05 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. એવામાં જો તમે 25 વર્ષ સુધી રોકાણ કરશો તો 10 લાખ રૂપિયા મળશે. 5.8 ટકા વ્યાજદરના હિસાબે 25 વર્ષ સુધી રોકાણ કરવા પર આ વ્યાજ દર પર 10.39 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો.

આવી રીતે કરો અરજી :

પોસ્ટ ઓફિસમાં રીકરીંગ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. તેમાં વ્યક્તિગત અને બે વયસ્ક વ્યક્તિ સાથે મળીને જોઈન્ટ રીકરીંગ ડિપોઝિટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. જણાવી દઈએ કે, રીકરીંગ ડિપોઝિટ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ અને જોઈન્ટ એકાઉન્ટ બંનેની સુવિધા છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.