જો ઈચ્છો છો પ્રગતી, તો આ વાતોથી રહો દુર, ક્લિક કરી જાણો કઈ છે એ વાતો?

સફળતા અને આનંદ આપણી ટેવો ઉપર આધાર રાખે છે. જો આપણે આપણી ટેવોને સુધારી લઈએ, તો પછી એવું કાંઈ નથી જે આપણાથી દુર હોય. જાણો કઈ ટેવો છોડીને આપણે પ્રગતી અને આનંદ મેળવી શકીએ છીએ.

૧. સફળતા દરેકની ઈચ્છા :

જીવનમાં બધા સફળ થવા માંગે છે. પરંતુ આપણી થોડી ટેવો જ સફળતા અને આનંદના રસ્તામાં અડચણ બની જાય છે. આપણે જાણે અજાણે આ ટેવોના ગુલામ બની જઈએ છીએ. આપણે બધા એ ભૂલી જઈએ છીએ કે, સફળ થવા માટે સખત મહેનતની જરૂર હોય છે.

૨. ખોટા લોકો સાથે સમય ન પસાર કરો :

જીવન ઘણું નાનું છે, તો એને ખોટા લોકો સાથે પસાર કરીને કેમ ખરાબ કરવામાં આવે. જો કોઈને જીવનમાં તમારી જરૂર છે, તો તે તમારા માટે જગ્યા બનાવશે. તમારે તમારી જગ્યા માટે લડવું ન જોઈએ. અને એવી કોઈ વ્યક્તિ સાથે સમય પસાર જ કરો, જે વારંવાર તમને ધ્યાન બહાર કરે છે. યાદ રાખો સાચા મિત્ર તે નથી હોતા જે સફળતામાં તમારી સાથે હોય છે, પરંતુ તે હોય છે જે મુશ્કેલીમાં તમારી સાથે હોય છે.

૩. પોતાની તકલીફોથી ભાગો નહિ :

પ્રયત્ન કરવા વાળાનો ક્યારે પણ પરાજય થતો નથી. મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કરવો જોઈએ. આમ તો એમ કરવું સરળ નથી. પણ દુનિયામાં એવો કોઈપણ વ્યક્તિ નથી જેમના જીવનમાં ક્યારે પણ કોઈ મુશ્કેલી ન આવી હોય. અને દરેક મુશ્કેલીનો ઉકેલ તરત મળી જાય, એવું પણ શક્ય નથી. દુ:ખ, ઉદાસીનતા અને અધીરાઈ માનવની પ્રકૃતિનો ભાગ છે. એ જ તો જીવન છે. મુશ્કેલીઓનો સામનો કરવા માટે તમારે સતત શીખવું, પોતાને પરિસ્થતિ મુજબ ઢાળવા અને પછી તેને ઉકેલવામાં લાગી જવું. અને તે તમને એક ઉત્તમ માણસ બનવામાં મદદ કરે છે.

૪. પોતાની સાથે ખોટું ન બોલો :

તમે દુનિયામાં સૌની સામે ખોટુ બોલી શકો છો, પરંતુ તમારા પોતાની સાથે નહિ. આપણું જીવન ત્યારે સુધરે છે જયારે આપણે જોખમ ઉઠાવીએ છીએ. અને સૌથી પહેલું અને પડકારપૂર્ણ કામ જે આપણે કરવું જોઈએ તે છે પોતાની સાથે ઈમાનદારી રાખવી.

૫. પોતાની જરૂરિયાતોનું ધ્યાન રાખવું :

તમે કોઈને ખુબ ચાહો છો, અને તેને ખુશ રાખવાની ગડમથલમાં તમે પોતાને જ ક્યાંક ભૂલી જાવ છો. તમે એ ભૂલી જાવ છો કે તમે પણ ખાસ છો. બીજાની મદદ કરવામાં કાંઈ ખોટું નથી, પરંતુ સ્વયંને ધ્યાન બહાર ન કરો. જો તમે કોઈ કામ એવું કરવા માંગો છો, જે તમારું ઝનુન છે અને તમારા માટે ઘણું મહત્વ ધરાવે છે, તો હમણાં આ પળથી તેને શરુ કરી દો.

