પોતાના લગ્નમાં સ્વર્ગથી આવેલ અપ્સરા જેવી લાગી રહી હતી એશ્વર્યા રાય, જુઓ મહેંદીથી લઈને વિદાય સુધીનો આલ્બમ

વાયરલ થઇ રહ્યો છે એશ્વર્યા-અભિષેકના લગ્નનો આલ્બમ, સ્વર્ગની અપ્સરા જેવી દેખાઈ રહી હતી એશ્વર્યા, જુઓ ફોટો

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી એશ્વર્યા રાયના જીવનમાં બે ખાસ બોયફ્રેન્ડ આવ્યા હતા. પ્રથમ સલમાન ખાન અને બીજો વિવેક ઓબેરોય. જોકે, આ બંને સાથે એશ્વર્યાના સંબંધો વિવાદોથી ઘેરાયેલા રહ્યા. આવી સ્થિતિમાં એશ્વર્યાને સાચો પ્રેમ અભિષેક બચ્ચનની અંદર જોવા મળ્યો.

અભિષેક અને એશ્વર્યાના લગ્ન 20 એપ્રિલ 2007 ના રોજ થયા હતા. એશ્વર્યાના લગ્ન પછી ઘણા છોકરાઓને આશ્ચર્ય થયું હતું. તેમના લગ્ન પણ મીડિયામાં ખૂબ છવાઈ ગયા હતા. આવી સ્થિતિમાં આજે અમે તમને એશ્વર્યા અને અભિષેકની લવ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ. આ બંને વચ્ચે પ્રેમ કેવી રીતે શરૂ થયો.

તેમના લગ્નમાં શું શું બન્યું? તેના વિશે પણ અમે ચર્ચા કરીશું.

એશ્વર્યા અને અભિષેકનાં લગ્નને 12 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આજે તેને એક લાડકી દીકરી આરાધ્યા પણ છે. તેમના પ્રેમની શરૂઆત ફિલ્મ ‘બંટી ઔર બબલી’ ફિલ્મના ગીત ‘કજરારે’ થી જ થઈ ગઈ હતી. આ તે ક્ષણ પણ હતી જ્યારે એશ્વર્યાએ સલમાન અને વિવેક સાથે બ્રેકઅપ કર્યો હતો. આવી સ્થિતિમાં, દુઃખી એશ્વર્યાને એક સહારાની જરૂર હતી, જે અભિષેક બચ્ચને તેને આપ્યો. અભિષેક એશ્વર્યા કરતા ઉંમરમાં નાનો છે. જો કે, જ્યારે પ્રેમ થાય છે, ત્યારે ઉંમર ક્યાં જોવામાં આવે છે.

આવી સ્થિતિમાં એશ્વર્યા અને અભિષેકની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. બસ પછી શું પરિવારની મંજૂરી મળતા જ બંનેએ સાત ફેરા લઇ લીધા હતા. એવું કહેવામાં આવે છે કે એશ્વર્યાના લગ્ન દરમિયાન મીડિયાના માણસો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આનું કારણ એ હતું કે તે લોકો તેમના લગ્ન ખૂબ શાંત વાતાવરણમાં કરવા માંગતા હતા.

આ લગ્નમાં આખું બોલીવુડ જેમ કે ઉમટી પડ્યું હતું. લગ્નમાં દુલ્હન બનેલી એશ્વર્યા સ્વર્ગ માંથી આવેલી અપ્સરા જેવી દેખાતી હતી. એશ્વર્યાએ તેની મહેંદીની વિધિ દરમિયાન ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો. તે લગ્નના દિવસે એશ્વર્યાએ 75 લાખની સાડી પહેરી હતી. આ સાડીની ડીઝાઈન નીતા લુલ્લાએ બનાવી હતી. તેમાં સોનેરી રંગની બોર્ડર ઉપર ક્રિસ્ટલ્સ લગાવવામાં આવ્યા હતા.

અભિષેક બચ્ચનની વાત કરવામાં આવે તો તે તેના લગ્ન સમયે અબુ જાની અને સંદિપ ખોસલા દ્વારા ડિઝાઈન કરેલી શેરવાની પહેરેલાં જોવા મળ્યા હતા. એશ્વર્યા અને અભિષેકની જોડી લગ્નમાં એકદમ પરફેક્ટ લાગી રહી હતી. કેમ કે લગ્ન દરમિયાન મીડિયાના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, તેથી આ લગ્ન પુરા થયા પછી જ તમામ ફોટા બહાર આવ્યા હતા.

કેટલાક લોકો એમ પણ માને છે કે એશ્વર્યાના અભિષેક બચ્ચન સાથે લગ્ન કરવા પણ એક બુદ્ધીપૂર્વકનો નિર્ણય પણ હતો. એશ્વર્યા અને સલમાનનું બ્રેકઅપ થઇ રહ્યું હતું. તે એશ્વર્યાને ભૂલી શક્યો ન હતો. જયારે એશ્વર્યા વિવેક ઓબેરોય સાથે હતી ત્યારે પણ સલમાન વચ્ચે આવી ગયો હતો. ઉદ્યોગના લોકોની વાત માનીએ તો વિવેકની કારકિર્દી બગાડવામાં સલમાનનો મોટો હાથ રહ્યો છે.

આવી સ્થિતિમાં એશ્વર્યાએ બોલીવુડનો સૌથી આદરણીય અને શક્તિશાળી પરિવાર બચ્ચન પરિવારની પસંદગી કરી. એકવાર બચ્ચન પરિવારની પુત્રવધૂ બની ગયા પછી સલમાન એશ્વર્યાનું કાંઈ જ બગાડી શકતો ન હતો. જો કે, તે વાતમાં કેટલુ સત્ય છે તે તો અમે પણ જાણતા નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.