પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

તમે પણ આ સરકારી યોજનાઓથી લોન લઈને પોતાનું બિઝનેસ સરળતાથી શરુ કરી શકો છો

કોરોના અને લોકડાઉનને કારણે રોજગાર ઉપર વિપરિત અસર પડે છે. તે જોતા સરકાર લોકોને ફરીથી પોતાના પગ ઉપર ઉભા થવાની તક આપી રહી છે. સરકારી યોજનાઓમાં સરળતાથી લોન મળી શકે છે.

કોરોના અને લોકડાઉનને કારણે રોજગાર ઉપર વિપરિત અસર પડે છે. તે જોતા સરકાર લોકોને ફરીથી પોતાના પગ ઉપર ઉભા થવાની તક આપી રહી છે. અને જો તમે તમારે પોતાનો વ્યવસાય શરૂ કરવા માગો છો, તો સરકાર તમને ઘણી રીતે મદદ કરી શકે છે. આમાંના સૌથી મહત્વપૂર્ણ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે.

આ યોજના એ લોકો માટે વધુ ઉપયોગી છે, જેને બેંકોના નિયમો પુરા ન કરી શકવાને કારણે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે બેંક લોન મળી શકતી નથી. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત ત્રણ તબક્કામાં લોન આપવામાં આવે છે. સામાન્ય રીતે, તે અંતર્ગત લોનનો લઘુતમ વ્યાજ દર 12 ટકા છે.

શિશુ લોન યોજના – આ યોજના અંતર્ગત દુકાનો ખોલવા વગેરે માટે 50,000 રૂપિયા સુધીની લોન લઈ શકાય છે.

કિશોર લોન યોજના – આ અંતર્ગત રૂ .50,000 થી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે.

તરુણ લોન યોજના – નાના ઉદ્યોગો માટે તરુણ લોન યોજના છે. તેમાં 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

કોણ લઇ શકે છે લોન

પ્રધાન મંત્રી મુદ્રા યોજના માત્ર નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે છે, જેમ કે નાના એસેમ્બલિંગ એકમો, સેવા ક્ષેત્રના એકમો, દુકાનદારો, ફળ-શાકભાજીના વેપારીઓ, ટ્રક ડ્રાઇવરો, ખાદ્ય-સેવા એકમો, મશીન ઓપરેશન્સ, નાના ઉદ્યોગો, હસ્તકલા, ફૂડ પ્રોસેસિંગ વગેરે માટે આ યોજના હેઠળ લોન મેળવી શકાય છે.

અહીંયાથી લઇ શકો છો લોન

પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત કોઈપણ સરકારી બેંક, ગ્રામીણ બેંક, સહકારી બેંક, ખાનગી બેંક અથવા વિદેશી બેંકો પાસેથી લોન મેળવી શકાય છે.

લોન માટે આ દસ્તાવેજોની જરૂર પડે છે

જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હો, તો તમારે મકાનના માલિકી હક્ક અથવા ભાડાના દસ્તાવેજ, કાર્ય સંબંધિત માહિતી, આધાર, પાન નંબર અને ઘણા અન્ય દસ્તાવેજો પ્રદાન કરવા પડશે.

લોન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા

https://www.mudra.org. in/ વેબસાઇટ ઉપર લોન અરજી ફોર્મ ડાઉનલોડ કરો. શિશુ લોન માટે ફોર્મ અલગ છે. તરુણ અને કિશોર લોન માટે ફોર્મ એક જ છે. લોન અરજી ફોર્મમાં સંપૂર્ણ માહિતી (મોબાઇલ નંબર, આધાર નંબર, નામ, સરનામું) ભરો. ધંધો ક્યાં શરૂ કરવા માંગો છો તે પણ જણાવો. આ સિવાય ઓબીસી, એસસી / એસટી કેટેગરીના અરજદારોએ જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. તેમજ 2 પાસપોર્ટ ફોટા જોડવામાં આવશે.

ફોર્મ ભર્યા પછી બેંકમાં જાવ અને તમામ કાર્યવાહી પૂર્ણ કરો. અંતમાં બેંકના શાખા મેનેજર તમારા વ્યવસાય વિશેની માહિતી લે છે અને તે આધારે તમારી PMMY લોન મંજૂર કરે છે.

સ્ટેન્ડઅપ ઇંડિયા યોજના

આ યોજના હેઠળ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમાં 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની લોન મળે છે. તમે સીધા બેંક શાખા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા પોર્ટલ અને અગ્રણી ડિસ્ટ્રિક્ટ મેનેજરની મદદથી અરજી કરી શકો છો. આ માટે તમારે ઓળખ પત્ર, જાતિનું પ્રમાણપત્ર આપવું પડશે. મહિલાઓએ જાતિનું પ્રમાણપત્ર નહિ આપવું પડે. આ સાથે જ લોન અરજદારે એક પ્રોજેક્ટ રિપોર્ટ પણ સુપરત કરવો પડશે.

ગૌણ લોન યોજના

આ યોજના હેઠળ લોન ગેરંટી વિના આપવામાં આવશે અને તમે વ્યવસાય શરૂ કરી શકો છો. ભારત સરકારે એમએસએમઇ એટલે કે માઇક્રો લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે આ નવી યોજના શરૂ કરી છે. આમાં, જો બેંક તમારો વ્યવસાય પ્રોજેક્ટ પાસ કરી દે છે, તો પછી તેના ઉપર બેંક ગેરંટી આપવાની જવાબદારી સમાપ્ત થઇ જાય છે. સરકારે આ યોજના માટે અંદાજે 20 હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે. આ યોજનાથી 2 લાખ એમએસએમઇ એકમોને લાભ મળી શકશે.

પ્રધાનમંત્રી શેરી વિક્રેતા સ્વનિર્ભર નિધિ યોજના

આ યોજના અંતર્ગત શહેરી શેરી વ્યવસાયિકો એટલે કે શેરી વિક્રેતાઓને કાર્યકારી મૂડી તરીકે બેંકો તરફથી 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે. યોજનાનો લાભ આપવા માટે નિગમના મુખ્યાલય અને ઝોનલ કચેરીઓ ઉપર તથા કોર્પોરેશનની ટીમ દ્વારા પણ ફોર્મ લઈને પોર્ટલ ઉપર નોંધણી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. નોંધણી માટે વ્યક્તિનું આધારકાર્ડ હોવું જોઈએ અને આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર જોડાયેલો હોવો જોઈએ. તે સમગ્ર ID સાથે બચત ખાતાની પાસબુક જરૂરી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.