૬. પોતાને ન બદલો :

તમે જે છો તે બની રહેવું ઘણું પડકારપૂર્ણ હોય છે. આપણે આપણી ઘણી શક્તિ તે બનવામાં લગાવી દઈએ છીએ, જે આપણે હોતા નથી. કોઈ ને કોઈ તમારાથી અતિ સુંદર હશે, અને કોઈ ને કોઈ વધુ સ્માર્ટ પણ હશે, પરંતુ તે તમે નથી. તેમાં તમારા જેવી ખાસિયતો નથી. કોઈને જોઇને શીખવું અલગ વાત છે, પરંતુ પોતાને કોઈમાં ઢાળી દેવું એકદમ જ અલગ વાત. પોતાની જાતને એટલા માટે ન બદલો કે, લોકો તમને એમના મુજબ બદલાયેલા જોઇને પસંદ કરવાનું શરુ કરી દેશે. તમે જે છો તે રહો, સાચા લોકો તમને એ અંદાજમાં પસંદ કરશે.

૭. જુની વાતોને યાદ રાખવી :

જીવન આગળ વધતા રહેવાનું નામ છે. જો તમે અટકી જશો તો ક્યારે પણ નવું સ્થાન પ્રાપ્ત નહિ કરી શકો. વીતી ગઈ વાતોમાં અટકી રહેવાનું છોડી દો. તમે નવું પાનું ત્યાં સુધી નહિ વાંચી શકો, જ્યાં સુધી તમે જૂની જ વાતોમાં અટકી રહેશો. માટે જુનું બધું ભૂલીને આગળ વધો.

૮. ભૂલ કરવાથી ન ડરો :

જો તમે કોઈ ભૂલ નથી કરતા, તો તમે કાંઈ શીખી નથી શકતા. કંઈક કરીને ભૂલ કરવી, ખાલી બેસવાથી ઘણું સારું હોય છે. દરેક સફળતા પાછળ નિષ્ફળતાની લાંબી યાદી હોય છે. અને અસફળતા તમને સફળતા તરફ લઇ જાય છે. છેલ્લે તમારે કાર્ય ન કરવાનો અફસોસ, કાર્ય કરવાની સરખામણીએ વધુ હશે.

૯. ખુશીઓ ખરીદી નથી શકાતી :

આપણી ઈચ્છા પૂર્તિ કરતી અને સુવિધા આપતી વસ્તુઓની કિંમત ઘણી વધુ હોય છે. પરંતુ સાચું એ છે કે, જે વસ્તુ આપણને વાસ્તવિકતાથી સંતુષ્ટ કરે છે, તે એકદમ ફ્રી છે. પ્રેમ, હાસ્ય અને જનુન સાથે આપણું કામ કરવા માટે તમારે કોઈ પ્રકારના ધન ખર્ચ કરવાની જરૂર નથી. જીવન તમને મિત્ર અને પરીવાર પણ કોઈ કિંમત વગર આપે છે. તેની સાથેના આનંદને ઉઠાવો.

૧૦. બહાર આનંદ શોધવો :

તમે અંદરથી તમારા પોતાનાથી ખુશ નથી, તો તમે બહારથી પણ લાંબા સમય સુધી બીજાથી ખુશ નથી રહી શકતા. તમારે તમારી અંદર સ્થિરતાનો ભાવ લાવવો જોઈએ. જ્યાં સુધી તમે અંદરથી સંતુષ્ટ નથી, ત્યાં સુધી તમે બીજાને પણ ખુશી કે સંતુષ્ટિ નથી આપી શકતા.

૧૧. નિષ્ક્રિયતા છોડો :

ઘણું વધુ ન વિચારો. એમ કરવાથી તમે પોતે કોઈ અજાણી સમસ્યામાં ફસાઈ જશો. પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરો અને પછી નિર્ણયાત્મક પગલું ઉઠાવો. સફળ થવા માટે કમ્ફર્ટ લેવલને તોડવું જરૂરી છે. જોખમ ઉઠાવ્યા વગર સફળતા નથી મળતી.

૧૨. બીજાની સરખામણી ન કરો :

બીજા લોકો તમારાથી ઉત્તમ કરી રહ્યા છે તેને લઇને ચિંતાતુર ન રહો. દરરોજ પોતાનાથી ઉત્તમ બનવાનો પ્રયત્ન કરો. સફળતાની જંગમાં તમારો મુકાબલો માત્ર અને માત્ર તમારી સાથે છે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.