પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં કરો રોકાણ, 21 વર્ષની થવા પર બની શકે કરોડપતિ

દરેક માતા-પિતાના અહીં રોકાણ કરીને પોતાની દીકરીનું ભવિષ્ય કરો ઉજ્જવળ, 21 વર્ષેની થતા કરોડપતિ

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને આવકવેરામાં છૂટનો દાવો પણ કરવામાં આવી શકે છે. આ યોજનામાં વાર્ષિક 1.5 લાખ સુધીનું રોકાણ આવકવેરા મુક્તિ માટે પાત્ર બને છે.

દરેક માતાપિતાનું સપનું હોય છે કે તેમના બાળકો સારું શિક્ષણ મેળવે અને તેનું ઉજ્જવળ ભવિષ્ય બને, પરંતુ મોંઘવારીના આ યુગમાં, મોંઘવારી હોવાથી ઉચ્ચ શિક્ષણ દરેક માટે સરળ નથી. તેમ જ માતાપિતાને પુત્રીઓના લગ્ન માટે પૈસા જમા કરવાની ચિંતા પણ રહે છે. આવી સ્થિતિમાં માતાપિતા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

આ યોજનામાં નાનું નાનું રોકાણ કરીને માતા-પિતા તેમની પુત્રીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. આ યોજના માત્ર દિકરીઓ માટે છે. આ લોકપ્રિય યોજનામાં લાંબા ગાળાના રોકાણો થાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને માતાપિતા સરળતાથી તેમની પુત્રીનું ઉચ્ચ શિક્ષણ અને લગ્ન ખર્ચ પૂરા કરી શકે છે. આ યોજનામાં પુત્રીના 21 વર્ષ પૂરા થતાં વળતર મળી શકે છે. યોજનાના નિયમો અનુસાર, માતા-પિતા જો પુત્રીની નાની ઉંમરે જ આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે, તો તે 15 વર્ષ સુધી યોજનામાં રોકાણ કરી શકે છે.

આવકવેરા મુક્તિ

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને આવકવેરામાં છૂટનો દાવો પણ કરી શકાય છે. આ યોજનામાં વાર્ષિક 1.5 લાખ સુધીનું રોકાણ આવકવેરા મુક્તિ માટે પાત્ર હોય છે. આમ, માતાપિતા આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ આ યોજનામાં રોકાણમાં રોકાણ ઉપર આવકવેરાની છૂટનો લાભ મેળવી શકે છે. ખાસ વાત એ છે કે આ યોજનામાં વ્યાજની આવક અને પાકતી રકમ પણ કરમુક્ત જ હોય છે.

થાપણ મર્યાદા

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરાવી શકાય છે. વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાશે. આ યોજના અંતર્ગત એક મહિનામાં અથવા એક વર્ષમાં કેટલી પણ વખત રૂપિયા જમા કરાવી શકાય છે. દીકરી દસમુ ધોરણ પાસ કરે અથવા 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે ખાતાધારક તેના ઉચ્ચ શિક્ષણ માટે આંશિક ઉપાડ પણ કરી શકે છે.

વ્યાજ દર

સરકાર દ્વારા આ યોજના ઉપર વ્યાજના દરને દર ત્રણ મહિને નક્કી કરવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હાલના સમયમાં 7.6 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં ખાતું ખોલતા સમયે જે વ્યાજ દર રહે છે, તે જ દરે સમગ્ર રોકાણના સમયગાળા દરમિયાન વ્યાજ ચૂકવવામાં આવે છે. આનો અર્થ એ છે કે કોઈએ એસએસવાય એકાઉન્ટ એપ્રિલથી જૂન 2020 ની વચ્ચે ખોલાવ્યું છે, તો તેઓને સંપૂર્ણ રોકાણના સમયગાળા દરમિયાન 7.6 ટકાના દરે વ્યાજ મળતું રહેશે.

એસએસવાય કેલ્ક્યુલેટર

જો કોઈ માતાપિતા પોતાની દીકરીની એક વર્ષની ઉંમર થાય એટલે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં દર મહિને 12,500 રૂપિયા એટલે કે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા રોકાણ કરે છે તો એસએસવાય કેલ્ક્યુલેટર મુજબ જ પુત્રીની 21 વર્ષની થાય ત્યારે કુલ પરિપક્વતા રકમ 63.7 લાખ રૂપિયા જ જશે. આમાં કુલ વ્યાજ આવક 41.29 લાખ રૂપિયા શામેલ છે.

જો માતા અને પિતા બંને પુત્રી માટે રોકાણ કરે છે, તો 21 વર્ષની ઉંમરે, પરિપક્વતાની કુલ રકમ 1.27 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ ગણતરીમાં, ડિપોઝિટનો સમયગાળો 15 વર્ષ અને પરિપક્વતા સમયગાળો 21 વર્ષ રાખવામાં આવ્યો છે.