આ વ્યક્તિના પીએમ એ કર્યા વખાણ, વેનમાં બનાવી લાઈબ્રેરી, ગરીબ બાળકો સુધી પહોંચાડે છે પુસ્તકો.

ગરીબ બાળકો સુધી પુસ્તકો પહુંચે એટલા માટે વૈનમાં બનાવી નાખી લાઈબ્રેરી, પીએમ એ પણ કર્યા વખાણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનની વાત કાર્યક્રમમાં ચંડીગઢના સંદીપ કુમારનું નામ એમ જ નથી લીધું. તેની તપસ્યા અને ત્યાગથી પીએમ પોતે પણ પ્રભાવિત થયા છે. સંદીપની મહેનતનો અંદાઝ એ વાત ઉપરથી લગાવી શકાય છે કે તમારી પેનની રીફીલ ખલાસ થઇ જાય છે અને તમે તેને ફેંકી દો છો, તે ખાલી પેનમાં રીફીલ નાખીને સંદીપ ગરીબ વિદ્યાર્થીઓ સુધી પહોચાડે છે.

તમારા એક ફોન ઉપર જ પુસ્તકો અને સ્ટેશનરીની વસ્તુ મફતમાં ઘર સુધી પહોચાડે છે. આ કામ સરળ નથી પરંતુ ઉત્સાહ અને જોશ સંદીપમાં ઘણો રહેલો છે. લગભગ ત્રણ વર્ષથી સંદીપ કુમાર 20 હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય તૈયાર કરી રહ્યો છે. તેમના આ કામથી પ્રભાવિત થઈને 200 સ્વયંસેવક તેની સાથે જોડાયા છે. જે તેમની મદદ કરી રહ્યા છે. આ સ્વયંસેવક અધિકારી, શિક્ષક, વકીલ વગેરે ધંધા સાથે જોડાયેલા છે.

આવી રીતે શરુ થઇ સફર : સંદીપ કુમાર મૂળ હરિયાણાના ભીવાનીના રહેવાસી છે. ત્યાંથી ઈંટર સુધીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી જેબીટીની તાલીમ લીધી. તાલીમ દરમિયાન હરિયાણાની ઘણી સરકારી સ્કુલોમાં ગયા તો તેનું મન દુઃખી થવા લાગ્યું. કેમ કે સરકારની યોજનાઓ આ ગરીબ સુધી ન પહોચી રહી હતી. કોઈ પાસે પુસ્તકો ન હતા તો કોઈ પાસે પેન્સિલ અને પેન.

ત્યાંથી સંદીપનું મન બદલવાનું શરુ થઇ ગયું. સાંજે ઘરે પહોચતો હતો, તો તે દુઃખી થતો હતો. તેથી તેણે નક્કી કરી લીધું કે હવે તે સમાજસેવા તરફ ડગલું ભરશે. તેમણે જેબીટીનું શિક્ષણ પૂરું કર્યું અને જાન્યુઆરી 2017થી ગરીબ બાળકોની મદદ માટે લાગી ગયા છે. સેક્ટર-39 માં પોતાના ભાઈઓ સાથે તે રહે છે. ધીમે ધીમે લોકો પાસેથી પુસ્તકો મફતમાં લેવાનું શરુ કર્યું અને અમુક સ્કૂલોમાં જઈને કેમ્પ લગાવવાનું શરુ કરી દીધું. તેમના કાર્યથી પ્રભાવિત થઇને લોકો જોડાતા ગયા. તેમણે ટ્રાઈસીટી (ચંડીગઢ, પંચકુવા અને મૌહાલી) ની મોટાભાગની કોલેજો અને સ્કુલોમાં કેમ્પ લગાવ્યો.

વેનને લાયબ્રેરી તરીકે ઉપયોગ કર્યો અને દરેક સ્કુલ સુધી ગયા. અત્યાર સુધીમાં તે 20 હજારથી વધુ વિદ્યાર્થીઓને પુસ્તકો, સ્ટેશનરી વગેરે પહોચાડી ચુક્યા છે. તે વિદ્યાર્થી ધોરણ 1 થી લઈને અનુસ્નાતક સુધીના છે. ડોકટરીના અભ્યાસમાં જોડાયેલા લુધિયાનાના અમુક વિદ્યાર્થીઓને પણ પુસ્તક પહોચાડ્યા. કેમ કે તે પુસ્તક બજારમાં મોંઘી મળી રહી હતી. જે તેને મફતમાં પહોચાડવામાં આવી.

ફોન કરો, પુસ્તક ઘરે મળશે : સંદીપે સોશિયલ મીડિયા વગેરે દ્વારા પોતાનો નંબર જાહેર કર્યો. સંદેશ આપ્યો કે કોઈ પણ પુસ્તક તેની પાસે છે, જે દાન કરવા માંગે છે, તે તેને જણાવે તે લેવા આવશે. જેથી તે ગરીબ વિદ્યાર્થીઓને ઘરે જઈને પુસ્તક પહોચાડી શકે છે. એટલું જ નહિ તમારા ઘરમાં પેનની રીફીલ ખલાસ થઇ ગઈ છે. તો તે પેનમાં તે રીફીલ નાખીને જરૂરિયાત વાળા સુધી પહોચાડે છે. પેન્સિલ પણ આવી રીતે એકઠી કરે છે. જો તમારી નોટના અડધા પાના કોરા છે. તો તે તે નોટને નવી કરીને વિદ્યાર્થીઓ સુધી પહોચાડી રહ્યા છે.

ખુડ્ડા લહૌરામાં બનાવી ઓફીસ અને પુસ્તકાલય : સંદીપ સંપૂર્ણ સમય આ સમાજસેવામાં લગાવે છે પરંતુ તે કંસલટેંસી અને ઈ-કોમર્સનું પણ કાર્ય કરે છે. તેના દ્વારા થોડી નાણાકીય રકમ પૂરી પાડે છે. તેના 60 ટકા ભાગ ગરીબ બાળકોની તે સેવામાં લગાવે છે. તેમણે ખુડ્ડા લહૌરામાં એક ઓફીસ અમે પુસ્તકાલય બનાવ્યું. તેનું ભાડું 13 હજાર રૂપિયા છે. આ રકમ ચૂકવવી સરળ નથી પરંતુ સંદીપ હિંમત નથી હારતા. કહે છે કે છેલ્લા શ્વાસ સુધી આ કાર્ય ચાલુ રાખશે. તેમણે ચંડીગઢ પ્રશાસનને કહ્યું કે લાયબ્રેરી માટે તેને જો જગ્યા પૂરી પાડવામાં આવે તો લાભાર્થીઓનો આંકડો લાખોમાં પહોચી શકે છે.

મહિલાઓને મફતમાં પુરા પાડવામાં આવે છે સેનેટરી પેડ : સંદીપ કુમારની સફર વિદ્યાથીઓને શિક્ષિત કરવા સુધી જ નથી, તે એ મહિલાઓની પણ આરોગ્યની ચિંતા કરે છે. જે ગરીબ છે અને માસિકના સમયે સેનેટરી પેડ ખરીદી શકતી નથી. તેને તમામ બીમારીઓ માંથી પસાર થવું ન પડે, એટલા માટે તેને સેનેટરી પેટ પણ પુરા પાડવામાં આવી રહ્યા છે. ધનાસની કચ્ચી કોલોની, પોલીસ કોલોની, નયાગાંવની માલી કોલોની, મોહાલીની દસપુર, મુલ્લાપુર વગેરે કોલોનીઓની મહિલાઓને આ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ સેનેટરી પેડ તે મફતમાં આપી રહ્યા છે. હજારો મહિલાઓને આ લાભ મળે છે. સ્ટ્રીટ વેંડર મહિલાઓને પણ તે સેનેટરી નેપકીન આપે છે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ કરી રહ્યા છે પુસ્તકો : લોકડાઉનમાં બધું બંધ હતું પરંતુ સંદીપે આ સમયનો સદ્દઉપયોગ કર્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની પીડા ધ્યાનમાં રાખીને પુસ્તકોને રેકોર્ડ કરવાનું શરુ કરી દીધું. અત્યાર સુધી 40 પુસ્તકો રેકોર્ડ કરી છે. તે સ્નાતકની છે. નેત્રહીન વિદ્યાથીઓને આ ઓડિયો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ કાર્યને તે આગળ પણ ચાલુ રાખશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.